પાકિસ્તાન હાર પચાવી ન શક્યું, DRS-અમ્પાયરિંગ પર ઉઠાવ્યા સવાલ

ઓસ્ટ્રેલિયાએ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને 79 રનથી હરાવ્યું અને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી. જો કે બીજી મેચમાં હાર બાદ ટીમના ડિરેક્ટર મોહમ્મદ હાફીઝ ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો અને અમ્પાયરિંગ અને DRS પર સવાલ ઉઠાવ્યા હતા.

પાકિસ્તાન હાર પચાવી ન શક્યું, DRS-અમ્પાયરિંગ પર ઉઠાવ્યા સવાલ
Pakistan Coach
| Updated on: Dec 30, 2023 | 12:10 PM

મેલબોર્ન ટેસ્ટમાં હાર બાદ પાકિસ્તાન ટીમના ડિરેક્ટર મોહમ્મદ હાફીઝે DRS પર સવાલ ઉઠાવ્યા છે. હાફિઝે DRSને ખરાબ ટેક્નોલોજી ગણાવી છે. તેણે અમ્પાયરિંગ પર પણ સવાલો ઉઠાવ્યા છે. ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ આ રીતે કોચના નિવદેનથી ફરી એકવાર પાકિસ્તાનની હાર બાદની બહાનાબાજી સામે આવી હતી.

મોહમ્મદ રિઝવાનને આઉટ આપતા હંગામો

મોહમ્મદ રિઝવાનને આઉટ આપતા આ મેચમાં હંગામો થયો હતો. પેટ કમિન્સનો બોલ રિઝવાનના બેટની નજીક ગયો હતો. ઓસ્ટ્રેલિયન ટીમે અપીલ કરી હતી, જેને મેદાન પરના અમ્પાયરે નકારી કાઢી હતી. ઓસ્ટ્રેલિયાએ રિવ્યુ લીધો અને થર્ડ અમ્પાયરે સ્નિકોમીટરની મદદથી જોયું કે બોલ રિઝવાનના રિસ્ટ બેન્ડ પર વાગ્યો હતો અને તેને આઉટ આપ્યો હતો.

DRS ના હોત તો પરિણામ અલગ હોત

હાફિઝે મેચ બાદ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેણે સ્વીકાર્યું કે પાકિસ્તાનની ટીમે કેટલીક ભૂલો કરી છે અને તે તેના પર કામ કરશે. તેણે એમ પણ કહ્યું કે અમ્પાયરિંગમાં ખામીઓ અને ડીઆરએસ ટેક્નોલોજી માટે અભિશાપ હોવાના કારણે આ પરિણામ આવ્યું છે. ક્યારેક એવું લાગે છે કે આ ટેક્નોલોજીનો શો છે અને અમે ક્રિકેટ નથી રમી રહ્યા. હાફિઝે કહ્યું કે તેની ટીમ વધુ સારી ક્રિકેટ રમી છે જેના પર તેને ગર્વ છે.

રિઝવાન સાથે વાત કરી

રિઝવાનના આઉટ થવા પર હાફિઝે કહ્યું કે તેણે આ મામલે વિકેટકીપર-બેટ્સમેન સાથે વાત કરી હતી. તેણે કહ્યું કે રિઝવાન ખૂબ જ ઈમાનદાર વ્યક્તિ છે અને તેણે કહ્યું કે બોલ તેના ગ્લોવ્ઝની નજીક પણ નહોતો. હાફિઝે કહ્યું કે મેદાન પરના અમ્પાયરના નિર્ણયને પલટાવવા માટે નક્કર પુરાવા હોવા જોઈએ. રિઝવાનના કેસમાં એવા કોઈ નક્કર પુરાવા નથી કે જેના આધારે મેદાન પરના અમ્પાયરના નિર્ણયને બદલવો જોઈએ. ટેક્નોલોજી મદદ કરવાને બદલે અભિશાપ સાબિત થઈ રહી છે.

આ પણ વાંચો : રિષભ પંતના કાર અકસ્માતને થયું એક વર્ષ, જાણો કોણ છે તેને બીજું જીવન આપનાર ખાસ વ્યક્તિ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 11:30 am, Sat, 30 December 23