Padma Awards: આ ખેલાડીઓને રાષ્ટ્રપતિએ કર્યા સન્માનિત, પીવી સિંધુને પદ્મ ભૂષણ અને મેરીકોમને પજ્ઞ વિભૂષણ એવોર્ડ અપાયો

|

Nov 08, 2021 | 4:39 PM

પીવી સિંધુ (PV Sindhu) અને રાની રામપાલે (Rani Rampal) ઘણી વખત પોતાની રમતથી દેશનું નામ રોશન કર્યું છે અને બંનેએ પોતપોતાની રમતમાં નવા કિર્તીમાન પણ સ્થાપ્યા છે.

1 / 9
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) સોમવારે પદ્મ પુરસ્કારો (Padma Awards)નું વિતરણ કર્યું. આ વર્ષે આ એવોર્ડ બે વર્ષ માટે આપવામાં આવી રહ્યા છે. આમાં 2020 અને 2021 માટેના પુરસ્કારોનો સમાવેશ થાય છે. તેમાંથી રમતગમતની હસ્તીઓને પણ પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. કુલ સાત સ્પોર્ટ્સ પર્સનાલિટીને પદ્મ એવોર્ડ આપવામાં આવ્યા છે. અમે તમને એવા જ લોકો વિશે જણાવી રહ્યા છીએ જેમને આ એવોર્ડ આપવામાં આવ્યા હતા.

2 / 9
ભારતની સૌથી સફળ મહિલા બોક્સરોમાં ગણાતી મેરી કોમ (Mary Kom) ને પદ્મ વિભૂષણ-2020 એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. મેરી કોમે લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિવાય તેણે પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ તેમજ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

3 / 9
આ વખતે ટોક્યો ઓલિમ્પિક-2020માં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતની સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ (PV Sindhu) ને પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. સિંધુએ રિયો ઓલિમ્પિક-2016માં પણ સિલ્વર મેડલ જીત્યો હતો. સિંગલ્સ ઈવેન્ટમાં ભારત માટે બે ઓલિમ્પિક મેડલ જીતનારી તે પ્રથમ મહિલા અને એકંદરે બીજી મહિલા છે.

4 / 9
ભારતના પૂર્વ ક્રિકેટર ઝાહીર ખાન (Zahir Khan)ને પદ્મશ્રી એવોર્ડ-2020થી સન્માનિત કરવામાં આવ્યા છે. ઝાહીર ખાનની ગણતરી ભારતના શ્રેષ્ઠ બોલરોમાં થાય છે. તે 2011નો વર્લ્ડ કપ જીતનાર ટીમનો ભાગ છે.

5 / 9
મણિપુરની ફૂટબોલર ઓઈનમ બેમ્બિમ દેવીને પદ્મશ્રી એવોર્ડ-2020થી સન્માનિત કરવામાં આવી છે. બેમ્બિમ દેવીએ ભારતીય મહિલા ફૂટબોલને નવા સ્તરે લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

6 / 9
ભારતના ભૂતપૂર્વ હોકી ખેલાડી એમ.પી. ગણેશને પણ પદ્મશ્રી એવોર્ડ-2020 એનાયત કરવામાં આવ્યો છે. ગણેશ એ ભારતીય ટીમનો ભાગ હતો જેમણે 1972 મ્યુનિક ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

7 / 9
ભારતના શ્રેષ્ઠ શૂટરોમાંના એક, જીતુ રાયને પણ પદ્મ શ્રી એવોર્ડ-2020થી સન્માનિત કરવામાં આવ્યા છે. જીતુએ 2014 અને 2018માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય તેણે 2014ની એશિયન ગેમ્સમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

8 / 9
ભારતીય તીરંદાજ તરુણદીપ રાયને પણ પદ્મશ્રી એવોર્ડ-2020થી સન્માનિત કરવામાં આવ્યો છે. તરુણદીપ રાયે પણ દેશ માટે સારી સફળતા મેળવી છે. તેણે એશિયન ગેમ્સ-2006માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે આ ગેમ્સમાં ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યો હતો.

9 / 9
ભારતીય મહિલા હોકી ખેલાડી રાની રામપાલ પણ તે ખેલાડીઓમાં સામેલ છે જેમને પદ્મશ્રી એવોર્ડ-2020થી સન્માનિત કરવામાં આવ્યા છે. રાનીની કેપ્ટનશીપમાં ભારતે ઘણી સફળતાઓ હાંસલ કરી છે. તેની કપ્તાની હેઠળ આ વર્ષે ભારતીય મહિલા હોકી ટીમ પ્રથમ વખત ઓલિમ્પિકમાં સેમી ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી.

Published On - 4:35 pm, Mon, 8 November 21

Next Photo Gallery