IPL 2023 દરમિયાન દુનિયા સ્ટાર ક્રિકેટરો ભારતમાં હશે તો પાકિસ્તાન ક્રિકેટ ટીમ શુ કરશે? સામે આવ્યો પ્લાન

|

Mar 20, 2023 | 10:13 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગની શરુઆત 31 માર્ચથી થનારી છે. આ દરમિયાન વિશ્વભરના સ્ટાર ક્રિકેટરો ભારતમાં IPL 2023 માં હિસ્સો લેશે. આવામાં પાકિસ્તાનના ક્રિકેટરો શુ કરશે એ પણ સવાલ છે, જોકે આ માટે પ્લાન તૈયાર છે.

IPL 2023 દરમિયાન દુનિયા સ્ટાર ક્રિકેટરો ભારતમાં હશે તો પાકિસ્તાન ક્રિકેટ ટીમ શુ કરશે? સામે આવ્યો પ્લાન
પાકિસ્તાન IPL દરમિયાન રમશે 10 મેચ

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની શરુઆત 31 માર્ચથી શરુ થનારી છે. વિશ્વભરના ખેલાડીઓ અને ક્રિકેટ ચાહકો સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગની શરુઆત થવાની રાહ આતુરતા પૂર્વક જોઈ રહ્યા છે. વિશ્વભરના ક્રિકેટરો જ્યારે ભારતમાં IPL 2023 માં વ્યસ્ત હશે ત્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમ શુ કરતી હશે એ સવાલ જરુર થતો હશે. કારણ કે પાકિસ્તાનને બાદ કરતા, વિશ્વભરના ક્રિકેટરો ભારતમાં ક્રિકેટ લીગમાં રમશે. જોકે આ દરમિયાન ન્યુઝીલેન્ડની ટીમ પાકિસ્તાનનો પ્રવાસ ખેડશે અને આ માટેનુ શેડ્યૂલ IPL ની સિઝન દરમિયાન રહેશે.

ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ટી20 અને વનડે સિરીઝ રમાનારી છે. આ માટે ન્યુઝીલેન્ડની ટીમ પાકિસ્તાનનો પ્રવાસ ખેડશે. બંને દેશો વચ્ચેની આ સિરીઝના શેડ્યૂલમાં ફેરફાર બંને ક્રિકેટ બોર્ડની સહમતીથી કરવામાં આવ્યો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કરાચીના બદલે લાહોરથી શરુ થશે સિરીઝ

આ પહેલા 13 એપ્રિલના રોજથી પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટી20 સિરીઝ શરુ થનારી હતી. જેને હવે એક દિવસ બાદ 14 એપ્રિલથી શરુ થનારી છે. તારીખમાં બંને ક્રિકેટ બોર્ડ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. લાહોરમાં શરુ થનારી ટી20 સિરીઝ 14 એપ્રિલથી 17 એપ્રિલ દરમિયાન રમાશે. જ્યાં ત્રણ ટી20 મેચ રમ્યા બાદ બાકીની બે ટી20 મેચ રાવલપિંડીમાં રમાનારી છે. સિરીઝની અંતિમ મેચ 24 એપ્રિલે રમાશે.

ટી20 આંતરરાષ્ટ્રીય મેચની સિરીઝ બાદ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે સિરીઝ રમાશે. જેની શરુઆત 26 એપ્રિલથી શરુ થશે. બંને વચ્ચે પાંચ મેચોની વનડે સિરીઝ રમાનારી છે. જેની પ્રથમ વનડે મેચ રાવલપિંડીમાં રમાશે અને ત્યાર બાદ બાકીની ચાર વનડે મેચ રાવલપિંડીમાં રમાનારી છે. વનડે સિરીઝની પ્રથમ બંને વનડે મેચ પહેલા લાહોરમાં રમાનારી છે.

 

 

વિશ્વકપનો બોયકોટ, છતાં તૈયારી!

પાકિસ્તાન ક્રિકેટ ટીમ આગામી વનડે વિશ્વકપ ભારતમાં રમાનારો હોઈ પોતાની ટીમ મોકલવાને લઈ બોયકોટની વાત કરી રહ્યુ છે. આ દરમિયાન હવે પાકિસ્તાન વનડે વિશ્વકપને લઈ તૈયારીઓ કરશે. ન્યુઝીલેન્ડની ટીમ પણ ભારતમાં રમાનારા વિશ્વકપ પહેલા પોતાની તૈયારીઓ કરશે. એશિયાઈ માહોલમાં કિવી ટીમ વનડે સિરીઝ દ્વારા સેટ થવાનો પ્રયાસ કરશે.

એશિયા કપનુ આયોજન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા થનારુ છે. જોકે ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ ખેડનારી નથી. પાકિસ્તાનની ધરતી પર એશિયા કપ રમવા માટે ભારતીય ટીમ નહીં જાય અને જેની સામે પાકિસ્તાને પણ વિશ્વકપમાં ભારત પ્રવાસે ટીમ નહીં મોકલવાની વાત કરી છે. જોકે બીજી તરફ પાકિસ્તાન વિશ્વકપની તૈયારીઓ જારી જ રાખશે એમ લાગી રહ્યુ છે.

 

Published On - 8:40 pm, Mon, 20 March 23

Next Article