Twitter Video : Live મેચમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલરે અમ્પાયરની ઉડાવી મજાક, Video વાયરલ થયો

|

Feb 05, 2023 | 4:28 PM

હાલના દિવસોમાં પાકિસ્તાનના ઘણા ખેલાડીઓ બાંગ્લાદેશ પ્રીમિયર લીગ, બાંગ્લાદેશમાં રમાતી T20 લીગમાં રમી રહ્યા છે. હાલમાં જ નસીમ શાહનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે સાથી ખેલાડીના મોટાપાની મજાક ઉડાવતો જોવા મળ્યો હતો. હવે ફાસ્ટ બોલરે અમ્પાયરની નકલ કરી છે.

Twitter Video : Live મેચમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલરે અમ્પાયરની ઉડાવી મજાક, Video વાયરલ થયો
પાકિસ્તાનના ફાસ્ટ બોલરે અમ્પાયરની ઉડાવી મજાક
Image Credit source: Twitter

Follow us on

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓ એક યા બીજા કારણોસર ચર્ચામાં આવે છે. આ દિવસોમાં પાકિસ્તાનના ઘણા ખેલાડીઓ બાંગ્લાદેશ પ્રીમિયર લીગ, બાંગ્લાદેશમાં રમાતી T20 લીગમાં રમી રહ્યા છે. હાલમાં જ નસીમ શાહનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે સાથી ખેલાડીની મોટાપાની મજાક ઉડાવતો જોવા મળ્યો હતો. હવે અમ્પાયરની નકલ કરી છે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર હસન અલીનું નામ અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવે છે. UAEમાં 2021ની સેમી ફાઇનલમાં શાહીન શાહ આફ્રિદીના બોલ પર કેચ લીધા બાદ આ ખેલાડીએ હવે બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં ફિલ્ડ અમ્પાયરની નકલ કરી છે. મેદાન પર મજાક કરવા માટે જાણીતા આ બોલરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

હસન અલીએ અમ્પાયરના આઉટની નકલ કરી

4 ફેબ્રુઆરીએ ચિત્તાગોંગ ચેલેન્જર્સ અને કોમિલા વિક્ટોરિયન્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન હસન અલીએ અમ્પાયરના આઉટની નકલ કરી હતી. તેણે ચિટાગોંગ ટીમ સામે કોમિલા તરફથી છેલ્લી ઓવર ફેંકતી વખતે પ્રથમ બોલ પર આફિફ હુસૈનની વિકેટ મેળવી હતી. જ્યારે અમ્પાયર ગાઝી સોહેલે આઉટ આપવા માટે આંગળી ઉંચી કરી ત્યારે તેણે જોયું કે હસન અલીએ પણ આવો જ ઈશારો કરી રહ્યો હતો. આ જોઈને તે હસ્યો અને હસનનો હાથ પકડીને તેને નીચે કર્યો હતો.

ઉસ્માન ખાનના 52 રન અને અફીફ હુસૈનના 66 રનની મદદથી ચિટાગોંગની ટીમે 7 વિકેટે 156 રન બનાવ્યા હતા. પાકિસ્તાનના વિકેટકીપર મોહમ્મદ રિઝવાને 47 બોલમાં 61 રન બનાવ્યા હતા અને છેલ્લે મોસાદિક હુસેનની અણનમ 37 રનની ઇનિંગના આધારે ચેલેન્જર્સે 19 ઓવરમાં 4 વિકેટના નુકસાને જીત મેળવી હતી.

પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ થતા મેચ રોકવામાં આવી

આજે પાકિસ્તાનના ક્વેટામાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ મુસા ચોકમાં થયો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ બ્લાસ્ટ ત્યારે થયો જ્યારે બાબર આઝમ અને સરફરાઝ અહેમદની ટીમો વચ્ચે ક્વેટામાં મેચ ચાલી રહી હતી. ક્વેટામાં ચાલી રહેલી આ મેચ પાકિસ્તાન સુપર લીગની એક મેચ હતી. રેવસ્પોર્ટ્ઝના અહેવાલ મુજબ મેચ ચાલી રહી હતી ત્યારે બોમ્બ ફાટ્યો હતો. બ્લાસ્ટ થયા બાદ  મેચને રોકી દેવામાં આવી હતી.

Next Article