ODI વર્લ્ડ કપની બીજી મેચમાં પાકિસ્તાને નેધરલેન્ડને 81 રને હરાવ્યું. બંને ટીમો વચ્ચેની આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. નેધરલેન્ડના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનની ટીમ 49 ઓવરમાં 286 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં નેધરલેન્ડની ટીમ 41 ઓવરમાં 205 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
પાકિસ્તાને વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં નેધરલેન્ડને 81 રને હરાવીને મોટી જીત હાંસલ કરી છે. ODI ફોર્મેટમાં નેધરલેન્ડ સામે આ તેમની સતત સાતમી જીત છે. તે અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. જો વર્લ્ડ કપની વાત કરીએ તો પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે આ ત્રીજી મેચ હતી. દરેક પાકિસ્તાની ટીમ જીતી છે.
નેધરલેન્ડના બાસ ડી લીડેએ શાનદાર અડધી સદી ફટકારી હતી. વર્લ્ડ કપમાં આ તેની પ્રથમ અડધી સદી છે. નેધરલેન્ડે 31 ઓવરમાં પાંચ વિકેટે 152 રન બનાવ્યા છે. બાસ ડી લીડે 62 રન બનાવીને અણનમ છે. સાકિબ ઝુલ્ફીકાર પાંચ રન બનાવીને અણનમ છે.
હારિસ રઉફની ઓવરમાં પાકિસ્તાનને 2 વિકેટ મળી. રઉફની 27મી ઓવરમાં નિદામાનુરુ અને તેજા આઉટ થયા. 27મી ઓવરમાં નેધરલેન્ડનો સ્કોર 133 રન હતો. મેચ જીતવા નેધરલેન્ડની ટીમે વિકેટ બચાવી રાખવી જરુરી છે.
ઈફ્તિખાર અહેમદે પાકિસ્તાનને બીજી સફળતા અપાવી. તેણે 12મી ઓવરના પહેલા બોલ પર કોલિન એકરમેનને ક્લીન બોલ્ડ કર્યો હતો. એકરમેને 21 બોલમાં 17 રન બનાવ્યા હતા. નેધરલેન્ડે 14 ઓવરમાં બે વિકેટે 58 રન બનાવ્યા છે. વિક્રમજીત સિંહ 42 બોલમાં 27 રન અને વાસ ડી લીડે નવ બોલમાં પાંચ રન બનાવીને અણનમ છે.
પાકિસ્તાનની ટીમે પહેલી ઈનિંગમાં 286 રન બનાવીને નેધરલેન્ડને 287 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટાર્ગેટનો પીછો કરતી નેધરલેન્ડની ટીમે સારી શરુઆત કરી હતી. 28 રન પર નેધરલેન્ડની પહેલી વિકેટ પડી હતી.
નેધરલેન્ડના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનની ટીમ 49 ઓવરમાં 286 રનમાં સમેટાઈ ગઈ હતી. નેધરલેન્ડને જીતવા માટે 287 રનનો ટાર્ગેટ મળ્યો છે.
44 ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર 8 વિકેટ સાથે 258 રન છે. મોહમ્મદ નવાઝ અને અફરીદી હાલમાં ક્રિઝ પર છે. પાકિસ્તાનની ટીમ મોટો સ્કોર ઉભો કરવાની તૈયારી કરી રહ્યા છે.
શાદાબ ખાને ફરી એકવાર પાકિસ્તાન ટીમ માટે ઉપયોગી ઇનિંગ રમીને મુશ્કેલી ટાળી દીધી છે.મોહમ્મદ નવાઝ સાથે મળીને ટીમને 244 રન સુધી પહોંચાડી દીધી.
40 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 6 વિકેટે 227 રન છે. નવાઝ 19 અને શાદાબ 23 રને રમી રહ્યા છે.
શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝ વચ્ચે સાતમી વિકેટ માટે 31 રનની ભાગીદારી છે. શાદાબ એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 22 રને રમી રહ્યો છે. જ્યારે નવાઝ 23 બોલમાં 14 રને રમતમાં છે. પાકિસ્તાનનો સ્કોર 6 વિકેટે 219 રન છે.
