મેથ્યુઝ નહીં ગાંગુલી ‘ટાઈમ આઉટ’ થનાર પ્રથમ ક્રિકેટર હોત, જાણો ટીમ ઈન્ડિયાનો આ મજેદાર કિસ્સો

એન્જેલો મેથ્યુઝ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ‘ટાઈમ આઉટ’ થનાર પ્રથમ ક્રિકેટર બન્યો. મેથ્યુઝ પહેલા આવી રીતે કોઈને આઉટ આપવામાં આવ્યો નથી. જોકે આ અજીબ રેકોર્ડ 16 વર્ષ પહેલા જ બની ગયો હોત. પરંતુ આફ્રિકન કેપ્ટનની ખેલદિલીના કારણે આ શક્ય ન બન્યું. નહીં તો આ રેકોર્ડ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીના નામે હોત.

મેથ્યુઝ નહીં ગાંગુલી ‘ટાઈમ આઉટ’ થનાર પ્રથમ ક્રિકેટર હોત, જાણો ટીમ ઈન્ડિયાનો આ મજેદાર કિસ્સો
sourav ganguly
| Updated on: Nov 07, 2023 | 12:17 PM

ક્રિકેટમાં આઉટ થવાની અલગ અલગ 10થી વધુ રીતો છે, જેમાંથી સૌથી દુર્લભ છે ‘ટાઈમ આઉટ’, જે ટેસ્ટ ક્રિકેટના 140 વર્ષથી વધુ સમયમાં ક્યારેય બન્યું ન હતું. જોકે બાંગ્લાદેશ સામે શ્રીલંકન ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝને આઉટ આપતા તે આ રીતે આઉટ થનાર વિશ્વનો પહેલો ક્રિકેટર બન્યો હતો. જો કે, આ વિચિત્ર રેકોર્ડ મેથ્યુઝ પહેલા ભારતના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીના નામે હોત.

છ મિનિટ મોડા પહોંચેલા ગાંગુલીને આઉટ આપવામાં આવ્યો ન હતો

વર્ષ 2007 માં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચની બીજી ઈનિંગમાં ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી 6 મિનિટ મોડો મેદાનમાં પહોંચ્યો હતો. છતાં તેને રમવા દેવામાં આવ્યો હતો અને કોઈએ પણ સવાલ ઉઠાવ્યો નહીં. જો આફ્રિકન કેપ્ટને આ અંગે વાંધો ઉઠાવ્યો હોત તો ગાંગુલી ટાઈમ આઉટ થનાર પ્રથમ ક્રિકેટર બન્યો હોત.

સૌરવ ગાંગુલીને મેદાનમાં પહોંચવામાં કેમ મોડું થયું ?

ભારતનો ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી 2007ની કેપટાઉન ટેસ્ટમાં છ મિનિટ મોડો ક્રિઝ પર પહોંચ્યો હોવા છતાં તેને વધુ સમય આપવામાં આવ્યો હતો. મેદાન પર ઓછો સમય વિતાવવાને કારણે સચિન તેંડુલકરને બીજા દિવસે રમતની શરૂઆતમાં બેટિંગ કરવા દેવામાં આવી ન હતી. તેને રમવામાં હજી સમય હતો. વીવીએસ લક્ષ્મણ બાથરૂમમાં હતો, જેના કારણે સૌરવ ગાંગુલીને ઉતાવળમાં કીટ પહેરવી પડી હતી અને તેને મોડું થયું.

રમત શરૂ થવામાં કુલ 6 મિનિટનો સમય લાગ્યો હતો

સૌરવ ગાંગુલી 3 મિનિટથી વધુ મોડો મેદાનમાં પહોંચ્યો હતો. આ પ્રક્રિયામાં કુલ 6 મિનિટથી વધુ સમય લાગ્યો હતો. છતાં અમ્પાયરે ગાંગુલીને આઉટ આપ્યો. જે અંગે અમ્પાયર ડેરિલ હાર્પરે સ્પષ્ટ કર્યું હતું કે સચિનને ​​બેટિંગ ન કરવા દેવા અંગે અગાઉથી જાણ કરવામાં આવી ન હતી, તેથી અહીં ટાઈમ આઉટનો નિયમ લાગુ થશે નહીં.

આ પણ વાંચો: પીએમ મોદીએ ભારતીય મહિલા હોકી ટીમની સિદ્ધિને કરી સલામ, કહ્યું- ‘મહિલા શક્તિની જીત’

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો