IPL માં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ (Afghanistan Cricket Team) ના સ્પિનરોએ ઘણો ધૂમ મચાવી છે. રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન જેવા ખેલાડીઓ આઈપીએલમાં રમ્યા બાદ જ ચર્ચામાં આવ્યા હતા અને આજે તેઓ વિશ્વભરની લીગમાં ધૂમ મચાવી રહ્યા છે. આ બંનેએ ખૂબ જ નાની ઉંમરમાં IPL માટે પોતાની સ્પિન વડે ધમાલ મચાવી હતી અને હવે તેઓ આખી દુનિયામાં ખ્યાતિ મેળવી રહ્યા છે. હવે તેના જ દેશનો વધુ એક સ્પિનર IPLમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ ખેલાડીનું નામ નૂર અહેમદ છે. મંગળવારે જ્યારે IPL 2022 મેગા ઓક્શન (IPL 2022 Mega Auction) માટે ખેલાડીઓની અંતિમ યાદી જાહેર કરવામાં આવી ત્યારે તેમાં નૂર અહેમદ (Noor Ahmed) નું નામ જોવામાં આવ્યુ છે. તેની ઉંમર માત્ર 17 વર્ષ છે અને તે આ યાદીમાં સૌથી યુવા ખેલાડી છે.
આ ખેલાડીએ તેની બેઝ પ્રાઇઝ 30 લાખ રૂપિયા રાખી છે. રાશિદ અને મુજીબની જેમ નૂર પણ સ્પિનર છે. નૂર ચાઈના મેન બોલર છે અને હાલમાં તેની પસંદગી વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા અંડર-19 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન ટીમમાં થઈ હતી. આ તેનો બીજો અંડર-19 વર્લ્ડ કપ છે. આ પહેલા તે 2020માં અંડર-19 વર્લ્ડ કપ પણ રમી ચૂક્યો છે અને ત્યારે તે માત્ર 15 વર્ષનો હતો.
IPLમાં રમતા પહેલા નૂર ઓસ્ટ્રેલિયાની T20 લીગ બિગ બેશ લીગમાં મેલબોર્ન રેનેગેડ્સનો ભાગ રહી ચૂક્યો છે. તે બિગ બેશ લીગ 2020માં મેલબોર્નની ટીમ સાથે સંકળાયેલો હતો. ઈમરાન તાહિરના બહાર નીકળ્યા બાદ મેલબોર્ન રેનેગેડ્સે નૂરને સાઈન કર્યો હતો. ભાઈની વાત માનીને નૂરની ક્રિકેટ કારકિર્દી શરૂ થઈ.
તેની બોલિંગ જોઈને તેના ભાઈએ તેને ક્રિકેટ એકેડમીમાં જોડાવાનું કહ્યું. 11 ડિસેમ્બર 2020 ના રોજના તેના અહેવાલમાં બીબીસીએ નૂરને ટાંકીને જણાવ્યું હતું કે, અમે જ્યાં રહીએ છીએ તે ખોસ્તમાં મારા મોટા ભાઈઓ સાથે ક્રિકેટ રમતો હતો. હું ટીવી પર રાષ્ટ્રીય ટીમને રમતા જોતો હતો અને સપનું જોતો હતો કે હું પણ એક દિવસ રમીશ.
તેણે કહ્યું, ઘણા લોકોને મારા બોલ રમવામાં તકલીફ પડતી હતી. મારા એક ભાઈએ મને સૂચન કર્યું કે મારે ક્રિકેટ એકેડમીમાં જવું જોઈએ. નૂરની યાત્રા અહીંથી શરૂ થઈ અને તે એક નવા રસ્તા પર નીકળી પડ્યો. તેણે 14 વર્ષની ઉંમરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ. ત્યારપછી તે અફઘાનિસ્તાનની ડોમેસ્ટિક T20 ટૂર્નામેન્ટમાં પણ રમ્યો હતો.
નૂર જ્યારે છેલ્લી વખત એટલે કે 2020માં અંડર-19 વર્લ્ડ કપમાં રમી રહ્યો હતો, ત્યારે તેણે પાકિસ્તાન સામેની મેચમાં એવું કામ કર્યું હતું કે તે વિવાદોમાં ફસાઈ ગયો હતો. તેણે માંકડિંગ વડે પાકિસ્તાનના મુહમ્મદ હુરાઇયારને આઉટ કર્યો. માકડિંગને લઇહંમેશા વિવાદ રહ્યો છે અને ઘણા તેને રમતની ભાવના વિરુદ્ધ માને છે.
🚨 MANKAD 🚨
Noor Ahmed used the Mankad mode of dismissal to see off Pakistan’s well-set Muhammad Hurraira for 64!
What do you make of it? 👇 #U19CWC | #AFGvPAK | #FutureStars pic.twitter.com/DoNKksj1KN
— Cricket World Cup (@cricketworldcup) January 31, 2020
2020માં અંડર-19 વર્લ્ડ કપ અને BBLમાં રંગ જમાવ્યા પછી, નૂરનું આગળનુ ગંતવ્ય પાકિસ્તાન સુપર લીગ બની ગયું. આ લીગમાં તે કરાચી કિંગ્સ અને ક્વેટા ગ્લેડીયેટર્સ તરફથી રમ્યો હતો. અહીં પણ તેણે પોતાના પ્રદર્શનથી ખૂબ પ્રભાવિત કર્યા.
2019માં તે અફઘાનિસ્તાન અંડર-19 ટીમ સાથે ભારત આવ્યો હતો. તેણે પાંચ મેચમાં નવ વિકેટ ઝડપી હતી. ત્યારે તે માત્ર 14 વર્ષનો હતો. આ દરમિયાન IPL ટીમ રાજસ્થાન રોયલ્સની નજર તેના પર પડી હતી. રાજસ્થાને પણ તેને ટ્રાયલ માટે બોલાવ્યો હતો. તે વર્ષે તેણે આઈપીએલની હરાજી માટે પોતાનું રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું.
Published On - 8:18 pm, Tue, 1 February 22