ઝીમ્બાબ્વેમાં ચાલી રહેલ વનડે વર્લ્ડ કપ ક્વોલિફાયર રાઉન્ડના સુપર સિક્સ મુકાબલામાં શ્રીલંકાએ યજનામ ટીમ ઝીમ્બાબ્વેને 9 વિકેટે હરાવી વર્લ્ડ કપ 2023માં ક્વોલિફાય કર્યું હતું. આ સાથે જ શ્રીલંકા ક્વોલિફાયર રાઉન્ડમાંથી વર્લ્ડ કપમાં પ્રવેશ કરનાર પ્રથમ ટીમ બની હતી, સાથે જ શ્રીલંકા વર્લ્ડ કપ 2023માં ભાગ લેનારી નવમી ટીમ બની ગઈ છે.
Sri Lanka are #CWC23 bound 🤩🇱🇰 pic.twitter.com/DfV6N7TSKY
— ICC (@ICC) July 2, 2023
સુપર સિક્સર મેચમાં શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ઝીમ્બાબ્વેને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. જેમાં ઇન્ફોર્મ ઝીમ્બાબ્વેના બેટ્સમેનો ફ્લોપ સાબિત થયા હતા અને આખી ટીમ 32.2 ઓવરમાં 165 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ. ઝિમ્બાબ્વેના કેપ્ટન સીન વિલિયમ્સે સૌથી વધુ 56 રન બનાવ્યા હતા. શ્રીલંકન બોલર મહિષ થીક્ષાનાએ ચાર અને લશાન મદુશંકાએ ત્રણ વિકેટ ઝડપી હતી.
We keep marching On and On! 🇱🇰✨
Sri Lanka roars 🦁 louder than ever as we secure a flawless 6 out of 6 win, qualifying for the Cricket World Cup 2023 in India. 🏆🔥#SLvZIM #CWC23 #LionsRoar” pic.twitter.com/WsC0OSRBzv
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 2, 2023
શ્રીલંકાને મેચ જીતવા માટે 166 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને શ્રીલંકાની ટીમે 32.1 ઓવરમાં 1 વિકેટે 169 રન બનાવીને મેચ જીતી લીધી હતી. શ્રીલંકન ઓપનર પથુમ નિસાન્કાએ શાનદાર સદી ફટકારી હતી અને ટીમને જીત અપાવી વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરાવ્યું હતું. મહિષ થીક્ષાનાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
Lock your dates Sri Lanka Cricket fans!
Sri Lanka’s fixtures are confirmed in the ICC Men’s ODI World Cup 2023.#CWC23
More 👉 https://t.co/6YREnLjDqh pic.twitter.com/NP5hRG65FL
— ThePapare.com (@ThePapareSports) July 2, 2023
વર્લ્ડ કપમાં ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સહિત કુલ આઠ ટીમો પહેલા જ ક્વોલિફાય કરી ચૂકી હતી. હવે શ્રીલંકા વર્લ્ડ કપમાં ભાગ લેનાર નવમી ટીમ બની ગઈ છે. વર્લ્ડ કપ 2023માં કુલ દસ ટીમો ભાગ લેશે, એવામાં હજી વધુ એક ટીમ આ લિસ્ટમાં સામેલ થશે. જેના માટે રેસ રોમાંચક બની ગઈ છે.