
IPL 2023 જબરદસ્ત રીતે હવે અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. આ દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન નીતીશ રાણા પણ સિઝનમાં વ્યસ્ત છે. તે પોતાની કપ્તાની તરીકે સૌને પ્રભાવિત કરી રહ્યો છે. જોકે કોલકાતા માટે પ્લેઓફમાં પહોંચવુ મુશ્કેલ લાગી રહ્યુ છે. જોકે આમ છતાં તેનો જુસ્સો જબરદસ્ત જોવા મળી રહ્યો છે. અંતિમ 3 મેચમાં થી 2 મેચમાં તેણે જીત મેળવી છે. આ દરમિયાન નીતીશ રાણાની પત્નિને લઈ દિલ્હીથી સમાચાર આવી રહ્યા છે. પત્નિ સાંચી મારવાહ પર ભય મંડરાયો એવુ જોવા મળ્યુ છે. નીતીશને પોતાની પત્નિને લઈ ચિંતા થાય એવા આ સમાચાર સામે આવ્યા છે.
રાણાની પત્નિ સાચી મારવાહ પાછળ અજાણ્યા શખ્શો પિછો કરી રહ્યા હતા. અજાણ્યા શખ્શોએ તેની કાર સાથે અથડાવી હતી. સાચીએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પણ ઘટનાને લઈ મુકી હતી. દિલ્હીના કિર્તીનગર વિસ્તારમાં આ પ્રકારની ઘટના સાચી સાથે થઈ હોવાનુ સામે આવ્યુ છે. સાચીએ જાતે જ આ ઘટના અંગે બતાવ્યુ હતુ.
મારવાહ પોતાની કાર લઈને ઘર તરફ જવા માટે રસ્તામાં હતી આ દરમિયાન ત્યારે જ આ ઘટના ઘટી હતી. તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી મુજબ દિલ્હીના કિર્તીનગર વિસ્તારમાં આ ઘટના ઘટી હોવાનુ જણાયુ છે. જ્યાં સાચી મારવાહનો બે અજાણ્યા યુવકો પીછો કરી રહ્યા હતા. પીછો કરી સાચીની કાર સાથે યુવકોએ પોતાના વાહન વડે ટક્કર મારી દીધી હતી.
દિલ્હી પોલીસને આ અંગે સાચીએ પોતાની ફરીયાદ કરવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ દિલ્હી પોલીસ તરફથી બતાવ્યુ હતુ કે, તમે આ ઘટનાને હવે ભૂલી જાઓ કારણ કે, તમે સહી સલામત ઘરે પહોંચી ચુક્યા છે. સાથે જ પોલીસે એમ પણ બતાવતા સલાહ આપી કે હવે આગળની વખત વાહનનો નંબર નોટ કરી લેશો.
જ્યાં સુધી IPL 2023માં નીતિશ રાણાના પ્રદર્શનની વાત છે, તેણે અત્યાર સુધી રમાયેલી 10 મેચોમાં 275 રન બનાવ્યા છે, જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 150ની નજીક રહ્યો છે. તેની કેપ્ટનશીપમાં કોલકાતાની પ્લેઓફમાં પહોંચવાની આશા હજુ પણ બનેલી છે. ટીમે 10માંથી 4 મેચ જીતી છે અને 6માં હારનો સામનો કરવો પડ્યો છે. આ ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં 8માં નંબર પર છે. IPL 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સની આગામી મેચ હવે પંજાબ કિંગ્સ સાથે છે. આ મેચ ઈડન ગાર્ડન્સમાં રમાશે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 9:11 am, Sat, 6 May 23