PAK vs NZ: પાકિસ્તાને ફાઈનલમાં એન્ટ્રી મેળવી, જાણો જીતના 5 મોટા કારણો

T20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલમાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. આ સાથે તેણે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.

PAK vs NZ: પાકિસ્તાને ફાઈનલમાં એન્ટ્રી મેળવી, જાણો જીતના 5 મોટા કારણો
Pakistan ફાઈનલમાં પહોચ્યુ
| Edited By: | Updated on: Nov 09, 2022 | 5:27 PM

પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવી T20 વર્લ્ડ કપ ની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જ્યાં તેનો મુકાબલો 13 નવેમ્બરે ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાનારી બીજી સેમીફાઈનલના વિજેતા સાથે થશે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ સેમીફાઈનલ મેચની વાત કરીએ તો કીવી ટીમે પ્રથમ બેટિંગ કરતા 152 રન બનાવ્યા હતા. પાકિસ્તાને 153 રનના ટાર્ગેટને 3 વિકેટના નુકસાને સરળતાથી હાંસલ કરી લીધો હતો. આ સાથે ન્યૂઝીલેન્ડે વર્લ્ડ કપના નોકઆઉટમાં પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.

જોકે, આ ટુર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડનું પ્રદર્શન વધુ શાનદાર રહ્યું હતું. ગ્રુપ 1માં ટોચ પર રહીને તે સેમિફાઈનલમાં પહોંચી હતી, જ્યારે પાકિસ્તાન અહી પહોચી ગયું હતું, પરંતુ તેમ છતાં જો તે ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી તો તેની પાછળ 5 કારણો છે.

  1. પાકિસ્તાનની જીતનું સૌથી મોટું કારણ ન્યૂઝીલેન્ડને મજબૂત શરૂઆત કરવાની કોઈ તક ના આપવી. બાબર આઝમે ટોસ સમયે કહ્યું હતું કે તે પણ પહેલા બેટિંગ કરવા માંગે છે, પરંતુ જો આમ ન થયું તો તે હવે શરૂઆતની ઓવરોમાં દબાણ બનાવશે. બરાબર એવું જ થયું. પાકિસ્તાની બોલરોએ કિવી બેટ્સમેનોને પ્રથમ 10 ઓવરમાં રમવાની તક પણ આપી ન હતી. 48 રનમાં એક સમયે ત્રણ વિકેટ મળી હતી. કેન વિલિયમસન અને ડેરેલ મિશેલે ઇનિંગ્સને સંભાળી ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું.
  2. પાકિસ્તાનની સૌથી મોટી તાકાત તેનું બોલિંગ ડિપાર્ટમેન્ટ છે. પાકિસ્તાની બોલરો સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે. શાહીન શાહ આફ્રિદી પણ ઈજામાંથી સાજા થયા બાદ ફોર્મમાં આવી ગયો છે. ઓપનર ફિન એલન અને કેન વિલિયમસન પણ તેને સમજી શક્યા ન હતા. આફ્રિદીએ બંનેનો શિકાર કર્યો હતો. ખાસ કરીને, તેણે ડેરેલ મિશેલ સાથે વિલિયમસનની મજબૂત ભાગીદારીને આગળ વધવા ન દીધી, કારણ કે જો આ ભાગીદારી વધુ થોડો સમય ક્રિઝ પર રહી તો પાકિસ્તાન માટે મુશ્કેલી બની શકે છે. મિશેલ 53 રને અણનમ રહ્યો હતો.
  3. પાકિસ્તાનની આ મોટી જીતનું ત્રીજું સૌથી મોટું કારણ મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમનું યોગ્ય સમયે ફોર્મમાં આવવું હતું. આ ટુર્નામેન્ટમાં બંને પોતાની જૂની લય પાછી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમની હાલત વધુ ખરાબ હતી. છેલ્લી 5 મેચમાં તે 50 રન પણ બનાવી શક્યો ન હતો, પરંતુ સેમિફાઇનલમાં પાકિસ્તાનના બંને ઓપનર એકસાથે ગયા હતા અને બંનેએ 105 રનની અજોડ ભાગીદારી કરીને મેચને એકતરફી બનાવી દીધી હતી. બંને બેટ તરફથી અડધી સદી ફટકારવામાં આવી હતી.
  4. બાબરે આ મેચમાં અડધી સદી ફટકારીને જબરદસ્ત શરૂઆત કરી હતી, પરંતુ તેને ચોથા બોલ પર પ્રથમ ઓવરમાં જ જીવનદાન મળ્યું હતું. તે ગોલ્ડન ડક થવાથી બચી ગયો. ડેવોન કોનવે ટ્રેન્ટ બોલ્ટના બોલ પર કેચ ચૂકી ગયો, જેનો ફાયદો બાબર આઝમે ઉઠાવ્યો.
  5. પાકિસ્તાને ન્યૂઝીલેન્ડની નબળી ફિલ્ડિંગનો ફાયદો ઉઠાવવાની એક પણ તક ગુમાવી ન હતી. સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડે 3 કેચ છોડ્યા અને બે વખત રન આઉટની તક ગુમાવી, જેનો પાકિસ્તાને ફાયદો ઉઠાવ્યો.

Published On - 5:17 pm, Wed, 9 November 22