કાઉન્ટી ક્રિકેટમાં આ ટીમ માટે રમશે પાકિસ્તાનનો હસન અલી, વસીમ અકરમ પણ રહી ચુક્યો છે આ ટીમનો ભાગ

મને પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર વસીમ અકરમના રસ્તા પર ચાલવા માટે ઘણો ગર્વ છે. તે હંમેશા લંકાશાયર ટીમ માટે રમ્યા છે. હું આ કાઉન્ટી ટીમ સાથે જોડાવવા માટે ઘણો આતુર છુંઃ હસન અલી

કાઉન્ટી ક્રિકેટમાં આ ટીમ માટે રમશે પાકિસ્તાનનો હસન અલી, વસીમ અકરમ પણ રહી ચુક્યો છે આ ટીમનો ભાગ
Hasan Ali (File Photo)
| Edited By: | Updated on: Mar 02, 2022 | 6:07 PM

ઇંગ્લિશ કાઉન્ટી ટીમ લંકાશાયરે (Lancashire Cricket) કાઉન્ટી ચેમ્પિયનસિપ 2022 ની પહેલા 6 મેચ માટે ટોચના પાકિસ્તાની ફાસ્ટ બોલર હસન અલી (Hasan Ali) ની સાથે કરાર કર્યો છે. 27 વર્ષના હસન અલીનો શાનદાર ટ્રેક રેકોર્ડ છે અને તેણે ટેસ્ટ મેચમાં 21ની એવરેજથી 72 વિકેટ ઝડપી છે અને કુલ 23 પ્રથમ શ્રેણીની મેચમાં 244 વિકેટ ઝડપી છે. હસન અલી પહેલીવાર ઓગસ્ટ 2016 માં એમિરેટ્સ ઓલ્ડ ટ્રેફર્ડમાં ઇંગ્લેન્ડ સામે ટી20માં ડેબ્યુ કરતા પહેલા વન-ડે મેચમાં પાકિસ્તાન (Pakistan Cricket) માટે રમ્યો હતો.

ત્યાર બાદ, તેણે 2017ની શરૂઆતમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું અને પોતાના દેશ માટે રેડ બોલ ક્રિકેટમાં અત્યાર સુધી 17 મેચ રમી ચુક્યો છે. હસન અલીની ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો અત્યાર સુધી તે છ વાર પાંચ વિકેટ લઇ ચુક્યો છે. આ સિદ્ધી તેણે એકવાર નંબર વન ટીમ ન્યુઝીલેન્ડ સામે પણ મેળવી ચુક્યો છે.

 

હસન અલીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું છે કે, “મને પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર વસીમ અકરમના રસ્તા પર ચાલવા માટે ઘણો ગર્વ છે. તે હંમેશા લંકાશાયર ટીમ માટે રમ્યા છે. હું આ કાઉન્ટી ટીમ સાથે જોડાવવા માટે ઘણો આતુર છું. ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ બાદ હું કાઉન્ટી ટીમ સાથે જોડાઇ જઇશ. મને આ ટીમ માટે મહત્વપુર્ણ યોગદાન આપવાની આશા છે.”

હસન અલીને ઇંગ્લેન્ડની 2017 આઈસીસી ચેમ્પિયનશિપ ટ્રોફી માટે પાકિસ્તાનની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજેતા બનવા માટે તેણે મહત્વપુર્ણ ભુમિકા ભજવી હતી. હસન અલીએ પાકિસ્તાનના આક્રમણનું નેતૃત્વ કર્યું હતું. જેમાં 17 વિકેટ લઇને મુખ્ય લેનાર ખેલાડી અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ પણ જીત્યો હતો.

કાઉન્ટી ટીમ લંકાશાયરના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, “તે 1 એપ્રિલના રોજ અમીરાત ઓલ્ડ ટ્રેફર્ડ પહોંચશે અને 14 એપ્રિલના રોજ કેન્ટરબરીમાં કેન્ટ સામે ઇંગ્લિસ કાઉન્ટમાં ડેબ્યુ કરવા માટે તૈયાર રહેશે. લંકાશાયર ક્રિકેટમાં જોડાવા માટે સહમત થયા બાદ હસન અલીએ કહ્યું કે, “હું મારી કારકિર્દીમાં પહેલીવાર ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટમાં રમવા માટે ઘણો ઉત્સાહીત છું. અમીરાત ઓલ્ડ ટ્રેફર્ડ એક એવું સ્ટેડિયમ છે જે મારા માટે ઘણી યાદો ધરાવે છે. અહીં મેં ટી20 બાદ 2016 માં ઇંગ્લેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું.”

આ પણ વાંચો : ICC Ranking : ટી20 રેન્કિંગમાં આ ભારતીય બેટ્સમેનની જબરદસ્ત છલાંગ, તો કોહલીને થયું નુકસાન

આ પણ વાંચો : IND vs SL: ભારત સામે આ 4 શ્રીંલકન ખેલાડીઓ આપી શકે છે ટક્કર, હિટમેન એન્ડ કંપની પણ સામના માટે તૈયાર