PAKvAUS: પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝમાં સ્ટેડિયમમાં 100% દર્શકોને પ્રવેશ મળશે

|

Mar 01, 2022 | 10:03 PM

આ વખતે ઓસ્ટ્રેલિયાની ટીમ પાકિસ્તાન સામે ટેસ્ટ સીરિઝ સહિત વન-ડે સીરિઝ પણ રમશે. જ્યારે બંને સીરિઝ બાદ એક માત્ર ટી20 મેચનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

PAKvAUS: પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝમાં સ્ટેડિયમમાં 100% દર્શકોને પ્રવેશ મળશે
Pakistan cricket (File Photo)

Follow us on

પાકિસ્તાન (Pakistan Cricket) અને ઓસ્ટ્રેલિયા (Australia Cricket) વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સીરિઝ રમાવા જઇ રહી છે. જેને પગલે તમામ ટેસ્ટ મેચમાં સ્ટેડિયમમાં 100 ટકા દર્શકોને પ્રવેશવાની પરવાનગી આપવામાં આવી છે. નેશનલ કમાન્ડ એન્ડ ઓપરેશન સેન્ટર સંપુર્ણ સ્ટેડિયમમાં દર્શકોને આવવા માટે પરવાનગી આપી દીધી છે. બંને ટીમો વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સીરિઝ રમાશે. જેમાં પહેલી ટેસ્ટ મેચ 4 માર્ચથી રાવલપિંડીમાં રમાશે.

નેશનલ કોવિડ બોડીએ જાહેર કરેલી સુચના પ્રમામે 4 માર્ચથી પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી ટેસ્ટ મેચમાં 100 ટકા દર્શકનો સ્ટેડિયમમાં પ્રવેશવાની પરવાનગી છે. તો વધુમાં જણાવવામાં આવ્યું છે કે સ્ટેડિમમાં 12 વર્ષથી ઓછી ઉમરના બાળકોને પણ સ્ટેડિયમમાં પ્રવેશવાની પરવાનગી આપવામાં આવી છે. જોકે આ સમયે SOP નું ખાસ ધ્યાન રાખવામાં કહેવામાં આવ્યું છે. જે અંતર્ગત 12 વર્ષની વધુની ઉમરના લોકો સંપુર્ણ વેક્સિનેશન કરાવ્યા બાદ  સ્ટેડિયમમાં પ્રવેશ કરી શકશે. જો સંપુર્ણ વેક્સિનેશનનું સર્ટિફિકેટ નહીં બતાવવામાં આવે તો તેમને સ્ટેડિયમમાં પ્રવેશ મળશે નહીં. જેથી કોરોનાની ગાઇડલાઇનનું ક્રિકેટ ચાહકોએ સંપુર્ણપણે પાલન કરવાનું રહેશે.

મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયાની ટીમ 24 વર્ષ બાદ પાકિસ્તાનની ધરતી પર ક્રિકેટ મેચ રમવા માટે આવી રહી છે. એવામાં પાકિસ્તાન ક્રિકેટ અને પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો માટે આ મહત્વની બાબત કહી શકાય. જોકે ખેલાડીઓની હોટલ અને મેચ સમયે સુરક્ષાને ધ્યાને રાખીને હજારોની સંખ્યામાં પોલીસ કર્મીઓ અને કમાંડો હાજર છે. ઓસ્ટ્રેલિયાના સુકાની પેટ કમિન્સે સુરક્ષાને લઇને પ્રતિક્રિયા આપતા સંતુષ્ટિ જણાવી હતી. જોકે એક દિવસ પહેલા ઓસ્ટ્રેલિયાના ખેલાડી એશ્ટન અગરને સોશિયલ મીડિયામાં કોઇએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પણ તપાસ બાદ સામે આવ્યું કે તે સાચુ ન હતું.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ પહેલા ઓસ્ટ્રેલિયા જ્યારે 1998 માં પાકિસ્તાનના પ્રવાસે આવ્યું હતું ત્યારે બંને દેશ વચ્ચે ટેસ્ટ અને વન-ડે સીરિઝ રમાઈ હતી. જેમાં બંને ટેસ્ટ અને વન-ડે સીરિઝમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને કારમી હાર આપી હતી. તે સમયે ઓસ્ટ્રેલિયાની સૌથી મજબુત ટીમ ગણાતી હતી. તો આ વખતે ઓસ્ટ્રેલિયાની ટીમ પાકિસ્તાન સામે ટેસ્ટ સીરિઝ સહિત વન-ડે સીરિઝ પણ રમશે. જ્યારે બંને સીરિઝ બાદ એક માત્ર ટી20 મેચનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ISSF World Cup: સૌરભ ચૌધરીએ ગોલ્ડ જીતી ભારતને અપાવ્યો પ્રથમ મેડલ, ઇશા સિંહે સિલ્વર મેડલ પોતાને નામ કર્યો

આ પણ વાંચો : PAKvAUS: ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ પહેલા પાકિસ્તાનની ક્રિકેટ ટીમનો મુખ્ય ખેલાડી થયો કોરોના સંક્રમિત

Next Article