PAK vs AUS : ડેવિડ વોર્નરે પાકિસ્તાની દર્શકોની ડિમાન્ડ પુરી કરી, મેદાનમાં કર્યો ડાન્સ, Video

|

Mar 08, 2022 | 7:55 PM

રાવલપિંડીમાં રમાયેલી પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચમાં ડેવિડ વોર્નર મસ્તીના મુડમાં જોવા મળ્યો. દર્શકો સામે મેદાન પર ડેવિડ વોર્નરે શાનદાર ડાન્સ કર્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

PAK vs AUS : ડેવિડ વોર્નરે પાકિસ્તાની દર્શકોની ડિમાન્ડ પુરી કરી, મેદાનમાં કર્યો ડાન્સ, Video
David Warner Dance (PC: Fox Cricket)

Follow us on

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન (PAKvAUS) વચ્ચે રાવલપિંડીમાં રમાયેલી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી. મંગળવારે ટેસ્ટ મેચમાં અંતિમ દિવસે પાકિસ્તાનની ટીમ બેટિંગ કરી રહી હતી અને ઓસ્ટ્રેલિયાની ટીમ મેદાન પર હતી. તે સમયે ટીમના સ્ટાર ખેલાડી ડેવિડ વોર્નર (Davis Warner) મેદાન પર દર્શકોની માંગ પર શાનદાર ડાન્સ કર્યો હતો.

ડેવિડ વોર્નર સોશિયલ મીડિયામાં ઘણો એક્ટિવ રહે છે. તે અવારનવાર ભારતીય ફિલ્મ જગતના ગીતો પર ડાન્સ કરતો હોય છે અને તેના વીડિયો બનાવીને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કરતો રહે છે. હવે જ્યારે રાવલપિંડીમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ફિલ્ડીંગ કરી રહી હતી ત્યારે બ્રેક સમયે મેદાન પર ગીત વાગી રહ્યા હતા. ડેવિડ વોર્નર પણ દર્શકોની સાથે જોશમાં આવી ગયો અને શાનદાર ડાન્સ કરવા લાગ્યો હતો. ફિલ્ડીંગ સમયે વોર્નરનો આ અંદાજ પાકિસ્તાનની ચાહકોને ઘણો પસંદ આવ્યો હતો.

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો
Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ

 


ફોક્સ ક્રિકેટે ડેવિડ વોર્નરના આ ડાન્સનો વીડિયો શેર કર્યો હતો. ખાસ એ છે કે તેણે વિરાટ કોહલીના ડાન્સનો વીડિયો પણ સાથે શેર કર્યો હતો. વિરાટ કોહલી મોટાભાગે મેદાન પર મસ્તીના મુડમાં જોવા મળતો હોય છે. હાલમાં જ શ્રીલંકા સામે મોહાલીમાં ટેસ્ટ મેચમાં આ જોવા મળ્યું હતું.

 

પાકિસ્તાન સામેની આ મેચમાં ડેવિડ વોર્નરનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. જ્યારે ડેવિડ વોર્નર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે પાકિસ્તાનના ઘણા બોલરોએ તેને ઉસ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. શાહીન અફરીદીથી લઇને નસીમ શાહ સુધી ઘણા બોલરોએ ડેવિડ વોર્નરને સ્લેજ કર્યું હતું, પણ વોર્નરે દરેક વખતે હસીને જ જવાબ આપ્યો હતો.

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાવલપિંડીમાં રમાઇ રહેલ મેચમાં બેટ્સમેનોનો દબદબો રહ્યો હતો. પાકિસ્તાને પહેલી બેટિંગ કરતા 476 રનનો સ્કોર કર્યો હતો. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાએ 459 રનનો સ્કોર કર્યો હતો. પાકિસ્તાનની ટીમ બીજી ઇનિંગમાં શાનદાર બેટિંગ કરી રહી હતી.

આ પણ વાંચો : ICC Women ODI Rankings: ન્યુઝીલેન્ડ સામેની મેચ પહેલા મિતાલી રાજ-સ્મૃતિ માંધના માટે ખરાબ સમાચાર

આ પણ વાંચો : PAK vs AUS: સ્ટીવ સ્મિથે રાવલપિંડીની પિચ પર પ્રતિક્રિયા આપતા તેને ડેડ ગણાવી હતી

Next Article