IPL 2023 બાદ જાહેર થઈ શકે છે વનડે Wold Cup નુ શેડ્યૂલ, ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ કોની સામે રમાશે?

|

May 10, 2023 | 10:57 PM

World Cup 2023: ભારતમાં આગામી ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં વનડે વિશ્વકપ રમાનાર છે. આ માટેનુ શેડ્યૂલ IPL 2023 ના સમાપન બાદ થઈ શકે છે, ભારતીય ટીમની પ્રથમ ટક્કર ઓસ્ટ્રેલિયન ટીમ સામે થઈ શકે છે.

IPL 2023 બાદ જાહેર થઈ શકે છે વનડે Wold Cup નુ શેડ્યૂલ, ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ કોની સામે રમાશે?
ODI World Cup ક્યારે થશે જાહેર?

Follow us on

IPL 2023 સમાપ્ત થયા બાદ તુરત ODI વિશ્વકપને લઈ કાઉન્ટ ડાઉન શરુ થઈ જશે. વિશ્વભરની ટીમો ભારતમાં ધમાલ મચાવશે. વિશ્વકપ આડે હવે માત્ર 5 જ મહિનાનો સમય રહ્યો છે અને તેને લઈ તૈયારીઓ આઈપીએલની સિઝન બાદ તુરત શરુ થઈ જશે. જે સ્થળો પર વિશ્વકપની મેચ રમાનારી છે, તે તમામ સ્ટેડિયમમાં વિશ્વકપને લઈ તૈયારીઓ શરુ થઈ જશે. જોકે હવે રાહ જોવાઈ રહી છે શેડ્યૂલની. કઈ ટીમ ક્યારે અને ક્યાં રમશે એ જાણવા માટે ખેલાડીઓ અને ચાહકો ખૂબ જ આતુર છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ 5 ઓક્ટોબરથી વિશ્વકપની શરુઆત થઈ શકે છે.

ભારતીય ટીમ પોતાના અભિયાનની શરુઆત ઓસ્ટ્રેલિયા સામેની ટક્કર સાથે કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે હાઈવોલ્ટેજ મેચ વિશ્વકપની શરુઆતના બરાબર દશમાં દિવસે રમાઈ શકે છે. એટલે કે 15 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ શકે છે. જ્યારે વિશ્વકપની ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાઈ શકે છે. જે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

IPL બાદ તુરત શેડ્યૂલ જાહેર થશે

રિપોર્ટ્સ મુજબ ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન સમાપ્ત થવા બાદ ઝડપથી શેડ્યૂલ જાહેર થઈ શકે છે. વિશ્વકપ 2023 નુ શેડ્યૂલ ભારતીય ક્રિકેટ બોર્ડ જાહેર કરશે અને આ માટે તે આઈપીએલ સિઝનના સમાપન બાદનો સમય યોગ્ય માની રહી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ વનડે વિશ્વકપ 2023 નુ આયોજક છે. જેને લઈ બીસીસીઆઈ પાસે શેડ્યૂલને તારીખ અને વેન્યૂ નક્કી કરવાના અધિકારો છે. બીસીસીઆઈ આ અંગેના નિર્ણયો લઈ શકવાના અધિકાર ધરાવે છે.

Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ

પાકિસ્તાન આવશે ભારત!

હવે પાકિસ્તાન પણ ભારતમાં વિશ્વકપ રમવા માટે આવવા માટે તૈયાર થઈ ગયુ હોવાના રિપોર્ટ્સ છે. પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડને હજુ કેટલીક ચિંતાઓ સતાવી રહી છે. જેમાં સૌથી મોટી ચિંતા પાકિસ્તાનને અમદાવાદમાં રમવાને લઈ છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમવાને લઈ પાકિસ્તાન બોર્ડને મુશ્કેલી અનુભવાઈ રહી છે.

હાલમાં આઈસીસી હેડ ક્વાર્ટર ખાતે પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડના ચેરમેન નજમ શેઠી પહોંચ્યા હતા. તેમનુ દુબઈમાં હેડ ક્વાર્ટરમાં પહોંચવાને લઈ ચર્ચાઓ શરુ થઈ હતી કે, ભારતમાં પાકિસ્તાનની ટીમની મેચના વેન્યૂને લઈ ચિંતા સતાવી રહી છે. જે ચિંતાને આઈસીસી સમક્ષ રજૂ કરવા માટે તે પહોંચ્યા હોવાનુ મનાઈ રહ્યુ છે. શેઠીએ વિશ્વકપમાં રમવાની સહમતીને લઈ પીસીબી પોતાની કેટલીક મેચમાં વેન્યૂમાં ફેરફાર કરવાની ઈચ્છા રાખી રહ્યુ છે. જોકે અમદાવાદમાં પાકિસ્તાન ફાઈનલ મેચ રમવા માટે તૈયાર હોવાનુ રિપોર્ટમાં બતાવ્યુ છે. જો ટીમ ફાઈનલમાં પહોંચે તો તે અમદાવાદમાં ઉતરી શકે છે.

 

આ પણ વાંચોઃ SP અને કલેકટરના નંબરો બદલાઈ જશે? અધિકારીઓના મોબાઈલ સિમ કાર્ડને લઈ રાજ્ય સરકાર કરી રહી છે મોટો ફેરફાર!

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 10:54 pm, Wed, 10 May 23

Next Article