
હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, એક રીતે જોઈએ તો આ વીડિયો ખુબ જ ફની છે સાથે રન ન આપવા માટે ફિલ્ડિંગ ખુબ શાનદાર જોવા મળી હતી. આ મેચ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહી હતી. જેમાં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને 257 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની ટીમ મેદાનમાં આવી અને મેચ શરુ થતાની થોડી જ મિનિટમાં ઓસ્ટ્રેલિયાની એક વિકેટ પડી ગઈ હતી.
ઓસ્ટ્રેલિયાએ આ મેચ જીતવા માટે ખુબ તાકાત લગાવી અને મેચ જીતવા તમામ મહેનત લગાવી હતી. એક સમયે એવું જોવા મળ્યું કે, 6 ઓવર ચાલુ હતી જેમાં પાકિસ્તાનના બોલરે બોલિંગ કરી અને ઓસ્ટ્રેલિયાના બેટ્સમેને બોલ ફટકાર્યો અને ફિલ્ડર તરીકે સાનિયા મિર્ઝાનો પતિ શોએબ મલિકે એવી ફિલ્ડિંગ કરી કે, થોડી વાર તો લાગતું હતુ કે, ચોગ્ગો જશે નહિ અને આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ખેલાડી 4 રનને બદલે પ રન દોડી ગયા હતા. આ વીડિયો જોઈ લોકો ખુબ જ હસી રહ્યા છે.
શોએબ મલિકે 35 ટેસ્ટ મેચમાં 1898 રન બનાવ્યા છે. જેમાં 3 સદી અને 8 અડધી સદી ફટકારી છે. જ્યારે ODIમાં 287 મેચમાં 7534 રન જેમાં 603 ચોગ્ગા અને 113 સિક્સ ફટકાર છે. શોએબ મલિકનું ટી 20 ઈન્ટરનેશનલ કરિયર જોઈએ તો 124 મેચમાં 2435 રન અને 196 ચોગ્ગા અને 69 સિક્સ ફટકારી ચૂક્યો છે. ખેલાડીનું આઈપીએલ કરિયર પણ સારું જોવા મળી રહ્યં છે. 7 મેચમાં 52 રન ફટકાર્યા છે.
સાનિયા અને શોએબે 2010માં લગ્ન કર્યા હતા. સાનિયા મિર્ઝા ટેનિસ ખેલાડી રહી ચૂકી છે. અને મોટા ટાઈટલ પણ જીતી ચૂકી છે. થોડા સમય પહેલા એવા સમાચાર હતા કે, બંન્ને છુટાછેડા લઈ રહ્યા છે પરંતુ આ વિશે બંન્નેએ કયારે પણ ખુલાસો કર્યો નથી.
આ પણ વાંચો : 17 દિવસ પછી ટનલમાંથી બહાર આવ્યા બાદ શ્રમિકોનો સૌથી પહેલો પ્રશ્ન, કહ્યું, ભારતે વર્લ્ડકપ જીત્યો?