
IPL 2023 ના લીગ તબક્કાનો રવિવારે અંતિમ દિવસ છે. પ્લેઓફની રેસનો રોમાંચ પણ અંતિમ દિવસ અને અંતિમ મેચ સુધી જળવાયેલો રહેશે. રવિવારે ડબલ હેડર દિવસમાં પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. અહીં હૈદરાબાદ પોતાની અંતિમ લીગ મેચની ઔૅપચારીકતા પૂરી કરશે, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સના શ્વાસ પ્લેઓફમાં પહોંચવાને લઈ અટકેલા છે. હૈદરાબાદ સામે મુંબઈએ મોટી જીત મેળવવી જરુરી છે, જે તેને પ્લેઓફના અંતિમ સ્થાન પર પહોંચાડી શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા, ઈશાન કિશન, કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, નેહલ વાઢેરા, ક્રિસ જોર્ડન, પીયૂષ ચાવલા, જેસન બેહરેનડોર્ફ, કુમાર કાર્તિકેય, આકાશ માધવાલ
સનરાઈઝર્સ હૈદરાબાદઃ મયંક અગ્રવાલ, વિવંત શર્મા, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, હેરી બ્રુક, નીતિશ રેડ્ડી, ગ્લેન ફિલિપ્સ, સનવીર સિંહ, મયંક ડાગર, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક
મુંબઈને જીત માટે હવે અંતિમ 5 ઓવરમાં એટલે કે 30 બોલમાં 41 રનની જરુર છે. મુંબઈએ 15 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 160 રન નોંધાવ્યા છે. સૂર્યા અને કેમરન ગ્રીન રમતમાં છે.
રોહિત શર્મા 37 બોલનો સામનો કરીને 56 રન નોંધાવી પેવેલિયન પરત ફર્યો છે. રોહિત શર્માએ આજે શાનદાર રમત દર્શાવી હતી. હિટમેને 8 ચોગ્ગા અને 1 છગ્ગા વડે શાનદાર ઈનીંગ વડે મહત્વનુ યોગદાન આપ્યુ હતુ.
રોહિત શર્માએ પોતાની અડધી સદી નોંધાવી છે. 33 બોલનો સામનો કરીને 12મી ઓવરના બીજા બોલ પર રોહિત શર્માએ ચોગ્ગો ફટકાર્યો હતો. આ સાથે જ તેણે અડધી સદી પુરી કરી હતી. મુંબઈ માટે આજે જીતની જરુર છે અને તે માટે હિટમેને મહત્વની ઈનીંગ રમી બતાવી છે.
કેમરન ગ્રીને 20 બોલમાં જ પોતાની અડધી સદી પુરી કરી લીધી છે. મુંબઈ ઈન્ડિયન્સ માટે તેણે શાનદાર અડધી સદી ત્રીજા ક્રમે મેદાનમાં આવીને નોંધાવી છે. ગ્રીને 9મી ઓવરમાં છગ્ગો જમાવીને અડધી સદી પુરી કરી હતી.
રોહિત શર્મા અને કેમરન ગ્રીને શાનદાર શરુઆત મુંબઈને કરાવી છે. મુંબઈએ પાવર પ્લેમાં 60 રન નોંધાવ્યા છે. કેમરન ગ્રીન ઈશાન કિશનની વિકેટ બાદ મેદાને આવ્યો હતો અને તેણે મેદાને ઉતરવા સાથે સારી રમત બતાવી છે. પાવર પ્લેની અંતિમ ઓવરમાં 1 છગ્ગો અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા.
ઈશાન કિશન ભૂવનેશ્વરના બોલ પર પુલ કરવા જતા મિડ વિકેટ પર હેરી બ્રૂકના હાથમાં કેચ આઉટ થયો હતો. 14 રન નોંધાવીને બ્રૂક પરત ફર્યો હતો. મુંબઈએ પ્રથમ વિકેટ ગુમાવી દીધી છે.
રોહિત શર્મા અને ઈશાન કિશને મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ ઈનીંગની શરુઆત કરી છે. ભૂવનેશ્વર કુમાર પ્રથમ ઓવર લઈને આવ્યો હતો. ઓવરના અંતિમ બોલ પર રોહિત શર્માએ ચોગ્ગો ફટકાર્યો હતો.
અંતિમ બોલ પર છ રન હૈદરાબાદના સુકાની એડન માર્કરમના બેટથી આવ્યો હતો. જેને લઈ મુંબઈ સામે 201 રનનુ લક્ષ્ય હૈદરાબાદે રાખ્યુ હતુ. મુંબઈ માટે આ લક્ષ્ય પ્લેઓફની એન્ટ્રી માટે પાર કરવુ જરુરી છે. અહીં માત્ર મેચની જીત જ નહીં પરંતુ પ્લેઓફમાં પહોંચવા માટેની આશા જીવંત રાખવા માટે જરુરી છે.
કમાલની બોલિંગ કરી છે આકાશ મેઘવાલે, મેચમાં ચોથી વિકેટ પોતાને નામે કરી છે. 19મી ઓવરના અંતિમ બોલ પર સળંગ 2 વિકેટ ઝડપી છે. ક્લાસેન બાદ હેરી બ્રૂક્સને ગોલ્ડન ડક આઉટ કર્યો છે. બ્રૂક્સ પણ ક્લીન બોલ્ડ થયો હતો.
આકાશ મેઘવાલે 19મી ઓવરમાં પાંચમાં બોલ પર હેનરિક ક્લાસેનની વિકેટ ઝડપી હતી.ક્લાસેન ફોર્મમાં હતો અને તે હૈદરાબાદનુ સ્કોર બોર્ડ મોટુ કરી શકતો હતો. પરંતુ તે મિડલ સ્ટંપ યોર્કર બોલ પર ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. 18 રન નોંધાવીને પરત ફર્યો હતો.
