
પાકિસ્તાને બુધવારે સિડનીમાં રમાયેલી T20 વર્લ્ડ કપ 2022ની પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડને સાત વિકેટે હરાવીને પાકિસ્તાન ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. પાકિસ્તાન જે થોડા દિવસો પહેલા વિશ્વ કપમાંથી લગભગ બહાર થઈ ગયું હતું, તેણે ધમાકેદાર પુનરાગમન કર્યું અને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. પાકિસ્તાન 1992માં વન ડે વર્લ્ડ કપ અને હાલમાં ચાલી રહેલા T20 વર્લ્ડકપમાં અનેક સંયોગ જોવા મળી રહ્યા છે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમ ઘણા ઉતાર-ચઢાવ સાથે ફાઇનલમાં પહોંચી છે. પાકિસ્તાન સાથે ભૂતકાળમાં પણ આવું બન્યું છે. વર્ષ 1992માં પણ પાકિસ્તાનની ટીમે આવી જ રીતે ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જે બાદ પાકિસ્તાને ઈંગ્લેન્ડને હરાવીને વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ઈમરાન ખાનની કપ્તાનીમાં પાકિસ્તાનની જીત પાકિસ્તાની ક્રિકેટ ચાહકોના મનમાં હજુ પણ તાજી છે.
પાકિસ્તાને વર્લ્ડકપ 1992ની સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં જીત મેળવી હતી. આ ઉપરાંત પાકિસ્તાને તે સમયે ઈગ્લેન્ડને ફાઈનલમાં હરાવ્યું હતું. આ વખતે પણ ફાઈનલ પાકિસ્તાન અને ઈગ્લેન્ડ વચ્ચે મેચ રમાવાની છે. જેમાં સંયોગ મુજબ પાકિસ્તાનની જીત થઈ શકે છે.
T20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વગર ભારતીય ટીમ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટને ચેઝ કરી લીધો હતો.