37 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 6 વિકેટે 204 રન છે. નવાઝ 10 અને શાદાબ 11 રને રમી રહ્યા છે.
37 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 6 વિકેટે 204 રન છે. નવાઝ 10 અને શાદાબ 11 રને રમી રહ્યા છે.
35 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 6 વિકેટે 196 રન છે. શાદાબ ખાન 06 અને મોહમ્મદ નવાઝ 07 રને રમી રહ્યા છે. નેધરલેન્ડના બોલરો યોગ્ય લાઇન લેન્થ પર બોલિંગ કરી રહ્યા છે.
પાકિસ્તાનની છઠ્ઠી વિકેટ 188ના સ્કોર પર પડી હતી. ફાસ્ટ બોલર બાસ ડી લીડે એક જ ઓવરમાં રિઝવાન અને ઈફ્તિખારને આઉટ કર્યા હતા. ઈફ્તિખાર 11 બોલમાં માત્ર 9 રન જ બનાવી શક્યો હતો.
પાકિસ્તાનની પાંચમી વિકેટ 32મી ઓવરમાં 182ના સ્કોર પર પડી હતી. મોહમ્મદ રિઝવાન 75 બોલમાં 68 રન બનાવીને આઉટ થયો હતો.
રાજ્યમાં રખડતા ઢોર મુકનાર પશુમાલિકો સામે હવે પાસા હેઠળ ફરિયાદ દાખલ કરાશે. રખડતા ઢોરના ત્રાસને ડામવા માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં પોતાનો એક્શન પ્લાન રજૂ કર્યો હતો. જેમાં કહ્યું, રખડતા ઢોરને પકડનાર CNCD વિભાગને પૂરતું પોલીસ રક્ષણ અપાશે. સરકારે AMCને નિર્દેશ આપ્યો છે. કોર્પોરેશનના બે અધિકારીઓની રખડતા ઢોર મુદ્દે સંપૂર્ણ જવાબદારી રહેશે. જાહેર માર્ગો પર ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મુકાયો છે.
રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને ઉજાગર કરવા તેમજ દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આયોજિત ‘મારી માટી મારો દેશ’ અભિયાનની રાષ્ટ્રવ્યાપી ભવ્ય ઉજવણીના ભાગરૂપે વન, પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને ઓલપાડ તાલુકાના અસ્નાબાદ ગામે ‘અમૃત્ત કળશ યાત્રા’ યોજાઈ હતી.
ઓલપાડ તાલુકાના એક હવસખોર આધેડે ધોરણ 8માં અભ્યાસ કરતી 14 વર્ષીય સગીરા સાથે મરજી વિરૂદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધી સગીરા સાથે દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી દીધી. સગીરાને પેટમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ લઈ જવામાં આવી અને આધેડની કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો.
પાકિસ્તાનની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઝડપી સ્કોર કરી રહેલા સઈદ શકીલે 52 બોલમાં 68 રન બનાવ્યા બાદ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. પાકિસ્તાનને 158 રનના સ્કોર પર ચોથો આંચકો લાગ્યો છે.
મોહમ્મદ રિઝવાનને સપોર્ટ કરી રહેલા સઈદ શકીલે અચાનક જ બોલરો પર વિસ્ફોટક હુમલો કર્યો હતો. થોડી જ વારમાં તેણે ચોગ્ગા અને છગ્ગા ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી. તેણે 32 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે પચાસ રન પૂરા કર્યા.
પાકિસ્તાનના 100 રન પૂરા થઈ ગયા છે. શરૂઆતના ઝટકામાંથી પાકિસ્તાન બહાર આવ્યું છે. મોહમ્મદ રિઝવાન અને સઈદ શકીલે મળીને ચોથી વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી. પાકિસ્તાને 20 ઓવરમાં ત્રણ વિકેટે 101 રન બનાવ્યા છે. રિઝવાન 38 અને શકીલ 28 રન બનાવીને અણનમ છે.