18મી ઓવરમાં જોર્ડનના બોલ પર ફિલિપ્સે સીધો ડીપ ફાઈન લેગ પર શોટ જમાવ્યો હતો. ફુલ ટોસ બોલ પરનો શોટ સીધો જ કાર્તિકેયના હાથમાં પહોંચ્યો હતો.
આકાશ મેઘવાલે વધુ એક વિકેટ ઝડપી છે. તેણે આ વખતે ઓપનર મયંક અગ્રવાલની વિકેટ ઝડપી છે. કટ મારવાના પ્રયાસમાં મયંક વિકેટ કીપરના હાથમાં કેચ ઝડપાયો હતો. અગ્રવાલ 83 રન નોંધાવીને પરત ફર્યો હતો.
આકાશ મેઘવાલે આખરે મુંબઈને જે જોઈતુ હતુ એ કરી દીધુ છે. સનરાઈઝર્સ હૈદરાબાદની ઓપનર જોડી તૂટી ચૂકી છે. વિવ્રાંત શર્મા ડીપ મીડ વિકેટ પર કેચ ઝડપાતા 69 રન નોંધાવીને પરત ફર્યો છે.
મંયક અગ્રવાલે પોતાની અડધી સદી નોંધાવી હતી. ઓપનર અગ્રવાલે વિવ્રાંત સાથે મળીને મુંબઈ સામે શાનદાર રમત નોંધાવી હતી. વાનખેડેમાં હૈદરાબાદના ઓપનરોએ મુશ્કેલીઓ સર્જી દીધી છે.
ઓપનર જોડી 100 રનની ભાગીદારી રમત તરફ આગળ વધી રહી છે. 10 ઓવરની રમત રમીને 93 રન મુંબઈ સામે સનરાઈઝર્સ હૈદરાબાદે નોંધાવ્યા છે. મુંબઈના માટે મુશ્કેલીઓ વધી ચુકી છે. 10મી ઓવરમાં વિવ્રાંતે 2 સળંગ બાઉન્ડરી જમાવી હતી. વિવ્રાંતે અડધી સદી ઓવરમાં પુરી કરી હતી.
વિવ્રાંત અને અગ્રવાલના રુપની ઓપનિંગ જોડીએ સતત રન નિકાળતા મુંબઈની મુશ્કેલીઓ વધી ચુકી છે. પ્લેઓફમાં પહોંચવાનુ મુંબઈને સપનુ ઓપનરો ધોઈ નાંખે એવી સ્થિતી સર્જાતા રોહિત સેના પરેશાન થઈ ચુકી છે. રોહિતે 6 બોલર્સ અડધી ઓવર પુરી થાય એ પહેલા જ અજમાવી લીધા છે.
પાવર પ્લેમાં સારી રમત સનરાઈઝર્સ હૈદરાબાદે દર્શાવી છે. ઓપનર વિવ્રાંત અને મયંક અગ્રવાલે સારી શરુઆત કરાવી છે. બંનેએ 53 રનની ભાગીદારી રમત પાવર પ્લે દરમિયાન કરી છે. પાવર પ્લેના અંતિમ બોલ પર વિવ્રાંતે ચોગ્ગો ફટકાર્યો હતો.
The @SunRisers openers are off to a confident start in Mumbai 👌🏻👌🏻
Who will get the opening breakthrough for @mipaltan?
Follow the match ▶️ https://t.co/vJfkI6nj57 #TATAIPL | #MIvSRH pic.twitter.com/jlEeeqGs9O
— IndianPremierLeague (@IPL) May 21, 2023
મયંક અગ્રવાલ અને વિવ્રંત શર્માએ સનરાઈઝર્સ હૈદરાબાદની બેટિંગ ઈનીંગની શરુઆત કરી છે. ટોસ હારીને બેટિંગ કરવા માટે ઉતરેલ હૈદરાબાદ સામે પ્રથમ ઓવર લઈને જેસન બેહરનડોર્ફ આવ્યો છે. ઓવરમાં ત્રીજા બોલ પર બાઉન્ડરી વિવ્રાંતે જમાવી હતી.
સનરાઈઝર્સ હૈદરાબાદઃ મયંક અગ્રવાલ, વિવંત શર્મા, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, હેરી બ્રુક, નીતિશ રેડ્ડી, ગ્લેન ફિલિપ્સ, સનવીર સિંહ, મયંક ડાગર, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક
It’s batting time 🏏⏱️
Umran, Agarwal, Vivrant & Sanvir back in the playing XI 👊🔥 pic.twitter.com/XvoOC5qJg4
— SunRisers Hyderabad (@SunRisers) May 21, 2023
મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા, ઈશાન કિશન, કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, નેહલ વાઢેરા, ક્રિસ જોર્ડન, પીયૂષ ચાવલા, જેસન બેહરેનડોર્ફ, કુમાર કાર્તિકેય, આકાશ માધવાલ
Our 1️⃣1️⃣ for our final home game. चला होऊन जाऊ द्या मग 👊#OneFamily #MIvSRH #MumbaiMeriJaan #MumbaiIndians #TATAIPL #IPL2023 @Dream11 pic.twitter.com/UYl8qJw249
— Mumbai Indians (@mipaltan) May 21, 2023
મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ સનરાઈઝર્સ હૈદરાબાદ પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી રહ્યુ છે.
🚨 Toss Update 🚨@mipaltan win the toss and elect to field first against @SunRisers.
Follow the match ▶️ https://t.co/vJfkI6nj57 #TATAIPL | #MIvSRH pic.twitter.com/IUiBXQBXTa
— IndianPremierLeague (@IPL) May 21, 2023
Published On - 3:36 pm, Sun, 21 May 23