BCCI અને IPL ટૂર્નામેન્ટને શરમાવે એવો નિર્ણય ઓલિમ્પિક એસોસિએશને લીધો, જાણો શું લીધો નિર્ણય

|

Jun 10, 2021 | 3:59 PM

પૈસા માટે થઇને BCCI એ IPL સ્પોન્સરશીપને જતી કરવા તૈયારી નથી દર્શાવી. જ્યારે BCCI અને IPL ને પાછળ રાખીને IOA દેશ અને સૈનિકો સાથે ઉભા રહેવામાં આગળ રહ્યુ છે. IOA એ દેશ અને સૈનિકોનો સાથ આપવા સમાન નિર્ણય કર્યો છે.

BCCI અને IPL ટૂર્નામેન્ટને શરમાવે એવો નિર્ણય ઓલિમ્પિક એસોસિએશને લીધો, જાણો શું લીધો નિર્ણય
IOA-IPL

Follow us on

એક તરફ અધધ ધનાઢ્ય BCCI ચાઇનીઝ કંપનીની IPL 2021 માં સ્પોન્સર શિપ જારી રાખી છે. તો બીજી તરફ ભારતીય ઓલિમ્પિક સંઘે (IOA) ચાઇનીઝ સ્પોન્સરશીપ ને ફગાવી દીધી છે. સંઘે નિર્ણય કર્યો છે કે, ખેલાડીઓ સ્પોન્સર બ્રાન્ડ વિનાનો પોશાક પહેરીને ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માં ઉતરશે. IOA એ દેશ અને સૈનિકોનો સાથ આપવા સમાન નિર્ણય કર્યો છે.

આમ જ્યારે ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓ મેદાને ઉતરશે ત્યારે તેમના પોષાક પર કોઇ જ બ્રાન્ડ લોગો જોવા મળશે નહી. ચાઇનીઝ કંપની સાથે નો કરાર સમાપ્ત કરી દેવાનો નિર્ણય IOA એ કર્યો હતો. બીજી તરફ પૈસા માટે થઇને BCCI એ IPL સ્પોન્સરશીપને જતી કરવા તૈયારી નથી દર્શાવી. જ્યારે BCCI અને IPL ને પાછળ રાખીને IOA દેશ અને સૈનિકો સાથે ઉભા રહેવામાં આગળ રહ્યુ છે.

IOA અધ્યક્ષ નરેન્દ્ર બત્રા અને મહાસચિવ રાજીવ મહેતાએ સંયુક્ત નિવેદન દ્રારા આ અંગે જાણકારી આપી હતી. તેઓ એ કહ્યુ, અમે અમારા ફેન્સની ભાવનાઓથી પરિચીત છીએ. જેથી IOA નિર્ણય કર્યો છે કે, અમે કિટ નિર્માતા કંપની સાથેના કરાર થી હટી ગયા છીએ અમારા ખેલાડી, કોચ અને સપોર્ટ સ્ટાફ બ્રાન્ડ વિનાનો પોશાક ધારણ કરશે. સાથે જ રમત ગમત મંત્રાલયનો પણ આભાર માન્યો હતો કે, આ નિર્ણય લેવા માટે મદદ કરી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સાથે કહ્યુ, અમે ઇચ્છીએ છીએ કે, ખેલાડીઓને તેમના પોશાકના બ્રાન્ડને લઇને પૂછાનારા સવાલો વિનાજ ટ્રેનીંગ અને હરિફાઇ કરવામાં સક્ષમ રહે. આમ પણ છેલ્લા દોઢ વર્ષ થી ખેલાડીઓ કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છે. અમે નથી ઇચ્છતા કે તેમનુ ધ્યાન ભટકે. જોકે સૈન્ય અને દેશ માટે લેવાયેલા નિર્ણયને લઇને ખેલાડીઓનુ મનોબળ અને જુસ્સો ઉલ્ટાનો વધવાનુ ફેન્સ માની રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે ટોકયો ઓલિમ્પિક રમતો ને લઇને, ભારતીય ટીમની અધિકૃત કિટનુ અનાવરણ કરવામાં આવ્યુ હતુ. કેન્દ્રીય રમતગમત પ્રધાન કિરણ રિજ્જૂ ના આવાસ ખાતે આયોજીત કરવામાં આવેલા સમારોહમાં સ્ટાર ખેલાડીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે કિટના લોન્ચીંગ બાદ સોશિયલ મીડિયામાં જબરદસ્ત વિવાદ સર્જાયો હતો.

IPL સ્પોન્સર ચાઇનીઝ

ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકોના શહિદ થવાની ઘટના બાદ દેશભરમાંથી ચાઇના વિરુદ્ધ અવાજ ઉઠ્યો છે. જે વિરોધ હજુ પણ શમ્યો નથી. IPL 2020 માં એક વર્ષ માટે BCCIએ ચાઇનીઝ સ્પોન્સર વિવો ને હટાવી દીધુ હતુ. પરંતુ IPL 2021 માં ફરી એક વાર ચાઇનીઝ મોબાઇલ ઉત્પાદક કંપની વિવો ને સ્પોન્સર તરીકે સ્વીકાર્યુ છે.

આગામી વર્ષ 2022 સુધી વિવો IPL ની સ્પોન્સર શીપ ધરાવે છે. વિવોએ પાંચ વર્ષ ના સ્પોન્સર કરાર હેઠળ 2190 કરોડ BCCIને ચુકવશે. જેમાંથી IPLની પ્રત્યેક ટીમની ફ્રેન્ચાઇઝીને 27.5 કરોડ રુપિયા મળે છે. BCCI 2023 માં સ્પોન્સર માટે નવેસર થી હરાજી કરશે.

લી-નિંગ કંપની અગાઉ પણ પ્રાયોજક રહી છે

ચાઇનીઝ કંપની લી-નિંગ 2016 ના રિયો ઓલિમ્પિક માં ભારતીય દળના પોષાક પ્રાયોજક હતી. દેશના એથલીટો એ 2018 માં કોમનવેલ્થ અને એશિયાઇ રમતોત્સવમાં લી-નિંગ પ્રાયોજીત પોષાક ધારણ કર્યો હતો. ગત વર્ષે ગલવાન ઘાટીમાં 20 ભારતીય સૈનિકો શહિદ થવા બાદ દેશભરમાં ચાઇનીઝ ઉત્પાદનોનો વિરોધ થવા લાગ્યો હતો. જેના બાદ સરકારે પણ અનેક ચાઇનીઝ ચીઝો પર પ્રતિબંધ લગાવ્યો હતો.

Published On - 3:54 pm, Thu, 10 June 21

Next Article