Team India માટે આવ્યા રાહતના સમાચાર, WTC ફાઇનલ બાદ 20 દિવસ મળશે ફરવાની છુટ

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (WTC Final) માટે ઇંગ્લેંડ પહોંચી ચુકી છે. જ્યાં ફાઇનલ મેચ બાદ પાંચ ટેસ્ટ મેચની સિરીઝ ઇંગ્લેંડ સામે રમનાર છે.

Team India માટે આવ્યા રાહતના સમાચાર, WTC ફાઇનલ બાદ 20 દિવસ મળશે ફરવાની છુટ
Team India
| Edited By: | Updated on: Jun 08, 2021 | 6:48 PM

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (WTC Final) માટે ઇંગ્લેંડ પહોંચી ચુકી છે. જ્યાં ફાઇનલ મેચ બાદ પાંચ ટેસ્ટ મેચની સિરીઝ ઇંગ્લેંડ સામે રમનાર છે. હાલમાં ખેલાડીઓ સાઉથમ્પ્ટનમાં રોકાણ કરી રહી છે, જ્યાં તેઓ બાયોબબલમાં છે. જ્યાં હાલમાં તેઓ ચુસ્ત નિયમ પાલન કરવુ પડી રહ્યુ છે. બબલમાં રહેતા અન્ય કોઇ પણને મળવા પર પ્રતિબંધ છે.

જોકે ન્યુઝીલેન્ડ સામે WTC ફાઇનલ મેચ બાદ ભારતીય ખેલાડીઓને 20 દિવસ સુધીનો બ્રેક મળશે. આ દરમ્યાન ખેલાડીઓ અને તેમના પરિવાર ઇંગ્લેંડમાં બહાર હરી ફરી શકશે. જોકે તે દરમ્યાન પણ કેટલાંક નિયમોનુ તેઓએ પાલન કરવુ પડશે.

મીડિયા રિપોર્ટ્સનુસાર ન્યુઝીલેન્ડથી મેચ બાદ 24 જૂને ભારતીય ખેલાડી બાયોબબલથી બહાર નિકળી શકશે. તેના બાદ તેણે 14 જૂલાઇ એ તેઓએ ફરીથી બાયોબબલમાં સામેલ થવુ પડશે. ભારતીય ટીમનો ઇંગ્લેંડ પ્રવાસ ત્રણ મહિનાથી વધુ સમય લાંબો ચાલશે. આમ પ્રવાસ સપ્ટેમ્બર મહિનામાં ખતમ થશે.

ભારતીય ટીમ મેનેજમેન્ટના એક સભ્યના હવાલે મીડિયા રીપોર્ટ મુજબ, ખેલાડીઓ માટે આ એક રીતે જરુરી બ્રેક હશે. કારણ કે ઇંગ્લેંડ સામે ટેસ્ટ સિરીઝ દરમ્યાન બાયોબબલમાં રહ્યા બાદ, IPL માં પણ બાયોબબલમાં રહેવુ પડશે. આવામાં લાંબા સમય સુધી તે બાયોબબલમાં રહેવા મજબૂર રહશે.

અધિકારીએ કહ્યુ હતુ, ટીમના સદસ્ય 24 જૂન એ ન્યુઝીલેન્ડની સામે ફાઇનલના બાદ બ્રેક પર જશે. ત્યારબાદ ઇંગ્લેંડ સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝ માટે 14 જૂલાઇથી એક સાથે થઇ જશે. જે ટેસ્ટ સિરીઝ 4 ઓગષ્ટ થી શરુ થનારી છે.

બ્રિટનમાં ક્યાંય પણ હરીફરી શકશે ભારતીય ખેલાડીઓ

ભારતીય ટીમના ખેલાડીઓ બ્રેક દરમ્યાન બ્રિટનમાં ક્યાંય પણ આવજા કરી શકશે. યુવાનોને સ્વિચ ઓફ થવા અને આરામ કરવાની જરુરિયાત છે. જોકે કોરોનાને પણ અમે ભૂલી શકતા નથી. જે પુર્ણ રીતે હજુ ગયો નથી. એટલા માટે ટ્રાવેલ પ્લાન એવી રીતે બનાવવામાં આવ્યો છે કે, ખેલાડીઓ અને તેમનો પરિવાર બ્રેક દરમ્યાન યુકેમાં ક્યાંય ફસાઇ ના જાય.

વિચારો કોઇ અન્ય દેશમાં જાઓ અને ત્યાં અચાનક કેસનુ પ્રમાણ વધી જાય અને ટ્રાવેલ બેન થઇ જાય તો ખેલાડી કે તેમનો પરિવાર ફસાઇ જાય. એટલા માટે અમે યુકેના સ્થાન વિશે જ જોઇ રહ્યા છીએ. આ પહેલા ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી એ પણ બાયોબબલમાં રહેવા દરમ્યાન બ્રેકની વાત કહી હતી.