ભારતીય જનતા પાર્ટી (BJP) ના મહિલા નેતા નુપુર શર્મા (Nupur Sharma) દ્વારા પયગંબર મોહમ્મદ પર કથિત વિવાદિત નિવેદનને લઈે અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો નિવેદનનો વિરોદ કરી રહ્યા છે, તો કેટલાક લોકો તેમની વાતમાં સમર્થન કરી રહ્યા છે. નુપુર શર્માના વિરુદ્ધમાં પણ કેટલાક લોકો દ્વારા વિરોધ દર્શાવાઈ રહ્યો છે, જે દરમિયાન એક એવી તસ્વીર વાયરલ થઈ રહી છે કે તે જોઈને અનેક લોકોએ વિરોધ કરવાની આ રીતને ને લઈને પણ આકરી પ્રતિક્રિયા દર્શાવી રહ્યા છે. કારણ કે મહિલા નુપુર શર્માનુ પુતળુ જાહેરમાં ફાંસી પર લટકાવીને પ્રદર્શન કારીઓએ વિરોધ દર્શાવ્યો છે. આ તસ્વીર જોઈને અનેક દિગ્ગજોએ પોતાની પ્રતિક્રિયા દર્શાવી છે, ત્યા કૂલ ખેલાડી ગણાતા ભારતના ભૂતપુર્વ સ્ટાર ક્રિકેટર વેંકટેશ પ્રસાદે (Venkatesh Prasad) પણ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપીને નારાજગી દર્શાવી છે.
આ વિવાદમાં આમ તો કોઈ જલદી પડવા માંગતુ નથી, આવા સમયે આ ક્રિકેટરે પોતાનુ સમર્થન કેટલાક પ્રદર્શનકારીઓની પુતળાને લટકાવી દેવાની માનસિકતાની વિરોધમાં કર્યુ છે. વેંકટેશ પ્રસાદે નિરાશા સાથે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા રજૂ કરી છે. આમતો સામાન્ય રીતે વેંકટેસ પ્રસાદ સોશિયલ મીડિયાનો ઉપયોગ મર્યાદિત કરે છે અને એમાં પણ પોતાનો મત પણ જવલ્લેજ રજૂ કરે છે. પરંતુ એક મહિલાનો આ પ્રકારને વિરોધ કરવાની રીતને લઈને તે નારાજ દેખાયા છે. તેઓએ ટ્વીટ કરીને લખ્યુ છે. રાજકારણને બાજુ પર રાખીને વિવેક જાળવો. આ વધારે પડતુ છે. વેંકટેશના આ શબ્દો એ આ પુતળુ લટકાવનાર પ્રદર્શનકારીઓની વિવેક બુદ્ધીની ક્ષમતાના પ્રમાણને ગણાવ્યુ હતુ.
પ્રસાદે ટ્વીટ કરીને લખ્યુ હતુ કે, આ પુતળુ કર્ણાટકમાં નુપુર શર્માનુ લટકી રહ્યુ છે. પરંતુ વિશ્વાસ નથી થઈ રહ્યો કે આ 21મી સદી છે, ભારત. હું સૌ કોઈને આગ્રહ કરુ છુ કે રાજકારણને એક તરફ છોડી દો અને વિવેકને આગળ કરો. આ તો ખૂબ વધારે પડતુ છે.
This is an effigy of Nupur Sharma hanging in Karnataka.
Simply cannot believe that this is 21st century, India.
I would urge everyone to leave politics aside and let sanity prevail. This is just too much. pic.twitter.com/Bl1K7Ke9qf— Venkatesh Prasad (@venkateshprasad) June 10, 2022
સામાન્ય રીતે પ્રસાદ ક્રિકેટ અને તેની બહાર ખૂબ જ શાંત મગજનો વ્યક્તિ માનવામાં આવે છે. તેની ખેલદીલી અને રમતને લઈ તે ખૂબ જ આદર ધરાવે છે અને તે ક્યારેય વિવાદોની ઘટનાઓમાં પોતાનો મત જલદી રજુ કરતો નથી. ક્રિકેટમાંથી નિવૃત્તી બાદ પણ તે અલગ જ રીતે પોતાનો આનંદ માણી રહ્યો છે. પરંતુ હાલમાં દેશમાં ચાલી રહેલા માહોલ દરમિયાન વિરોધ અને પ્રદર્શનમાં આવી તસ્વીર જોઈને જાણે કે તેને લાગી આવ્યુ છે અને તેણે આ પ્રકારની વિનંતી કરી હતી.
બેંગલુરુમાં 1969માં જન્મેલ પ્રસાદ હાલમાં 52 વર્ષની વય ધરાવે છે. ભારતીય ક્રિકેટ ટીમ વતીથી તે 33 ટેસ્ટ મેચ અને 161 વન ડે મેચ રમી ચુક્યો છે. જે દરમિયાન તે ટેસ્ટ ક્રિકેટમાં 96 અને વન ડેમાં 196 વિકેટ ઝડપી ચુક્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં તે એક જ ઈનીંગમાં 33 રન આપીને 6 વિકેટ ઝડપવાનુ પોતાનુ શ્રેષ્ઠ પ્રદર્શન દર્શાવી ચુક્યો છે. જ્યારે વન ડેમાં 27 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. કર્ણાટકની ઘરેલુ ટીમમાં તે 1991 થી 2005 સુધી રમ્યો હતો.
Published On - 2:23 pm, Sat, 11 June 22