બોલો! જેલવાસ ભોગવી ચૂકેલ મેચ ફિક્સર હવે પાકિસ્તાન ક્રિકેટ ટીમ પસંદ કરવા આપશે ‘કિંમતી’ સલાહ

|

Dec 01, 2023 | 11:30 PM

પાકિસ્તાન ક્રિકેટ ટીમની હાલત આમ તો હાલમાં ખૂબ જ ખરાબ સમયથી પસાર થઈ રહી છે. ભારતમાં રમાયેલ વનડે વિશ્વકપમાં ખરાબ પ્રદર્શન કરતા લીગ તબક્કામાં જ ટીમ બહાર ફેંકાઈ ગઈ હતી. હવે પાકિસ્તાન ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પહોંચી છે, જ્યાં કૂલી નંબર-1ની સ્થિતિમાં જોવા મળી છે. ત્યાં હવે આવી સ્થિતિ વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકારના સલાહકાર તરીકે મેચ ફિક્સિંગને કારણે જેલમાં જઈ આવેલા પૂર્વ ખેલાડીને નિમણૂંક અપાઈ છે. આ જોઈને ચોંકવા જેવુ કંઈ રહ્યુ હોય એમ લાગતુ નથી, કારણ કે પાકિસ્તાનમાં ક્રિકેટનું સ્તર હવે તળીયે જવા લાગ્યુ છે.

બોલો! જેલવાસ ભોગવી ચૂકેલ મેચ ફિક્સર હવે પાકિસ્તાન ક્રિકેટ ટીમ પસંદ કરવા આપશે કિંમતી સલાહ
સલમાન હવે સલાહકાર

Follow us on

પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર તરીકે વહાબ રિયાઝને નિમવામાં આવ્યો હતો. ત્યાર બાદ હવે પાકિસ્તાનના ત્રણ પૂર્વ ક્રિકેટરોને ચીફ સિલેક્ટર વહાબના સલાહકાર તરીકે નિમવામાં આવ્યા છે. જેમાંથી એક મેચ ફિક્સિંગને લઈ જેલમાં જઈ આવેલા પૂર્વ ક્રિકેટર સલમાન બટનું નામ સામેલ છે. આ સાંભળતા જ અનેક લોકોને મન સવાલ થયા હતા તે, હવે પાકિસ્તાનમાં ક્રિકેટના સ્તરને ક્યાં લઈ જવાની દિશા છે.

ત્રણ પૂર્વ ક્રિકેટરોની સલાહકાર તરીકે નિમણૂંક

ચીફ સિલેક્ટર વહાબ રિયાઝના મુખ્ય સલાહકાર તરીકે ત્રણ પૂર્વ ક્રિકેટરોની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં કામરાન અકમલ, રાવ ઈફ્તિખાર અંજૂમ અને ત્રીજો સલમાન બટ છે. સલમાન બટ હવે ચીફ સિલેક્ટરને ખેલાડીઓની પસંદગીને મામલે સલાહ આપશે. પરંતુ તેની આ નિમણૂંકને લઈ સવાલો સર્જાઈ ગયા છે. જોકે પાકિસ્તાનમાં આ બધુ હવે સામાન્ય છે. જ્યાં સ્વમાન જેવી સ્થિતિ બચી ના હોય એવી સ્થિતિ છે.

સલાહકારના રુપમાં આ ત્રણેય પૂર્વ ક્રિકેટરોની કામગીરી આગામી વર્ષની શરુઆતે શરુ થશે. તેઓની પ્રથમ જવાબદારી T20 ક્રિકેટ ટીમની પસંદગી માટેની સલાહ સાથે જ અસલી કામગીરી શરુ થશે. જે ટીમ ન્યુઝીલેન્ડ સામેની સિરીઝને લઈ પસંદ કરવામાં આવશે. જે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાનારી ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ બાદ રમાશે.

GST on Water : પાણી પર કેટલા ટકા GST લાગે છે? જાણી લો
આ એક્ટ્રેસ પાસે છે ગાડીઓનું તગડુ કલેક્શન, ફરી ખરીદી 1 કરોડની કાર
આ છે દુનિયાનો સૌથી અમીર રાજા, બહેન, અભિનેત્રી સહિત અનેક મહિલાઓ સાથે કર્યા છે લગ્ન
અંબાણીની દીકરીનો ગ્લેમરસ લુક, બંને વહુ પણ નથી ઓછી, જોઈ લો તસવીર
અંબાણી સિવાય ભારતમાં બીજા કોની પાસે છે Rolls Royce કાર ?
Desi Ghee : માથા પર દેશી ઘી લગાવવાથી શું થાય છે? નિષ્ણાત પાસેથી જાણો

જેલમાં રહી ચૂક્યો છે સલમાન

સલાહકાર તરીકે નિમાયેલ સલમાન બટ વર્ષ 2010માં સ્પોટ ફિક્સિંગ મામલામાં ઝડપાયો હતો. આઈસીસીએ વર્ષ 2010ના સપ્ટેમ્બર મહિનામાં ત્રણ પાકિસ્તાની ખેલાડીઓને સ્પોટ ફિક્સિંગના મામલે ઝડપાતા સસ્પેન્ડ કરી દીધા હતા. જેમાં મોમ્મદ આમીર, મોહમ્મદ આસીફ અને સલમાન બટના નામ સામેલ હતા. આ ત્રણેય ક્રિકેટરોએ સટોડીયાઓના કહેવા પર ઈંગ્લેડ સામેની લોર્ડઝ ટેસ્ટ મેચમાં મહત્વના સમયે જ નો બોલ ફેંકવાનુ ષડયંત્ર રચ્યુ હતુ. જેમાં તે ઝડપાઈ ગયા હતા. એક મીડિયા રિપોર્ટમાં બતાવ્યુ હતુ કે, બટે વ્યક્તિગત રીતે પોતાના ખોટા કામનો એકરાર કર્યો હતો. જેમાં નો-બોલ ફેંકવાને લઈ મળેલ નિર્દેશ સામેલ હતા.

સલમાન બટ સહિત ત્રણેય પાકિસ્તાની ક્રિકેટરોને બ્રિટીશ ક્રાઉન કોર્ટે દોષીત જાહેર કર્યા હતા અને જેલની સજા સંભળાવી હતી. સલાહકાર નિમાયેલ પૂર્વ ક્રિકેટર સલમાન બટે કેંટમાં આવેલ કેંટરબરી જેલમાં 7 મહિના વિતાવ્યા હતા. બટને વર્ષ 2012 માં છોડવામાં આવ્યો હતો. બાદમાં બટ ઘરેલુ ક્રિકેટમાં રમતો જોવા મળ્યો હતો. જ્યારે અન્ય બંને ખેલાડીઓને પાકિસ્તાન ટીમમાં સ્થાન મળ્યુ હતુ.

આ પણ વાંચોઃ પાકિસ્તાની ક્રિકેટર કૂલી નંબર-1, ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઉતરતા જ સામાન ટ્રકમાં ભરવો પડ્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 10:31 pm, Fri, 1 December 23

Next Article