Ashes 2021: ઇંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયા હવે ખેલશે મજબૂત દાવ, બંને ઇનીંગમાં શતક ફટકારનાર ઉસ્માન ખ્વાજાની ભૂમિકા બદલાશે

|

Jan 13, 2022 | 10:29 AM

ઉસ્માન ખ્વાજા (Usman Khawaja) એ સિડનીમાં સિરીઝની પ્રથમ મેચ રમી હતી અને તેની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી.

Ashes 2021: ઇંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયા હવે ખેલશે મજબૂત દાવ, બંને ઇનીંગમાં શતક ફટકારનાર ઉસ્માન ખ્વાજાની ભૂમિકા બદલાશે
Usman Khawaja એ ઇંગલેન્ડ સામે બંને ઇનીંગમાં શતકીય ઇનીંગ રમી હતી.

Follow us on

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા (England vs Australia) વચ્ચેની એશિઝ શ્રેણી હવે તેના અંતિમ મુકામ પર છે. સિરીઝની છેલ્લી મેચ હોબાર્ટમાં ડે-નાઈટ રમાશે. આ પિંક બોલ ટેસ્ટ માટે, યજમાન ટીમે પણ લગભગ હવેથી તેના કાર્ડ ખોલી દીધા છે. તેના કેપ્ટન પેટ કમિન્સે (Pat Cummins) સ્પષ્ટ કર્યું છે કે 5મી ટેસ્ટમાં ઉસ્માન ખ્વાજા (Usman Khawaja) ઇનિંગની શરૂઆત કરશે. એટલે કે તેને બેટિંગ ક્રમમાં પ્રમોટ કરવામાં આવશે. ઇંગ્લેન્ડે જે રીતે સિડની ટેસ્ટ ડ્રો કરી, તે ઓસ્ટ્રેલિયા માટે હારથી ઓછી ન હતી. આવી સ્થિતિમાં કાંગારૂ ટીમ તેને હોબાર્ટમાં હરાવવાના તમામ પ્રયાસો કરી રહી છે. અને, આ પ્રયાસનું પરિણામ ખ્વાજાના બેટિંગ ક્રમમાં ફેરફાર છે.

ઉસ્માન ખ્વાજાએ સિડનીમાં સિરીઝની પ્રથમ મેચ રમી હતી અને તેની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા સિડની ટેસ્ટ જીતી શક્યું ન હતું પરંતુ ખ્વાજા પ્લેયર ઓફ ધ મેચ જરુર બન્યો હતો. હવે કેપ્ટન પેટ કમિન્સે હોબાર્ટમાં રમાનારી ડે-નાઈટ ટેસ્ટમાં પોતાની ભૂમિકા બદલી છે.

ખ્વાજા કરશે ઓપનીંગ, હેડ 5મા નંબરેઃ કમિન્સ

પેટ કમિન્સ અનુસાર, “ઉસ્માન ખ્વાજા હોબાર્ટમાં માર્કસ હેરિસની જગ્યાએ ઓપનિંગ કરતા જોવા મળશે. તે જ સમયે, નંબર 5 પર, ટ્રેવિસ હેડ તેનું સ્થાન લેશે, જે કોરોના પોઝિટિવ હોવાને કારણે સિડની ટેસ્ટમાં રમી શક્યો ન હતો.” માર્કસ હેરિસનું ફોર્મ ટીમમાંથી તેની ટિકિટ કાપવાનું મુખ્ય કારણ બની ગયું છે. તેણે 14 ટેસ્ટમાં 29.83ની એવરેજથી 179 રન બનાવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બોલેન્ડ અંગે હજુ કોઈ નિર્ણય નહી

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે હોબાર્ટ ટેસ્ટની શરૂઆત પહેલા ઉસ્માન ખ્વાજાની ઓપનિંગ અને ટ્રેવિસ હેડની ટીમમાં વાપસીની પુષ્ટિ કરી હતી. પરંતુ ઈજાગ્રસ્ત સ્કોટ બોલેન્ડ વિશે તે અત્યારે કોઈ નિર્ણય લેતો હોય તેવું લાગતું નથી. આ માટે ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજમેન્ટ પહેલા બોલેન્ડને પ્રેક્ટિસ સેશનમાં જોવા માંગે છે. અહેવાલ છે કે ઝાઇ રિચર્ડસનને પણ ટીમમાં જગ્યા મળી શકે છે, જેણે એડિલેડમાં રમાયેલી પિંક બોલ ટેસ્ટમાં 5 વિકેટ લીધી હતી.

પાંચ ટેસ્ટની એશિઝ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા 3-0થી આગળ છે. બંને ટીમો વચ્ચેની ચોથી ટેસ્ટ ડ્રો રહી હતી. આવી સ્થિતિમાં હોબાર્ટમાં રમાનારી 5મી ટેસ્ટ જીતીને યજમાન ટીમ સિરીઝ 4-0થી સમાપ્ત કરવા માંગશે. બીજી તરફ ઈંગ્લેન્ડ પણ પ્રયાસ કરશે કે શરૂઆત ગમે તેટલી ખરાબ રહી હોય પરંતુ જીત સાથે શ્રેણી સમાપ્ત કરો.

 

આ પણ  વાંચોઃ ICC U19 World Cup: વિશ્વ ચેમ્પિયન બનવા માટે યુવાઓનો જંગ, અહીં વાંચો તમામ ટીમોનો પૂરો સ્કવોડ

આ પણ વાંચોઃ IPL 2022: આગામી સિઝનના સ્થળ પસંદગી માટે BCCI એ નવો ‘પ્લાન’ ઘડ્યો, UAE નહી આ બે દેશોના નામ છે આગળ

Published On - 10:21 am, Thu, 13 January 22

Next Article