Video: પાકિસ્તાની ખેલાડી PSL ટ્રોફી લઈ પહોંચ્યા વાઘા બોર્ડર, તસ્વીરો શેર કરતા જ ફેન્સે બરાબરની સંભળાવી

પાકિસ્તાન સુપર લીગની 8મી સિઝનમાં શાહીન આફ્રિદીની ટીમ લાહોર ક્લંદર્સ ચેમ્પિયન બન્યુ હતુ. ટ્રોફી લઈને ટીમના ખેલાડીઓ વાઘા બોર્ડર પર પહોંચ્યા હતા અને જેના વિડીયો અને તસ્વીરો લાહોરની ટીમે સોશિયલ મીડિયામાં શેર કરતા જ યુઝર્સે ક્લાસ લગાવ્યો.

Video: પાકિસ્તાની ખેલાડી PSL ટ્રોફી લઈ પહોંચ્યા વાઘા બોર્ડર, તસ્વીરો શેર કરતા જ ફેન્સે બરાબરની સંભળાવી
Haris Rauf bring PSL8 trophy at Wagha Border
| Edited By: | Updated on: Mar 25, 2023 | 10:25 PM

પાકિસ્તાન સુપર લીગની સિઝન સમાપ્ત થઈ ગઈ. હવે વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગની શરુઆત આગામી શુક્રવારે થનારી છે. IPL 2023 ની સિઝન પહેલા PSL 2023 ની ટ્રોફી સાથે પાકિસ્તાનના ખેલાડીઓએ જશ્ન મનાવતા ટ્રોલ થવુ પડ્યુ છે. PSL 2023 ની સિઝનમાં શાહીન આફ્રિદીની ટીમ લાહોર ક્લંદર્સ ચેમ્પિયન બન્યુ હતુ. જેની ટ્રોફી લઈને ટીમના ખેલાડીઓ વાઘા બોર્ડર પર પહોંચ્યા હતા અને જીતનો જશ્ન મનાવતા જોવા મળ્યા હતા. જેને લઈ ભારતીય ફેન્સે સોશિયલ મીડિયા પર લાહોરની ટીમ અને તેના ખેલાડીઓને બરાબર ખેંચ્યા હતા.

લાહોર ક્લંદર્સ ટીમ સતત બીજી વાર પાકિસ્તાન સુપર લીગમાં ચેમ્પિયન બની છે. લાહોરની ટીમ ચેમ્પિયન બન્યા બાદ ટ્રોફી લઈને વાઘા બોર્ડર પર પહોંચી હતી અને જ્યાં ટીમના કેટલાક ખેલાડીઓ વિજેતા બનાવ્યાનો જશ્ન મનાવ્યો હતો. જેનો વિડીયો પણ ચેમ્પિયન લાહોર ક્લંદર્સે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો હતો. જોકે આ વિડીયો શેર કર્યા બાદ યુઝર્સે તેમને ટ્રોલ કર્યા હતા.

વિડીયો અને તસ્વીરો પર ફેન્સે બરાબર લીધા

આમ તો 23 માર્ચ પાકિસ્તાન દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ મોકો જોઈને લાહોરની ટીમના ખેલાડીઓએ ટ્રોફી સાથે બોર્ડર પર પહોંચવાના સમયનો મોકો ઉઠાવ્યો હતો. લાહોરની ટીમનો હારિસ રઉફ અને તેની સાથે જ્વેલિન થ્રોઅર અરશદ નદીમ પહોંચ્યો હતો.

લાહોર ટીમે લખ્યુ હતુ કે, હારિસ રઉફ વાઘા બોર્ડર પર PSL8 ટ્રોફી લઈને આવ્યા.

 

માત્ર વિડીયો જ નહીં પરંતુ લાહોર ક્લંદર્સ દ્વારા વાઘા બોર્ડરની તસ્વીરો પણ શેર કરી હતી. જેની પર યુઝર્શે બરાબર ક્લાસ લગાવ્યો હતો.

અનેક યુઝર્સે ભિખારી લખ્યા તો, કોઈએ પૂછી લીધુ IPL નુ નામ સાંભળ્યુ છ?

જે રીતે લાહોરની ટીમે ટ્રોફીની સાથે જશ્ન મનાવ્યો છે, તેને જોઈ ખુદ પાકિસ્તાનમાંથી તો નિરસતા જોવા મળી રહી છે, પરંતુ એ સિવાય અનેક યુઝર્સે તેમની આ રીતે તસ્વીરો માટેના જશ્નને ખૂબ ટ્રોલ કર્યો હતો. ઘણાંએ કહ્યુ હતુ કે શુ આતો જ વિશ્વકપ જીતી લાવ્યા છે કે. તો વળી ઘણાએ પૂછી લીધુ કે આઈપીએલનુ નામ સાંભળ્યુ છે ને. હદ તો ત્યારે થઈ કે, ઘણાએ એ પણ સંભળાવી કે આનાથી વધારે પૈસા તો ભારતમાં લોકલ મેચોમાં ઈનામમાં મળે છે.

1 રનથી ફાઈનલ જીતી ચેમ્પિયન બન્યુ

આમ તો ગત 19 માર્ચે પાકિસ્તાન સુપર લીગની ફાઈનલ મેચ રમાનારી હતી. પરંતુ પાકિસ્તાનના લાહોરમાં રાજકીય સ્થિતી તંગ હતી. આવી સ્થિતી વચ્ચે વાતાવરણનુ કારણ ધરીને ફાઈનલ મેચને એક દિવસ વહેલા કરવામાં આવી હતી. આ મેચમાં લાહોરની ટીમે મુલ્તાન સુલ્તાન્સ ટીમને 1 રન થી હરાવીને જીત મેળવી હતી. આમ લાહોર સતત બીજીવાર ચેમ્પિયન બન્યુ હતુ.

Published On - 10:22 pm, Sat, 25 March 23