NZ vs NED: વર્લ્ડ કપમાં નેધરલેન્ડ્સ સામે ન્યુઝીલેન્ડની 99 રને જીત, સેન્ટનરે રચ્યો વિક્રમ

|

Oct 09, 2023 | 11:08 PM

ન્યુઝીલેન્ડના સ્પિનર ​​સેન્ટનરે પાંચ વિકેટ લઈને વિક્રમ બનાવ્યો છે. ન્યૂઝીલેન્ડ માટે વર્લ્ડ કપમાં પાંચ વિકેટ ઝડપનાર સેન્ટનર પ્રથમ ડાબોડી સ્પિનર ​​છે. આ પહેલા દુનિયામાં માત્ર બે જ ખેલાડી આવું કરી શક્યા છે.

NZ vs NED: વર્લ્ડ કપમાં નેધરલેન્ડ્સ સામે ન્યુઝીલેન્ડની 99 રને જીત, સેન્ટનરે રચ્યો વિક્રમ
New Zealand beat Netherlands by 99 runs in World Cup
Image Credit source: Screengrab

Follow us on

ક્રિકેટ વર્લ્ડ કપની સૌપ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવનાર ન્યુઝીલેન્ડે તેની જીતનો સિલસિલો યથાવત રાખ્યો છે. આજે રમાયેલ મેચમાં નેધરલેન્ડને 99 રનથી હરાવ્યું છે. વર્લ્ડ કપમાં નેધરલેન્ડ સામે ન્યુઝીલેન્ડની આ બીજી જીત છે. આ અગાઉ 1996માં બંને ટીમો સામસામે ટકરાઈ હતી, જેમાં ન્યૂઝીલેન્ડનો 119 રને વિજય થયો હતો. ન્યુઝીલેન્ડની જીતનો હીરો હતો મિશેલ સેન્ટનર હતો. પહેલા તેણે 17 બોલમાં 36 રનની તોફાની ઇનિંગ રમી અને પછી 59 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. વર્તમાન વર્લ્ડ કપમાં કોઈપણ દેશના બોલરની આ પ્રથમવાર પાંચ વિકેટ છે.

પોઈન્ટ ટેબલમાં ન્યુઝીલેન્ડના હવે બે મેચમાં ચાર પોઈન્ટ છે અને તે ટોચના સ્થાને યથાવત છે. બીજી તરફ નેધરલેન્ડની આ સતત બીજી હાર છે. અગાઉ પાકિસ્તાને, નેધરલેન્ડને હૈદરાબાદમાં જ પાછલી મેચમાં હરાવ્યું હતું.

સેન્ટનર જોડાયો યુવરાજ-શાકિબની ક્લબમાં

ન્યુઝીલેન્ડનો સ્પિનર ​​સેન્ટનરે પાંચ વિકેટ લઈને વિક્રમ બનાવ્યો છે. ન્યૂઝીલેન્ડ માટે વર્લ્ડ કપમાં પાંચ વિકેટ ઝડપનાર સેન્ટનર પ્રથમ ડાબોડી સ્પિનર ​​છે. આ પહેલા દુનિયામાં માત્ર બે જ ખેલાડી આવું કરી શક્યા છે. ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહે 2011માં બેંગ્લોરમાં આયર્લેન્ડ સામે 31 રન આપીને પાંચ વિકેટ લીધી હતી.જ્યારે, બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને 2019 માં સાઉથમ્પટનમાં અફઘાનિસ્તાન સામે 29 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

સતત બે અડધી સદીની ભાગીદારી

નેધરલેન્ડના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે પહેલા ટોસ જીતીને ધીમી પીચ પર ન્યૂઝીલેન્ડને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ડેવોન કોનવે અને વિલ યંગે પ્રથમ 10 ઓવરમાં 6.3ની એવરેજથી 63 રન બનાવીને સારી શરૂઆત કરી હતી. પરંતુ કોનવે 32ના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. બંનેએ પ્રથમ વિકેટ માટે 67 રનની ભાગીદારી કરી હતી. અહીં રચિન રવિન્દ્રએ જે રીતે ઇંગ્લેન્ડ સામે પોતાનું ફોર્મ દર્શાવ્યું હતું, તેવુ જ ફોર્મ નેધરલેન્ડ સામે પણ ચાલુ રાખ્યું હતું. રચિન અને વિલ યંગે બીજી વિકેટ માટે 84 બોલમાં 77 રન જોડ્યા હતા. વિલ યંગે આ દરમિયાન વનડેમાં તેની છઠ્ઠી અડધી સદી પૂરી કરી હતી. તેને વેન મીકેરેને આઉટ કર્યો હતો. વિલ યંગે 70 રન બનાવ્યા હતા.

રચિને તોફાની અડધી સદી ફટકારી

ઇંગ્લેન્ડ સામે અણનમ 123 રન બનાવનાર રચિને અહીં વન-ડેમાં તેની બીજી અડધી સદી પૂરી કરી હતી, પરંતુ વાન ડેર મર્વે તેની અડધી સદી પૂરી કરતાની સાથે જ તેને આઉટ કરી દીધો હતો. તેણે 51 બોલની ઈનિંગમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. તેણે 51 રન બનાવ્યા હતા. અહીંથી ડેરીલ મિશેલે પોતાની મજબૂત બેટીંગ બતાવી. તેણે 47 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 48 રનની ઇનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડનો સ્કોર ત્રણ વિકેટે 238 રન હતો. મિશેલ આઉટ થતાની સાથે જ ગ્લેન ફિલિપ્સ (4), માર્ક ચેપમેન (5) પણ પેવેલિયન તરત જ પરત ફર્યા હતા. એ સમયે ન્યૂઝીલેન્ડનો સ્કોર છ વિકેટે 254 રન બની ગયો હતો.

છેલ્લા 8 બોલમાં 29 રન બનાવ્યા

કેપ્ટન ટોમ લાથમ અને સેન્ટનર (36*) એ અહીં તોફાની બેટીંગ કરી હતી. લાથમે વનડેમાં તેની 22મી અડધી સદી પૂરી કરી હતી. બંનેએ માત્ર 27 બોલમાં 39 રન જોડ્યા હતા. લાથમે 46 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 53 રન બનાવ્યા હતા. છેલ્લા 8 બોલમાં સેન્ટનરની મદદથી 10 અણનમ રન અને ચાર બોલમાં એક સિક્સર ફટકારનાર મેટ હેનરીએ 29 રન બનાવ્યા હતા. વેન્ડર મર્વે, વેન મીકરેન અને આર્યન દત્તે બે-બે વિકેટ લીધી હતી.

નેધરલેન્ડની ખરાબ શરૂઆત

323 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી નેધરલેન્ડની શરૂઆત સારી રહી ન હતી. 67 રનમાં ત્રણ વિકેટ પડી ગઈ હતી. કોલિન એકરમેન (69) અને નિદામાનરુ (21)એ 50 રનની ભાગીદારી કરી હતી. નિદામન્રુનુ રનઆઉટ થવુ નિર્ણાયક સાબિત થયું હતું. બાદમાં, સ્કોટ એડવર્ડ્સ (30) અને પહેલી મેચ રમી રહેલા સાયબ્રાન્ડ (29) ક્રિઝ પર ટકી રહ્યાં પરંતુ જીત માટેના લક્ષ્યથી ઘણા દૂર રહ્યા. મેટ હેનરીએ 40 રનમાં ત્રણ વિકેટ લીધી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article