PAK Vs SL T20 Asia Cup 2022: રાજપક્ષેની પાકિસ્તાન સામે તોફાની અડધી સદી, ખરાબ શરુઆત છતાં શ્રીલંકાએ 171 નુ લક્ષ્ય રાખ્યુ

Sri Lanka vs Pakistan, Asia Cup 2022 1st Inning Report Today: ભાનુકા રાજપક્ષેએ પાકિસ્તાનના બોલરોએ હંફાવી દીધા હતા, 2 જીવતદાન મળ્યા તેનો પણ પુરો ફાયદો ઉઠાવ્યો

PAK Vs SL T20 Asia Cup 2022: રાજપક્ષેની પાકિસ્તાન સામે તોફાની અડધી સદી, ખરાબ શરુઆત છતાં શ્રીલંકાએ 171 નુ લક્ષ્ય રાખ્યુ
Sri Lanka એ ખરાબ શરુઆત કરી હતી પરંતુ લડાયક સ્કોર ખડક્યો
| Edited By: | Updated on: Sep 11, 2022 | 9:48 PM

એશિયા કપ 2022 (Asia Cup 2022) ની ફાઈનલ મેચ દુબઈના આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. શ્રીલંકાએ ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા ખરાબ શરુઆત કરી હતી. એક બાદ એક વિકેટ ગુમાવવાનો સિલસિલો શરુઆત થી જ રહ્યો હતો. પાવર પ્લેમાં 3 વિકેટ ગુમાવનાર શ્રીલંકાની અડધી ટીમ 58 રનના સ્કોર સુધીમાં પેવેલિયન પરત ફરી ગઈ હતી. હારિસ રઉફે (Haris Rauf) 3 વિકેટ ઝડપી હતી. જોકે સ્થિતીને ભાનુકા રાજપક્ષે (Bhanuka Rajapaksa) એ સંભાળી હતી અને તેની આક્રમક અડધી સદીને લઈ શ્રીલંકાએ લડાયક સ્કોર ખડકવામાં સફળતા મેળવી હતી. શ્રીલંકાએ 20 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવીને 170 રનનો સ્કોર ખડક્યો હતો.

શ્રીલંકાએ ખરાબ શરુઆત છતાં પણ અંતિમ ઓવરોમાં રાજપક્ષેની તોફાની રમતને લઈ 170 રનનો સ્કોર ખડકવામાં સફળતા મળી હતી. રાજપક્ષાએ કરો યા મરોના જુસ્સા સાથે ડેથ ઓવરમાં બેટ ખોલી આક્રમકતા અપનાવી હતી. હસારંગા અને કરુણારત્નેએ પણ તેને મહત્વનો સાથ પુરાવ્યો હતો. રાજપક્ષેની બેટીંગ વડે શ્રીલંકાએ અંતિમ ઓવરમાં 15 રન નસીમ શાહ પર મેળવ્યા હતા.

શ્રીલંકાની ખરાબ શરુઆત

માત્ર 2 રનના સ્કોર પર જ શ્રીલંકાએ બેટીંગ ઈનીંગ કરતા પ્રથમ ઓવરમાં ત્રીજા બોલે ઓપનર કુસલ મેન્ડિસની વિકેટ ગુમાવી હતી. મેન્ડિસ ગોલ્ડન ડક આઉટ થઈને પરત ફર્યો હતો. તે નસીમ શાહના બોલ પર બોલ્ડ આઉટ થયો હતો. ત્યાર બાદ ચોથી ઓવરના બીજા બોલ પર પથુમ નિસંકાએ વિકેટ ગુમાવી હતી, તે હારિસ રઉફનો શિકાર થઈને પરત ફર્યો હતો, તેણે માત્ર 8 રન 11 બોલનો સામનો કરીને બાબર આઝમના હાથમાં કેચ ઝડપાયો હતો. આમ બંને ઓપનરો 23 રનના સ્કોર પર પરત ફર્યા હતા.

ઓપનરો બાદ 36 રનના સ્કોર પર ગુણતિલાકાના રુપમાં ત્રીજી વિકેટ ગુમાવી દીધી હતી. તેણે માત્ર 1 રન 4 બોલનો સામનો કરી નોંધાવ્યો હતો. આમ પાવર પ્લેમાં ત્રીજી વિકેટ ગુમાવી દીધી હતી. ધનંજય ડી સિલ્વા એ રાજપક્ષે સાથે મળીને સ્થિતી સંભાળવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ડિ સિલ્વા પણ પરત ફર્યો હતો. તે 21 બોલનો સામનો કરીને 28 રન નોંધાવી પરત ફર્યો હતો. કેપ્ટન દાસુન શનાકા બોલ્ડ થઈ પેવેલિયન માત્ર 2 રન નોંધાવી પરત આવ્યો હતો.

ભાનુકાની અડધી સદી

હસરંગા અને ભાનુકા રાજપક્ષેએ બાદમાં સ્કોર ખડકવાની જવાબદારી સંભાળી હતી. બંને વચ્ચે અર્ધશતકીય ભાગીદારી નોંધાઈ હતી. 36 બોલમાં જ બંનેએ 58 રનની ભાગીદારી રમત નોંધાઈ હતી. હસરંગા 21 બોલમાં 36 રન નોંધાવી આઉટ થયો હતો. ભાનુકાએ કરુણારત્ના સાથે બીજી અડધી સદીની ભાગીદારી નોંધાવી હતી. આ દરમિયાન તેણે પોતાની પણ ભાગીદારી રમત નોંધાવી હતી.. 35 બોલમાં પોતાની ફિફટી ભાનુકાએ નોંધાવી હતી. તેણે અંત સુધી ક્રિઝ પર રહીને શ્રીલંકાનો સ્કોર લડાયક સ્થિતીમાં પહોંચાડ્યો હતો. તેણે 45 બોલમાં 71 રન 3 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી નોંધાવ્યા હતા. કરુણારત્નાએ 14 બોલમાં 14 રન નોંધાવ્યા હતા.

Published On - 9:22 pm, Sun, 11 September 22