ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ 2023 ( World Cup 2023,) ની શરૂઆત જીત સાથે કરી છે. ચેન્નાઈમાં રોહિત બ્રિગેડે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા (Australia) ના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતી પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 199 રન પર બનાવ્યા હતા. 200 રનનો ટાર્ગેટ ટીમ ઈન્ડિયા ( Team India) એ 41.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.
ટીમ ઈન્ડિયાની જીતમાં વિરાટ કોહલી, કેએલ રાહુલે મહત્વની ભૂમિકા ભજવી છે. બંનેએ ચોથી વિકેટ માટે સદીની ભાગીદારી કરી હતી. રાહુલ 97 રન બનાવીને અણનમ રહ્યો હતો જ્યારે કોહલી 85 રન બનાવીને આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાની જીતના 5 હીરો કોણ હતા, ચાલો જાણીએ…
ટીમ ઈન્ડિયાની જીતમાં રવિન્દ્ર જાડેજાએ મહત્વની ભૂમિકા ભજવી છે. જાડેજાની બોલિંગના કારણે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાને 199 રન સુધી રોકી શકી હતી. રવિન્દ્ર જાડેજાએ 10 ઓવરના તેના સ્પેલમાં સ્ટીવ સ્મિથ, લેબુશેન અને એલેક્સ કેરીની મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. જાડેજાએ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને હાથ ખોલવાની તક આપી ન હતી.
Two big wickets in quick succession, courtesy of Ravindra Jadeja
Follow the Match ▶️ https://t.co/ToKaGif9ri#CWC23 | #INDvAUS | #TeamIndia | #MeninBlue pic.twitter.com/9ySvtLIPxH
— BCCI (@BCCI) October 8, 2023
માત્ર રવિન્દ્ર જાડેજા જ નહીં, કુલદીપ યાદવે પણ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને ખુલ્લા પાડ્યા. તેણે ઓસ્ટ્રેલિયાની બે વિકેટ લીધી જેમાં ડેવિડ વોર્નર અને ગ્લેન મેક્સવેલનો સમાવેશ થાય છે. બંને બેટિંગ કરતી વખતે ઝડપી રન બનાવે છે. જો વોર્નર અને મેક્સવેલે મોટી ઇનિંગ્સ રમી હોત તો મેચની સ્થિતિ અલગ હોત. કુલદીપે 10 ઓવરમાં 42 રન આપીને 2 મહત્વની વિકેટ લીધી હતી.
જસપ્રીત બુમરાહે ભારતીય બોલિંગની શરૂઆત કરી હતી. તેણે ટીમ ઈન્ડિયાને પ્રારંભિક સફળતા અપાવી. બુમરાહે ઇનિંગની ત્રીજી ઓવરમાં જ ઓસ્ટ્રેલિયાને પહેલો ઝટકો આપ્યો હતો. તેણે ઓપનર મિશેલ માર્શને સ્લિપમાં કોહલીના હાથે કેચ કરાવ્યો હતો. બુમરાહે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને પણ પેવેલિયન મોકલ્યો હતો. બુમરાહે આર્થિક રીતે બોલિંગ કરી અને 10 ઓવરમાં 35 રન આપ્યા અને 2 વિકેટ લીધી.
આ પણ વાંચો : Learn Cricket Video : અશ્વિનની જેમ કેરમ બોલ ફેંકી બેટ્સમેનને કરો દંગ, જાણો તેની ટેકનીક
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ વર્લ્ડ કપમાં પણ પોતાનું શાનદાર ફોર્મ જારી રાખ્યું છે. તેણે 85 રનની શાનદાર ઇનિંગ રમી હતી. કોહલીના આ રન એવા સમયે આવ્યા જ્યારે તેની સૌથી વધુ જરૂર હતી. એક સમયે ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 રનમાં 3 વિકેટે હતો. ત્યારબાદ કોહલીએ જવાબદારી સંભાળી અને ચોથી વિકેટ માટે કેએલ રાહુલ સાથે સદીની ભાગીદારી કરી.
બંને વચ્ચે 165 રનની ભાગીદારી નોંધાઈ હતી. કોહલીએ ઓસ્ટ્રેલિયન બોલરોની ક્લાસ ખૂબ સારી રીતે લીધી. તેણે ઈનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. કોહલી સદી તરફ આગળ વધી રહ્યો હતો. પરંતુ 85ના અંગત સ્કોર પર હેઝલવુડે તેને પેવેલિયન મોકલી દીધો હતો.
The match-winning 165-run stand between Virat Kohli and KL Rahul was India’s highest-ever partnership against Australia in a #CWC23 clash #INDvAUS
Details https://t.co/Nqd1ZIATAp pic.twitter.com/hxxRQ8yyLk
— ICC (@ICC) October 8, 2023
ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ-2023ની શરૂઆત જીત સાથે કરી છે, તો આનો મોટો શ્રેય કેએલ રાહુલને જાય છે. રાહુલના અણનમ 97 રનની મદદથી ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાનો સ્કોર પાર કરવામાં સફળ રહી હતી. રાહુલ અંત સુધી અડગ રહ્યો. જ્યારે તે ક્રિઝ પર આવ્યો ત્યારે ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 રનમાં 3 વિકેટે હતો. આ પછી તેણે કોહલી સાથે ઈનિંગ્સને સંભાળી અને સ્કોર 167 રન સુધી લઈ ગયો. રાહુલને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો.