પાકિસ્તાન (Pakistan) ના ભૂતપૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હક (Inzamam-ul-Haq) ને હૃદયરોગ (Heart Attack) નો હુમલો આવ્યો હતો. ત્યારબાદ તેમની એન્જિયોપ્લાસ્ટી થઈ હતી. તેમના સમયના શ્રેષ્ઠ ક્રિકેટરોમાંના એક, ઇન્ઝમામને હળવા હૃદયરોગના હુમલાની ફરિયાદ હતી. તેમની એન્જીયોપ્લાસ્ટી સફળ રહી હતી, જે સોમવારે સાંજે લાહોરની હોસ્પિટલમાં કરવામાં આવી હતી. ઇન્ઝમામ હાલમાં હોસ્પિટલમાં છે અને હવે તે ખતરાથી બહાર હોવાનું કહેવામાં આવ્યુ છે.
તેમની ઝડપથી સ્વસ્થતા માટે પ્રાર્થના કરાઇ રહી છે. ઇન્ઝમામ છેલ્લા 3 દિવસથી છાતીમાં દુખાવાની ફરિયાદ કરી રહ્યા હતા. પ્રારંભિક તપાસમાં કંઇ મળ્યું નહોતુ. પરંતુ સોમવારે તેના હાર્ટ એટેકનો રિપોર્ટ આવ્યો હતો, જે બાદ તેની સર્જરી કરવી પડી હતી. ઇન્ઝમામની નજીકના લોકોએ જણાવ્યું કે, તેમની હાલત હવે સ્થિર છે અને હાલમાં ડોક્ટરની દેખરેખ હેઠળ છે.
51 વર્ષીય ઇન્ઝમામ વનડે ક્રિકેટમાં પાકિસ્તાનનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે 375 મેચમાં 11701 રન બનાવ્યા છે. આ દરમ્યાન તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ત્રીજો પાકિસ્તાની છે. તેણે 119 મેચમાં 8829 રન બનાવ્યા છે. આ સિવાય તેની ગણતરી પાકિસ્તાનના સૌથી સફળ કેપ્ટનોમાં પણ થાય છે. ઇન્ઝમામે વર્ષ 2007 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
નિવૃત્તિ બાદ પણ તેઓ પાકિસ્તાન ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યા. તેમણે ઘણા મહત્વના હોદ્દાઓ સંભાળ્યા હતા. તે પાકિસ્તાન ટીમના બેટિંગ સલાહકાર હતા અને 2016 થી 2019 સુધી મુખ્ય પસંદગીકાર પણ હતા. આ સિવાય ઇન્ઝમામે અફઘાનિસ્તાનના મુખ્ય કોચની ખુરશી પણ સંભાળી છે.
ભૂતપૂર્વ પાકિસ્તાની કેપ્ટનના હાર્ટ એટેકના સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાવા લાગ્યા હતા, ત્યારબાદ ચાહકો અને ક્રિકેટ સાથે જોડાયેલા લોકો તરફથી તેમના માટે પ્રાર્થનાઓ શરુ થવા લાગી હતી. અનેક ક્રિકેટ પ્રેમીઓ આ સમાચાર જાણી દુખ વ્યક્ત કરી રહ્યા છે અને તેમને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે.
Really saddened to hear about Inzamam Ul Haq’s heart attack. One of Pakistan’s greatest ever batters and a bona-fide legend of the game…keeping him in my thoughts and praying for a speedy recovery.
— Aatif Nawaz (@AatifNawaz) September 27, 2021
inzamam ul Haq suffered heart attack . May he recover soon & live a long and healthy life pic.twitter.com/Mm1Ov4EghX
— tayyba🇵🇸 (@TayybaAly) September 27, 2021
Inzamam ul Haq has suffered a heart attack and had to undergo an emergency angioplasty. Please pray for his health and speady recovery 🙏 pic.twitter.com/tZ8tHZJlPb
— S O H A I L👓 ( سہیل)🇵🇸🇵🇰 (@Msohailsays) September 27, 2021
પાકિસ્તાન માટે 35 આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર ઈન્ઝમામ પણ તે ક્રિકેટરોમાંથી એક છે, જેમણે તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડના પાકિસ્તાન પ્રવાસની મધ્યમાં નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોઈપણ દેશે ન્યુઝીલેન્ડે પાકિસ્તાન સાથે જેવુ કર્યુ તેવુ કોઈએ ન કરવું જોઈએ. તે અમારા મહેમાન હતા. જો તેમને તકલીફ હોય તો તેમણે PCB ને જણાવવું જોઈતું હતું. તેમને શ્રેષ્ઠ સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. 2009 માં શ્રીલંકાની ટીમ પર હુમલા બાદ, અમે ટીમને તે જ સુરક્ષા આપીએ છીએ જે કોઈપણ રાષ્ટ્રપતિને મળે છે.
Published On - 8:56 am, Tue, 28 September 21