Padma Awards: પૂર્વ ક્રિકેટર અને મશહૂર કોચ, માર્શલ આર્ટ્સના ગુરુને પજ્ઞશ્રી સન્માન

|

Jan 25, 2023 | 11:48 PM

વર્ષ 2023 માટે કેન્દ્ર સરકાર દ્વારા 6 હસ્તીઓને પજ્ઞ વિભૂષણ, 9ને પજ્ઞ ભૂષણ અને 91 લોકોને પજ્ઞશ્રી પુરસ્કાર મળ્યો છે. જેમાંથી 3 હસ્તીઓ રમત ગમત ક્ષેત્રની છે.

Padma Awards: પૂર્વ ક્રિકેટર અને મશહૂર કોચ, માર્શલ આર્ટ્સના ગુરુને પજ્ઞશ્રી સન્માન
Padma Awards: રમત ક્ષેત્રે 3 હસ્તીઓને એવોર્ડ

Follow us on

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પજ્ઞ પુરસ્કારોનુ એલાન કરવામાં આવ્યુ છે. પ્રતિ વર્ષની જેમ આ વખતે પણ 26 જાન્યુઆરીના એક દીવસ અગાઉ આ પુરસ્કારોનુ એલાન કરાયુ છે. દેશના વિવિધ ક્ષેત્રોમાં દેશનુ નામ રોશન કરનારા અને અહમ યોગદાન પુરુ પાડવા બદલ દર વર્ષે આવી હસ્તીઓને સન્માનવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા પજ્ઞ સન્માનની ઘોષણા કરવામાં આવી છે, તેમાં રમત ગમત ક્ષેત્રે અમૂલ્ય યોગદાન પુરુ પાડનાર પૂર્વ ખેલાડીઓ અને કોચને પુરસ્કાર યાદીમાં સ્થાન મળ્યુ છે. ક્રિકેટ ના 87 વર્ષના ગુરુનુ પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.

ભૂતપૂર્વ ક્રિકેટર અને પ્રખ્યાત કોચ ગુરચરણ સિંહ, ભારતીય માર્શલ આર્ટ કલારીપાયટ્ટુના પ્રશિક્ષક કે.એસ. શર્મા અને મણિપુરીના સ્થાનિક માર્શલ આર્ટ થંગ તાને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. બુધવારે જાહેર કરવામાં આવેલી યાદીમાં દેશભરના કુલ 106 હસ્તીઓને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. દેશનુ બીજુ સૌથી મોટુ સન્માન પજ્ઞ વિભૂષણ આ વખતે 6 દિગ્ગજોને મળ્યુ છે. જ્યારે 9 હસ્તિઓને પજ્ઞ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. 91 લોકોને પજ્ઞશ્રી એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે.

87 વર્ષના ક્રિકેટ કોચને પજ્ઞશ્રી

ભારતીય ક્રિકેટમાં ગુરચરણ સિંહે મહત્વનુ યોગદાન આપ્યુ છે. તેઓ 87 વર્ષના છે અને તેમનો જન્મ 1935 ના વર્ષમાં પાકિસ્તાનમાં થયો હતો. ગુરચરણ સિહે રેલ્વે, સદર્ન પંજાબ જેવી ટીમોનો હિસ્સો રહી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની 37 મેચો રમ્યા હતા. જેમાં તેઓએ 1198 રન ઉપરાંત 44 વિકેટો મેળવી હતી. ગુરચરણ સિંહ ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી શક્યા નહોતા. જોકે તેઓએ દિલ્લી કોચિંગ કરવાનુ મહત્વનુ કાર્ય સંભાળ્યુ હતુ. તેઓએ કોચિંગમાં ખૂબ જ મહારત હાંસલ કરી હતી અને અનેક દિગ્ગજોને તેઓએ ક્રિકેટના પાઠ શિખવ્યા હતા.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

તેઓએ તેમના કોચિંગ કરિયરમાં 100 કરતા વધારે ઘરેલુ ક્રિકેટના ખેલાડીઓ અને 15 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને કોચિંગ આપ્યુ હતુ. તેમના શિષ્યોની યાદીમાં અજય જાડેજા, મનિન્દર સિંહ, મુરલી કાર્તિક અને કિર્તી આઝાદ સહિતના દિગ્ગજ ખેલાડીઓ સામેલ છે. જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઝળકી ચુક્યા છે.

માશર્લ આર્ટસના કોચ એસઆરડી પ્રસાદને સન્માન

ક્રિકેટ ઉપરાંત કેન્દ્ર સરકાર માર્શલ આર્ટ્સના પ્રશિક્ષકને પણ સન્માન આપવામાં આવ્યુ છે. સંગીત નાટક એકેડમી સન્માનીત કેરલના એસઆરડી પ્રસાદને પ્રાચીન માર્શલ આર્ટસને આગળ વધારવા અને તેને જાળવી રાખવાને લઈ કેન્દ્ર સરકારે તેમની પસંદગી આ સન્માન માટે કરી હતી. તેઓએ અનેક શિષ્યોને માર્શલ આર્ટ્સ શિખવ્યુ છે.

મણિપુરના કેએસ શર્માને સ્થાનિક માર્શલ આર્ટ ‘થાંગ તા’ની તાલીમ આપવા બદલ આ સન્માન મળ્યું છે. થાંગ-તા એક પ્રખ્યાત મણિપુરી માર્શલ આર્ટ છે, જેમાં મુખ્યત્વે તલવારો અને ભાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે. થાંગ-તાનો લાંબો ઇતિહાસ છે અને શર્માના જણાવ્યા અનુસાર, તેણે મણિપુરને વિદેશી હુમલાઓથી બચાવવામાં અગાઉની પેઢીઓમાં મદદ કરી હતી.

Published On - 11:33 pm, Wed, 25 January 23

Next Article