અત્યાર સુધી તમે સાંભળ્યુ હશે કે આ દીવાળી ખુશીઓની દીવાળી પરંતુ, આ વખતે દિવાળીએ પાકિસ્તાનની હાર થઈ છે. ભારતની જીત વાળી દીવાળી છે. તેમજ આ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan Cricket Team) ના ડ્રેસિંગ રૂમમાં પ્રવર્તી સન્નાટાની પણ દીવાળી સાક્ષી બની છે, આ વખતે ભારતમાં દિવાળીની ઉજવણી બમણી ખુશીઓ ભરી મનાવવામાં આવી રહી છે. હા, મેલબોર્નમાં ભારતની પાકિસ્તાન (India vs Pakistan) સામે 4 વિકેટની જીત બાદ દિવાળી મનાવવાનું કારણ બમણું થઈ ગયું હશે. પરંતુ, તે હારને કારણે પાકિસ્તાનમાં ભારે સન્નાટો છવાયો છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમ ના ડ્રેસિંગ રૂમનો નજારો જોઈને જાણે માતમ છવાઈ ગયો હતો.
સામાન્ય રીતે પાકિસ્તાનના ડ્રેસિંગ રૂમમાં પીસીબી પોતાના ખેલાડીઓની ઉછળ કૂદવાળી તસવીરો શેર કરતું રહે છે. પરંતુ, આ વખતે જે વીડિયો સામે આવ્યો છે, તેમાં એ જ ખેલાડીઓ એટલા શાંત થઈને સૂમસામ બેઠેલા જોવા મળે છે, જાણે કે સાપ સૂંઘ્યો હોય. જો કે, ભારત સામે મળેલી હાર સાપને સુંઘવાથી ઓછુ નથી. કહેવાય છે કે તમે જીતો તો શાનથી, ભારતે પણ પાકિસ્તાન સામેની ફતેહમાં પણ એમ જ કર્યુ છે. કારણ કે જો આવું ન થયું હોત તો ભારત કે દુનિયાભરના નિષ્ણાતોની જેમ પાકિસ્તાનના ક્રિકેટ નિષ્ણાતો પણ બેટથી વિસ્ફોટક દેખાતા વિરાટના વખાણ ન કરી શક્યા હોત.
જો કે મેલબોર્નમાં ભારત સામેની હાર બાદ પાકિસ્તાનના ડ્રેસિંગ રૂમનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં દેખાઈ રહેલા આ એ જ પાકિસ્તાની ખેલાડીઓ છે, જેઓ મેલબોર્નના મેદાન પર ભારતીય ટીમની દિવાળી બગાડવા માંગતા હતા. પરંતુ, રોહિત શર્મા એન્ડ કંપનીએ તેમના ઈરાદાઓ પર એવો બોમ્બ ફોડ્યો કે તેમનો ડ્રેસિંગ રૂમ જર્જરિત થઈ ગયો.
“We win as one and lose as one!”
Listen what Matthew Hayden, Babar Azam and Saqlain Mushtaq told their players following a heartbreaking loss in Melbourne.#T20WorldCup | #WeHaveWeWill pic.twitter.com/suxGf34YSe
— Pakistan Cricket (@TheRealPCB) October 23, 2022
આ વીડિયો જોઈને તમે પાકિસ્તાનના ડ્રેસિંગ રૂમમાં સન્નાટાનો અંદાજ લગાવી શકો છો. ખેલાડીઓ કેવી રીતે માથું પકડીને બેઠા છે? તેમને જોઈને એવું લાગે છે કે તેઓ ભારત સામે માત્ર એક મેચ નથી હારી, તેઓ T20 વર્લ્ડ કપ હારી ગયા છે.
વીડિયોમાં પાકિસ્તાની ખેલાડીઓના ચહેરા પર નિરાશા એટલી હાવી છે કે તેની સામે કેપ્ટન બાબર આઝમનો ઉત્સાહ પણ ઠંડો પડી ગયો છે. બાબર આઝમે ચોક્કસપણે કહ્યું કે તે માત્ર એક જ મેચ હારી છે, ટી-20 વર્લ્ડ કપ નહીં. પરંતુ, આ પછી પણ પાકિસ્તાની ખેલાડીઓના ચહેરા પરથી ગમ દૂર થયો નહીં. થાય પણ કેવી રીતે તેઓનુ ભારતની દિવાળીની ઉજવણી બગાડવાનુ તેમનુ અશક્ય સપનુ તૂટી ગયુ.
Published On - 9:55 am, Mon, 24 October 22