
ભારત હજુ પણ પોતાની પ્રથમ જીતની રાહ જોઈ રહ્યું છે. પ્રથમ મેચમાં તેને પાકિસ્તાન અને બીજી મેચમાં તેને ન્યૂઝીલેન્ડ સામે પરાજય મળ્યો હતો. આજે તેને અફઘાનિસ્તાનનો સામનો કરવાનો છે. પરંતુ બે જીત બાદ ભારત એવી સ્થિતિમાં છે જ્યાં તેનું ભાગ્ય તેના હાથમાં નથી. તેની પાસે હજુ ત્રણ મેચ રમવાની છે. જો તે ત્રણેય મેચ જીતી જાય તો પણ તેણે અન્ય ટીમો પર આધાર રાખવો પડશે કારણ કે જો ન્યૂઝીલેન્ડ પણ ત્રણેય મેચ જીતી જશે તો ભારતીય ટીમ આપોઆપ બહાર થઈ જશે. જો અફઘાનિસ્તાન ન્યુઝીલેન્ડને હરાવશે અને પછી ભારત તેની તમામ મેચ જીતશે તો ભારતની ક્વોલિફાય થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં તમામ ટીમો છ પોઈન્ટ પર હશે અને પછી નેટ રન રેટ નક્કી કરવામાં આવશે.

નામિબિયા અને સ્કોટલેન્ડની બે-બે હાર છે. આ બંને ટીમો ફક્ત ત્યારે જ ક્વોલિફાય થઈ શકે છે જો તે બંને તેમની બાકીની ત્રણ મેચ જીતે અને પછી નેટ રન રેટમાં સુધારો કરીને ક્વોલિફાય થાય. હાલમાં, સ્કોટલેન્ડનો નેટ રન રેટ -3.562 છે અને નામિબિયાનો નેટ રન રેટ -1.599 છે. પોતાનો રન રેટ સુધારવા માટે તેણે બાકીની મેચો મોટા માર્જિનથી જીતવી પડશે.

આજે ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે અબૂધાબીમાં મેદાને ઉતરશે. ભારતીય ટીમના કેપ્ટન માટે હાલમાં કપરો સમય છે. તેની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાની હાલત કંગાળ બની ચૂકી છે. પ્રથમ બંને મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે હારી જવાને લઇને મુશ્કેલીઓ વધી ગઇ હતી. આમ આવી સ્થિતીમાં કોઇ પણ સંજોગોમાં આજે ભારત જીતવાનો પ્રયાસ કરશે.