ભારત સામે ટક્કર પહેલા ન્યુઝીલેન્ડ માટે સારા સમાચાર છે. કેપ્ટન કેન વિલિયમ્સન (Kane Williamson) ચિંતામાં હતો કે જે હવે દૂર થઈ ગયું છે. બેટથી વિરોધી ટીમોને પહેલા ફટકારનારા કિવી બેટ્સમેન ઈજામાંથી બહાર આવી ગયો છે અને ટીમ ઈન્ડિયાને નુકસાન પહોંચાડવા માટે તૈયાર છે. તે બેટ્સમેન બીજો કોઈ નહીં પણ માર્ટિન ગુપ્ટિલ (Martin Guptill) છે. જેણે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સ ફટકારી છે.
કિવી ઓપનર પાસે T20 ઇન્ટરનેશનલમાં 147 સિક્સરનો રેકોર્ડ છે, જે હવે ભારત સામે 150નો આંકડો પાર કરતા જોવા મળી શકે છે. ગુપ્ટિલ પાકિસ્તાન સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો, જે બાદ તેના ભારત સામે રમવા પર સસ્પેન્સ હતું. પરંતુ મેચના એક દિવસ પહેલા આ સસ્પેન્સના વાદળો વિખેરાઈ ગયા છે.
ટી20 વર્લ્ડ કપ 2021માં ન્યૂઝીલેન્ડે તેની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમી હતી. આ જ મેચમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર હેરિસ રઉફનો એક બોલ તેના ડાબા પગના અંગૂઠા પર વાગ્યો હતો, જેના પછી ભારત સામેની તેની રમત પર સસ્પેન્સની તલવાર લટકી ગઈ હતી. પરંતુ, મેચના એક દિવસ પહેલા તેના ફિટ થવાના સમાચારે કિવી ટીમનું ટેન્શન દૂર કર્યું છે. ટ્રેન્ટ બોલ્ટે પ્રેસ કોન્ફરન્સમાં માર્ટિન ગુપ્ટિલના ફિટ હોવાના સમાચાર આપ્યા હતા.
ભારત સામે ન્યુઝીલેન્ડની ટીમમાં માર્ટિન ગુપ્ટિલનું હોવું કેટલું મોટું કામ છે, તે આ આંકડાઓ પરથી જ સમજી લો. તે T20I માં સૌથી વધુ 147 સિક્સર મારનાર બેટ્સમેન છે. આ સિવાય તે ક્રિકેટના આ ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ રન બનાવનાર વિશ્વનો બીજો બેટ્સમેન છે. આટલું જ નહીં, તે T20 ઇન્ટરનેશનલમાં સફળ રન ચેઝમાં ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ પચાસ પ્લસ સ્કોર બનાવનાર બેટ્સમેન છે.