ભારત આવતા પહેલા ન્યુઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર્યા બાદ ટિમ સાઉથીએ આપ્યું રાજીનામું

|

Oct 02, 2024 | 3:36 PM

શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી 2-0થી હાર્યા બાદ ટિમ સાઉથીએ ન્યુઝીલેન્ડની કેપ્ટનશીપ છોડી દીધી છે. હવેથી ટોમ લાથમ ન્યુઝીલેન્ડનો નવો કેપ્ટન હશે. સાઉથીએ 14 ટેસ્ટ મેચોમાં ન્યુઝીલેન્ડની કેપ્ટનશિપ કરી છે, જેમાં 6માં જીત અને 6માં હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારત આવતા પહેલા ન્યુઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર્યા બાદ ટિમ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee
Image Credit source: PTI

Follow us on

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 16 ઓક્ટોબરથી 3 મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. આ પહેલા ન્યુઝીલેન્ડની ટીમે પોતાનો કેપ્ટન બદલ્યો છે. હવે ટોમ લાથમ ન્યુઝીલેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન હશે. અગાઉ આ જવાબદારી ટિમ સાઉથી પાસે હતી. શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં 2-0થી જીત બાદ તેણે રાજીનામું આપી દીધું હતું. સુકાની પદ છોડ્યા બાદ સાઉદીએ કહ્યું કે તેણે આ નિર્ણય ટીમના હિતમાં લીધો છે.

ટિમ સાઉથીએ છોડી કપ્તાની

કેન વિલિયમસને 2022માં કેપ્ટનશીપ છોડી દીધી હતી, ત્યારબાદ સાઉદીને આ જવાબદારી સોંપવામાં આવી હતી અને હવે આ કામ માટે ટોમ લાથમની પસંદગી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે લાથમે આ પહેલા 9 મેચમાં ન્યુઝીલેન્ડ ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ કરી છે. તેને બીજી વખત આ રોલ આપવામાં આવ્યો છે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

સતત 4 હાર બાદ લીધો નિર્ણય

ટિમ સાઉથીની કપ્તાનીમાં ન્યુઝીલેન્ડની ટીમ સતત 2 શ્રેણી હારી છે. આ જ વર્ષે તેમને ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે 2-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચ વરસાદને કારણે રમાઈ શકી ન હતી અને હવે તેને શ્રીલંકા સામે 2-0થી હારનો સામનો કરવો પડ્યો છે. ગાલેમાં ન્યુઝીલેન્ડનો ખૂબ જ શરમજનક પરાજય થયો હતો. શ્રીલંકાએ એક ઈનિંગ્સ અને 154 રને હાર આપી હતી.

 

ન્યુઝીલેન્ડ ક્રિકેટના હિતમાં લીધો નિર્ણય

ન્યુઝીલેન્ડની ટીમ આ મહિને ભારત સામે 3 મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ અગાઉ સાઉદીએ કહ્યું હતું કે તેના માટે ટીમ પ્રથમ આવે છે અને તેનો નિર્ણય ન્યુઝીલેન્ડ ક્રિકેટના હિતમાં હશે. સુકાની પદ છોડવાથી તે વધુ સારું પ્રદર્શન કરી શકશે અને જીતમાં મદદ કરશે.

કેપ્ટન બન્યો ત્યારથી પ્રદર્શન બગડ્યું

જ્યારથી ટિમ સાઉથીએ સુકાનીપદ સંભાળ્યું છે ત્યારથી તેનું પોતાનું પ્રદર્શન ઘણું ખરાબ થઈ ગયું છે. તે પોતાની ક્ષમતા મુજબ પ્રદર્શન કરી શક્યો નથી. સાઉદીએ 2 વર્ષ સુધી ન્યુઝીલેન્ડની કેપ્ટનશીપ કરી. આ સમયગાળા દરમિયાન, તેણે 14 મેચ રમી જેમાં તેણે 38.60ની એવરેજથી 35 વિકેટ લીધી, જ્યારે તેની કારકિર્દીની સરેરાશ 28.99 રહી છે.

સાઉથીનો કપ્તાની રેકોર્ડ

સરેરાશમાં તફાવત જોતા સ્પષ્ટપણે જોવા મળે છે કે કેપ્ટનશીપ મળ્યા બાદ તેના પ્રદર્શનમાં ઘટાડો થયો છે. તે ઘણી વિકેટ લેવામાં સફળ રહ્યો નથી. શ્રીલંકા પ્રવાસની વાત કરીએ તો આ દરમિયાન તેણે 2 ટેસ્ટ મેચમાં 49 ઓવર ફેંકી હતી પરંતુ તે માત્ર 2 જ વિકેટ લઈ શક્યો હતો. તમને જણાવી દઈએ કે તેની કેપ્ટનશિપમાં ટિમ સાઉથીએ 6 મેચ જીતી, 6માં હાર, જ્યારે 2 મેચ ડ્રો રહી.

આ પણ વાંચો: લાંબા સમય બાદ દિકરીને મળી ભાવુક થયો મોહમ્મદ શમી, શોપિંગ કરાવી, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 2:59 pm, Wed, 2 October 24

Next Article