PBKS IPL 2022 Retained Players: પંજાબ કિંગ્સે માત્ર 2 જ ખેલાડીઓને કર્યા રિટેન, પંજાબના મોટા મોટા ‘કિંગ્સ’ છુટાં કરી દેવાયા

PBKS IPL 2022 Released Players: પંજાબ કિંગ્સે કેએલ રાહુલ (KL Rahul) સાથેના સંબંધો તોડી નાખ્યા છે. આ ખેલાડી હવે નવી ટીમમાં જોવા મળશે. આ સાથે પંજાબને નવો કેપ્ટન પણ મળશે.

PBKS IPL 2022 Retained Players: પંજાબ કિંગ્સે માત્ર 2 જ ખેલાડીઓને કર્યા રિટેન, પંજાબના મોટા મોટા કિંગ્સ છુટાં કરી દેવાયા
Punjab Kings
| Edited By: | Updated on: Nov 30, 2021 | 11:28 PM

PBKS IPL 2022 Confirmed Retained Players: પંજાબ કિંગ્સે IPL 2022 મેગા ઓક્શન (IPL 2022 Mega Auction) પહેલા માત્ર બે ખેલાડીઓને જાળવી રાખ્યા છે. જેમાં મયંક અગ્રવાલ (Mayank Agarwal) અને યુવા બોલર અર્શદીપ સિંહ (Arshdeep Singh) નો સમાવેશ થાય છે. બાકીના લોકોએ કેએલ રાહુલ (KL Rahul), ક્રિસ ગેઇલ (Chris Gayle) , નિકોલસ પૂરન જેવા અનુભવીઓ અને રવિ બિશ્નોઈ, શાહરૂખ ખાન જેવા યુવા પ્રતિભાઓને પણ બહાર કરી દીધા છે. મતલબ કે પંજાબ કિંગ્સ (Punjab Kings) આગામી સિઝનમાં નવા કેપ્ટન સાથે આવશે. મયંકને કેપ્ટનશિપની જવાબદારી મળી શકે છે.

 

પંજાબ કિંગ્સે આ ખેલાડીઓને કર્યા રિટેન

મયંક અગ્રવાલઃ તેણે ટીમના ઓપનરની ભૂમિકા ભજવી છે અને ઘણા રન બનાવ્યા છે. તે ટીમનો આગામી કેપ્ટન બની શકે છે. મયંક અગ્રવાલને 14 કરોડ રૂપિયા મળશે.

અર્શદીપ સિંહઃ તે ડાબા હાથનો બોલર છે. તેણે પોતાની ડેથ બોલિંગથી બધાને ખૂબ પ્રભાવિત કર્યા છે. તેને ચાર કરોડ રૂપિયા મળશે. તે હજુ પણ અનકેપ્ડ ખેલાડી છે એટલે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી.

પંજાબ કિંગ્સે આ ખેલાડીઓને છોડ્યા

કેએલ રાહુલ, મનદીપ સિંહ, સરફરાઝ અહેમદ, એડન માર્કરામ, ડેવિડ મિલર, સ્વપ્નિલ સિંહ, શાહરૂખ ખાન, નિકોલસ પૂરન, મોઈસેસ ઓનરિક્સ, જલજ સક્સેના, ક્રિસ ગેઇલ, હરપ્રીત બ્રાર, ઉત્કર્ષ સિંહ, ક્રિસ જોર્ડન, દીપક હુડા, મુરુગન અશ્વિન, મોહમ્મદ શમી, ફેબિયન એલન, આદિલ રશીદ, રવિ બિશ્નોઈ, ઈશાન પોરેલ, રિલે મેરેડિથ, જ્યે રિચાર્ડસન, નાથન એલિસ, સૌરભ કુમાર, દર્શન નલકાંડે અને પ્રભસિમરન સિંહ.

 

Published On - 11:26 pm, Tue, 30 November 21