પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે સિરીઝ ચાલી રહી છે. ન્યુઝીલેન્ડની ટીમની બેટિંગ ઈનીંગ ચાલી રહી હતી. આ દરમિયાન એક ગજબ સિન જોવા મળ્યો હતો. જેમાં નસીમ શાહ અંપાયરના પગે પડીને માલીશ કરવા લાગી જાય છે. તેની આ સેવાનો વિડીયો ખૂબ વાયરલ થયો છે. જોકે આ સેવા પાછળનુ કારણ કંઇક જુદુ છે. ફિલ્ડીંગ દરમિયાન થ્રો કરવામાં આવેલો બોલ સીધો જ અંપાયરના પગમાં જઈને વાગ્યો હતો. જમણા પગમાં પિડાને પગલે નસીમ શાહ પગમાં માલીશ કરવા લાગ્યો હતો, જેથી અંપાયર સાહેબને રાહત થાય.
ફિલ્ડ અંપાયર અલીમ દારના હાથમાં પાકિસ્તાનના ખેલાડીની જર્સી હતી. બોલ વાગવાની પિડાથી તેઓએ જર્સી પણ મેદાનમાં નિચે ફેંકી દીધી હતી. અલીમ દારની તકલીફને પગલે પાકિસ્તાની ખેલાડીઓ અને કિવી બેટ્સમેનો પણ તેમની પાસે દોડી આવ્યા હતા અને હાલ પૂછવા લાગ્યા હતા.
હરીસ રઉફની બોલિંગ ચાલી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. વાત એમ હતી તે, ન્યુઝીલેન્ડની બેટિંગ ઈનીંગની 36મી ઓવરના ચોથા બોલ પર ગ્લેન ફિલીપ્સે શોટ લગાવ્યો હતો. આ મીડ વિકેટ પરના શોટથી કિવી બેટ્સમેન ફિલીપ્સ 2 રન દોડી લેવા માંગતો હતો. પરંતુ ફિલ્ડર મોહમ્મદ વસીમે બોલને ફિલ્ડ કરીને તુરતજ નોન સ્ટ્રાઈક એન્ડ પર થ્રો કરી દીધો હતો. જે વિકેટથી દૂર કર્યો હતો, પરંતુ સીધો અલીમ દારના પગે જઈ વાગ્યો હતો. અલીમ દાર ફિલ્ડ અંપાયરીંગ કરી રહ્યા હતા, અને તેઓ થ્રો આવ્યો એ છેડે જ ઉભા હતા. બોલ વાગવાની ઘટના જોઈ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ હસી રહ્યો હતો.
અંપાયર દારને જમણા પગમાં બોલ વાગવાથી પિડા થવા લાગી હતી. આ જોઈ નસીમ શાહ તેમની પાસે જઈને નિચે નમી તેમના પગને મસાજ કરવા લાગ્યો હતો. જેથી અલીમ દારને પિડામાં રાહત થાય. બાદમાં મેડિકલ ટીમે દોડી આવે અંપાયરને સ્પ્રે લગાવીને રાહત માટે પ્રયાસ કર્યો હતો. અલીમ દારને બોલ વાગવાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જ શેર કર્યો છે. જે વિડીયો ખૂબ વાયરલ થયો છે.
Ouch 😬🙏#PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/JyuZ0Jwxi5
— Pakistan Cricket (@TheRealPCB) January 11, 2023
પ્રવાસી ટીમના સુકાનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ન્યુઝીલેન્ડની ઓપનીંગ જોડી માત્ર 2 રનના સ્કોર પરજ તૂટી ગઈ હતી. જોકે બાદમાં કેપ્ટન કેન વિલિયમસન અને ડેવોન કોન્વેએ જવાબદારી પોતાના ખભે ઉપાડી હતી. બંનેએ 181 રનની ભાગીદારી નોંધાવી હતી. કોન્વેએ સદી નોંધાવી હતી. તેણે 92 બોલનો સામનો કરીને 101 રન નોંધાવ્યા હતા. સદી બાદ નસીમ શાહે તેને બોલ્ડ કર્યો હતો. વિલિયમસન 85 રન નોંધાવી પરત ફર્યો હતો. ન્યુઝીલેન્ડની ટીમ 261 રન નોંધાવીને સમેટાઈ ગઈ હતી.
Published On - 8:34 pm, Wed, 11 January 23