ટીમ ઈન્ડિયાના મહાન કેપ્ટન સૌરવ ગાંગુલી આજે 51મો જન્મદિવસ માનવી રહ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની ખ્યાતિને સૌથી ઉપરના લેવલ પર પહોંચાડવામાં સૌરવ ગાંગુલીનું મોટું યોગદાન રહ્યું છે. તેમણે એક ખેલાડી અને એક કપ્તાન તરીકે અનેક રેકોર્ડ પણ બનાવ્યા છે, જેમાં એક record એવો છે જે આજ સુધી કોઈ ખેલાડી તોડી નથી શક્યા.
સૌરવ ગાંગુલી વિશ્વ ક્રિકેટના સૌથી સફળ ખેલાડીઓમાં એક છે જેમણે તેમની રમત અને રેકોર્ડથી વિશ્વભરમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. ગાંગુલીએ ટીમ ઈન્ડિયાને વિદેશમાં અને મોટી ટુર્નામેન્ટમાં જીત આપવી છે. ગાંગુલી ICC ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સદી ફટકારનાર કેપ્ટન છે. ગાંગુલીએ વર્લ્ડ કપમાં સૌથી વધુ 6 સદી ફટકારી છે. જે રેકોર્ડ હજી સીધી કોઈ કેપ્ટન તોડી શક્યો નથી. ગાંગુલી બાદ આ લિસ્ટમાં બીજા ક્રમે ઓસ્ટ્રેલિયાનો મહાન કેપ્ટન રિકી પોન્ટિંગ છે, જેણે વર્લ્ડ કપમાં પાંચ સદી ફટકારી હતી.
🏆 Natwest Series and Champions Trophy in 2002
🥈 2003 ODI World Cup runner-up
🏏 21 Test wins, including 11 victories overseasWhat is your favourite memory of Sourav Ganguly, the skipper? 🙌
The former 🇮🇳 cricketer turns a year older today 🥳 https://t.co/Yrcva9ihJ7… pic.twitter.com/Gh2EdnaqLY
— ESPNcricinfo (@ESPNcricinfo) July 8, 2023
ICC નોકઆઉટ મેચોમાં સૌથી વધુ બેટિંગ એવરેજ ધરાવતો ભારતીય કેપ્ટન પણ સૌરવ ગાંગુલી જ છે. નોકઆઉટ મેચોમાં ગાંગુલીની એવરેજ 107.50 છે. આ લિસ્ટમાં બીજા નંબર પર વિરાટ કોહલી છે. નોકઆઉટમાં કોહલીની એવરેજ 39.75 છે. જ્યારે 36.42ની એવરેજ સાથે મહેન્દ્ર સિંહ ધોનીની ત્રીજા ક્રમે છે.
ભૂતપૂર્વ કેપ્ટન ગાંગુલી ODI વર્લ્ડ કપની એક મેચમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન છે. તેણે એક મેચમાં 183 રન બનાવ્યા હતા. આ સિવાય સતત ચાર વનડેમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’નો ખિતાબ જીતનાર તે એકમાત્ર ખેલાડી છે. ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનાર ખેલાડીઓની યાદીમાં પણ ગાંગુલીનો સમાવેશ થાય છે.
Sourav Ganguly has the highest score in ICC World Cup for India.
His knock of 183 came against Sri Lanka in 1999.#SouravGanguly | #HappyBirthdayDADA | #Cricket pic.twitter.com/8ZgqopoVbp
— Cricket.com (@weRcricket) July 8, 2023
આ પણ વાંચો : 51મા જન્મદિવસે સૌરવ ગાંગુલીએ ઓનલાઈન કોર્સની કરી જાહેરાત; જય શાહ-સુરેશ રૈનાએ પાઠવી શુભકામના
સૌરવ ગાંગુલી ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કપ્તાનોમાં એક છે. તેમની કપ્તાનીમાં ભારતીય ટીમ વનડે વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી, જ્યાં ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની હાર થઈ હતી.
Published On - 6:53 pm, Sat, 8 July 23