T20 World Cup માં માત્ર એક જ ભારતીય ક્રિકેટર શતક લગાવવા સફળ રહ્યો છે, કોહલી અને રોહિત પણ ફ્લોપ

|

Aug 19, 2021 | 8:49 PM

વિશ્વકપમાં માત્ર 7 જ ખેલાડીઓ શતક લગાવવામાં સફળ રહ્યા છે. જેમાં ક્રિસ ગેઇલ બે વાર શતક લગાવી ચુક્યો. જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ હજુય શતક થી દૂર જ છે.

T20 World Cup માં માત્ર એક જ ભારતીય ક્રિકેટર શતક લગાવવા સફળ રહ્યો છે, કોહલી અને રોહિત પણ ફ્લોપ
Suresh-Raina

Follow us on

ICC T20 વિશ્વકપ (T20 World Cup) નુ શિડ્યુલ જાહેર થઇ ચુક્યુ છે. બે દેશો પોતાની ટીમો ને પણ જાહેર કરી ચુક્યા છે. દરેક ટીમ વિશ્વકપ પોતાના હસ્તગત કરવા માટે તૈયારીઓ શરુ કરી છે. આ માટે ખેલાડીઓ પણ વિશ્વકપમાં શતક નોંધાવવા માટેનુ સ્વપન સેવતા હોય છે. જોકે આમ કરવામાં અત્યાર સુધી 7 જ બેટ્સમેન સફળ રહી શક્યા છે. તો વળી ભારત વતી T20 વિશ્વકપમાં એક માત્ર સુરેશ રૈના (Suresh Raina) જ શતક લગાવવામાં સફળ રહ્યો છે.

ભારત તરફ થી સુરેશ રૈના સિવાય વિરાટ કોહલી (Virat Kohli), રોહિત શર્મા (Rohit Sharma) જેવા ખેલાડીઓ શતક નોંધાવી શક્યા નથી. સુરેશ રૈનાએ 2010 ના T20 વિશ્વકપ દરમ્યાન દક્ષિણ આફ્રિકા સામે 101 રનની ઇનીંગ રમી હતી. અત્યાર સુધીમાં ક્રિસ ગેઇલ જ એવો ખેલાડી છે, જેણે વિશ્વકપમાં 2 વાર શતક લગાવ્યા છે. જે તેણે વર્ષ 2007 અને 2016 ના T20 વિશ્વકપ દરમ્યાન શતક નોંધાવ્યા હતા.

ન્યુઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર બ્રેડન મેકકુલમના નામે સર્વશ્રેષ્ઠ સ્કોર નોંધાયેલો છે. તેણે 127 રન નોંધાવ્યા હતા. જે તેણે વર્ષ 2012માં બાંગ્લાંદેશ સામે 58 બોલમાં ઇનીંગ રમી હતી. તેના બાદ ક્રિસ ગેઇલ 117 રન, ઇંગ્લેન્ડનો એલેક્સ હેલ્સ અણનમ 116 રન, પાકિસ્તાનનો અહમદ શહજાદ અણનમ 111 રન, બાંગ્લાદેશના તમીમ ઇકબાલ 103 રન, સુરેશ રૈના 101, ક્રિસ ગેઇલ અણનમ 100 અને માહેલા જયવર્ધને 100 રનનો સમાવેશ થાય છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

1 રન માટે આ ખેલાડી ચૂક્યો હતો

100 રનની ક્લબમાં સામેલ થવાની 1 રન માટે ચુકી જનારા કમનસીબ બેટ્સમેન તરીકે લ્યૂક રાઇટનુ નામ છે. ઇંગ્લેન્ડનો રાઇટ 2012 માં અફઘાનિસ્તાન સામે અણનમ 99 રન પર પેવેલિયન પરત ફરવુ પડ્યુ હતુ. ક્રિસ ગેઇલે 2010માં 98 રનની ઇનીંગ ભારત સામે રમી ચુક્યો છે. માહેલા જયવર્ધને પણ 98 રનની અણનમ ઇનીંગ રમી હતી. વેસ્ટઇન્ડીઝ સામે 2010માં તેણે તે ઇનીંગ રમી હતી. ગેઇલ 2 રન માટે ત્રીજા શતક થી ચુક્યો હતો.

કોહલી અને રોહિતની આવી છે સ્થિતી

ભારતીય ખેલાડીઓની વાત કરવામાં આવે તો. કોહલીનો સર્વશ્રેષ્ઠ સ્કોર 89 રનનો રહ્યો છે, જેમાં તે અણનમ રહ્યો હતો. રોહિત શર્મા પણ અણનમ 79 રનની ઇનીંગ રમી ચુક્યો છે. આમ હવે આગામી 7માં ટી20 વિશ્વકપ દરમ્યાન કોહલી અને રોહિત શર્મા કમાલ કરે તેવી આશા સેવાઇ રહી છે.

 

આ પણ વાંચોઃ Virat Kohli: સચિન સાથે કેમ થવા લાગી વિરાટ કોહલીની તુલના? શુ આંકડાઓને લઇ કોહલી ચઢીયાતો સાબિત થઇ રહ્યો છે? જાણો

આ પણ વાંચોઃ IND vs ENG: લોર્ડઝમાં હાર સહન નથી થતી ઇંગ્લીશ ખેલાડીઓને, વિરાટ કોહલી માટે ઝેર ઓક્યુ આ ખેલાડીએ

Next Article