MI vs DC Match Result : દિલ્હીની 9 વિકેટથી શાનદાર જીત, મુંબઈની સતત બીજી હાર

|

Mar 20, 2023 | 10:10 PM

20 ઓવરના અંતે મુંબઈનો સ્કોર 7 વિકેટના નુકશાન સાથે 109 રન રહ્યો હતો. દિલ્હી કેપિલ્સને જીતવા માટે 20 ઓવરમાં રનનો 110 ટાર્ગેટ મળ્યો હતો. પણ આ ટાર્ગેટ દિલ્હી કેપિટલ્સની ટીમે 9 ઓવરમાં 1 વિકેટના નુકશાન સાથે ચેઝ કર્યો હતો.

MI vs DC Match Result : દિલ્હીની 9 વિકેટથી શાનદાર જીત, મુંબઈની સતત બીજી હાર
MI vs DC Match Result

Follow us on

વુમન્સ પ્રીમિયર લીગની 18મી મેચ આજે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. દિલ્હીની ટીમ ટોસ જીતીને બોલિંગ કરવા ઉતરી હતી. બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયનની શરુઆત ખુબ ખરાબ રહી હતી. 58ના સ્કોર પર મુંબઈની અડધી ટીમ પેવિયલન પહોંચી હતી. 20 ઓવરના અંતે મુંબઈનો સ્કોર 7 વિકેટના નુકશાન સાથે 109 રન રહ્યો હતો. દિલ્હી કેપિલ્સને જીતવા માટે 20 ઓવરમાં રનનો 110 ટાર્ગેટ મળ્યો હતો. પણ આ ટાર્ગેટ દિલ્હી કેપિટલ્સની ટીમે 9 ઓવરમાં 1 વિકેટના નુકશાન સાથે ચેઝ કર્યો હતો.

પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બન્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન ખરાબ થઈ રહ્યું છે. સતત 5 જીત બાદ મુંબઈ ઈન્ડિયન્સની આજે સતત બીજી હાર થઈ છે. દિલ્હીના ઓપનર્સે આ મેચમાં ધમાકેદાર શરુઆત કરી હતી. મુંબઈ ઈન્ડિયન્સ સામે રન રેટ સુધારવા માટે દિલ્હીના બેટર્સે ધમાકેદાર અને ઝડપી બેટિંગ કરી હતી.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે

મુંબઈ ઈન્ડિયન્સનું ખરાબ પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં મુંબઈ તરફથી હેલી મેથ્યુઝે 5 રન , યાસ્તિકા ભાટિયા 1 રન , નેટ સાઈવર-બ્રન્ટ 0 રન, હરમનપ્રીત કૌર 23 રન, એમેલિયા કેર 8 રન, ઈસી વોંગ 23 રન, પૂજા વસ્ત્રાકર 26 રન, અમનજોત કૌર 19 રન બનાવ્યા હતા.

દિલ્હી કેપિટલ્સનું શાનદાર પ્રદર્શન

દિલ્હી કેપિટલ્સ તરફથી કેપ, જોનાસન અને શિખા પાંડે એ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે અરુધાતિ રેડ્ડીએ દિલ્હી માટે 1 વિકેટ લીધી હતી. જેમિમા રોડિરિઝે આજે દિલ્હી માટે શાનદાર ફિલિડિંગ કરી હતી. તેણે 2 શાનદાર કેચ અને એક રન આઉટ કર્યું હતું.

બીજી ઈનિંગમાં દિલ્હી તરફથી શેફાલી વર્માએ 33 રન, મેગ લૈનિંગે 32 રન અને એલિસ કેપ્સીએ 38 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં 8 સિક્સર અને 11 ચોગ્ગા જોવા મળ્યા હતા.

મુંબઈને પછાડી દિલ્હી બની નંબર 1

બંને ટીમના પોઈન્ટ 10 છે. દિલ્હી કેપિટલ્સ સારી રન રેટને કારણે હાલમાં પ્રથમ ક્રમે છે. જ્યારે મુંબઈ ટીમ થોડી ઓછી રન રેટ સાથે બીજી ક્રમે છે. આવતી કાલે લીગ સ્ટેજની અંતિમ 2 મેચ રમાશે. તેના પરથી ફાઈનલમાં અને એલિમિનેટરમાં પહોંચનારી ટીમ નક્કી થશે.

મેચની કેટલીક રોમાંચક પ્રદર્શન

 

 

 

આવી હતી બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

 


દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ 11 – મેગ લેનિંગ (કેપ્ટન), શૈફાલી વર્મા, એલિસ કેપ્સી, જેમિમાહ રોડ્રિગ્સ, મેરિઝાન કેપ, તાનિયા ભાટિયા (વિકેટકીપર), જેસ જોનાસન, રાધા યાદવ, અરુંધતી રેડ્ડી, શિખા પાંડે, પૂનમ યાદવ

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ 11 – હેલી મેથ્યુઝ, યાસ્તિકા ભાટિયા(વિકેટકીપર), નેટ સાઈવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર(કેપ્ટન), એમેલિયા કેર, ઈસી વોંગ, પૂજા વસ્ત્રાકર, અમનજોત કૌર, હુમૈરા કાઝી, જીંતિમાની કલિતા, સાયકા ઈશાક

વુમેન્સ પ્રીમિયર લીગનું શેડયુલ

 

4 માર્ચથી 26 માર્ચ વચ્ચે ટુર્નામેન્ટ રમાશે. 17 અને 19 માર્ચે લીગ રાઉન્ડમાં કોઈ મેચ રમાશે નથી. લીગ રાઉન્ડ 21 માર્ચે સમાપ્ત થશે, એલિમિનેટર ત્રણ દિવસ પછી ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે છે અને એક દિવસના વિરામ પછી ફાઇનલ મેચ રમાશે.

પ્રથમ પ્રીમિયર લીગની સૌથી મોંઘી ખેલાડીઓ

 

5 ટીમના 87 ખેલાડીઓ

 

માસ્કોટ શક્તિ

 

 

વુમેન્સ પ્રીમિયર લીગના માસ્કોટનું નામ શક્તિ છે. મહિલાઓને ધ્યાનમાં રાખીને આ માસ્કોટ તૈયાર કરવામાં આવ્યું છે. આ લીગની તમામ મેચ મહારાષ્ટ્રના સ્ટેડિયમમાં રમાશે. લીગની તમામ મેચમાં મહિલાઓને ફ્રિમાં એન્ટ્રી આપવામાં આવશે.

WPL 2023નું એન્થમ સોન્ગ

 

BCCIએ મહિલા પ્રીમિયર લીગની ઉદઘાટન સિઝન માટે એક આકર્ષક થીમ સોંગ રિલીઝ કર્યું છે. ‘યે તો બસ શુરુઆત હૈ’ શીર્ષક ધરાવતું આ ગીત ભારતીય મહિલા ક્રિકેટરોની હિંમત વધારવા માટે છે. જેમણે રમતના શિખર સુધી પહોંચવા માટે અસંખ્ય અવરોધોને પાર કર્યા છે.

થીમ સોંગ લીગનો ઉદ્દશેય અને ખેલાડીઓની ભાવનાને કેપ્ચર કરે છે. ગીતના બોલ ખેલાડીઓએ જે પડકારોનો સામનો કર્યો છે અને જે નિશ્ચય સાથે તેઓએ તેનો સામનો કર્યો છે તેની વાત કરે છે. આ ગીત ખેલાડીઓને તેમની યાત્રા ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે.

Published On - 9:59 pm, Mon, 20 March 23

Next Article