મોહમ્મદ રિઝવાન અને સઈદ શકીલે પાકિસ્તાનની ટીમને શરૂઆતના આંચકાઓમાંથી બચાવી છે. 38 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવ્યા બાદ સ્કોર 100 રનને પાર કરી ગયો હતો.
માત્ર 38ના સ્કોર પર ત્રણ વિકેટ પડ્યા બાદ રિઝવાન અને શકીલે પાકિસ્તાનની કમાન સંભાળી લીધી છે. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 41 બોલમાં 43 રનની ભાગીદારી છે. રિઝવાન 24 અને શકીલ 23 પર રમી રહ્યો છે.
13 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 3 વિકેટે 67 રન છે. નેધરલેન્ડના બોલરો યોગ્ય લાઇન લેન્થ પર બોલિંગ કરી રહ્યા છે. મોહમ્મદ રિઝવાન 17 બોલમાં 21 અને સઈદ શકીલ 9 બોલમાં 12 રને રમી રહ્યો છે.
પાકિસ્તાનને ત્રીજો ઝટકો ઈમામ ઉલ હકના રૂપમાં મળ્યો. પોલ વેન મીકેરેને ઈમામ અલ હકને આઉટ કર્યો. ઈમામ 19 બોલમાં 15 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. પાકિસ્તાનનો સ્કોર ત્રણ વિકેટે 38 રન થઈ ગયો છે.
આ મેચમાં બાબર આઝમનું બેટ ચાલ્યું નથી. નેધરલેન્ડ સામે તે માત્ર પાંચ રન બનાવી શક્યો હતો. તેણે 18 બોલનો સામનો કર્યો હતો. કોલિન એકરમેને તેને સાકિબ ઝુલ્ફીકારના હાથે કેચ કરાવ્યો હતો. પાકિસ્તાને બે વિકેટે 34 રન બનાવ્યા છે. બાબરના આઉટ થયા બાદ મોહમ્મદ રિઝવાન ક્રિઝ પર આવ્યો છે.
Pakistan vs Netherlands cricket live score : નેધરલેન્ડ સામે પહેલા વર્લ્ડ કપ મુકાબલામાં પાકિસ્તાને પહેલી વિકેટ ફખર ઝમાનના રૂપમાં ગુમાવી હતી. ફખર ઝમાન 12 રન બનાવી આઉટ થયો હતો અને કેપ્ટન બાબર આઝમ ક્રિઝ પર આવ્યો હતો.
Pakistan vs Netherlands match live score : પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે વર્લ્ડ કપનો મુકાબલો શરૂ થઈ ગયો છે. પાકિસ્તાનના ઓપનરો ઈમામ ઉલ હક્ક અને ફખર ઝમાન ક્રિઝ પર પહોંચ્યા છે અને ઇનિંગની શરૂઆત કરી છે.
PAK vs NED cricket live score : વર્લ્ડ કપ 2023માં બીજા મુકાબલામાં આજે નેધરલેન્ડ અને પાકિસ્તાનની ટક્કર થશે. મેચ પહેલા બંને દેશના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં નેધરલેન્ડે ટોસ જીતી બોલિંગ પસંદ કરી. પાકિસ્તાન પહેલા બેટિંગ કરશે.
મુંબઈમાં ગોરેગાંવ આગ પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ PMNRF તરફથી પ્રત્યેક મૃતકોના પરિવાર માટે 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
PAK vs NED live score : ક્રિકેટના મહાકુંભમાં આજએ બીજો મુકાબલો રમાશે, જેમાં પાડોશી દેશ પાકિસ્તાનનો સામનો નેધરલેન્ડ વચ્ચે થશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 2 વાગ્યે મેચ શરૂ થશે. 1:30 વાગ્યે બંને દેશના કપ્તાનો વચ્ચે ટોસ થશે.
Published On - 1:00 pm, Fri, 6 October 23