IPL 2023: રોહિત શર્માના હાથમાં બેટ ઝૂંટવાઈ ગયુ ! રસ્તા વચ્ચે આ શુ ‘ગજબ’ થઈ ગયો? Video

|

Mar 25, 2023 | 12:02 AM

IPL 2o23, Mumbai Indians anthem Video: મુંબઈ ઈન્ડિયન્સ ટીમે એન્થમ વિડીયો લોંચ કર્યો છે. જેમાં .સૂર્યકુમાર યાદવ બસ અને ઓટોમાં જોવા મળે છે. તો ઈશાન કિશન પણ કેપ્ટનના હાથમાંથી બેટ ઝૂંટવતો નજર આવી રહ્યો છે.

IPL 2023: રોહિત શર્માના હાથમાં બેટ ઝૂંટવાઈ ગયુ ! રસ્તા વચ્ચે આ શુ ગજબ થઈ ગયો? Video
IPL 2023: Mumbai Indians anthem Video

Follow us on

IPL 2o23 ની શરુઆત આગામી શુક્રવારની સાંજે થનારી છે. આ સાથે જ ભારતમાં ક્રિકેટના અસલી રોમાંચ ભર્યો જંગ શરુ થશે. દુનિયાભરના ક્રિકેટરો ધૂમ મચાવતા નજર આવશે. વિશ્વભરની સૌથી લૌકપ્રિય ક્રિકેટ લીગને લઈ ખેલાડીઓ અને ચાહકો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને તેનો અંત આગામી સપ્તાહે થનારો છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમ આ વખતે દમદાર રીતે ટૂર્નામેન્ટમાં નજર આવવા પ્રયાસ કરશે. રોહિત શર્માની આગેવાની ધરાવતી આ ટીમ આઈપીએલની સૌથી સફળ ટીમ મનાય છે. મુંબઈ ઈન્ડિયન્સ રોહિત શર્માની આગેવાનીમાં 5 વાર ચેમ્પિયન રહી ચુકી છે. આગામી સિઝન માટે મુંબઈ ઈન્ડિયન્સે પોતાનુ એન્થમ લોંચ કર્યુ છે.

મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા લોંચ કરવામાં આવેલ એન્થમ શાનદાર છે. એન્થમની થીમ ‘યે હૈ મુંબઈ મેરી જાન’ પર રાખવામાં આવી છે. એંથમ વિડીયોમાં ટીમના કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન સહિતના ખેલાડીઓ જોવા મળી રહ્યા છે. એન્થમ વિડીયોમાં ટીમ મુંબઈના યુવા ખેલાડીઓ પણ નજર આવી રહ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

IPL 2023 પહેલા મુંબઈ સામે મુશ્કેલીઓ

ટીમ મુંબઈના માટે ટૂર્નામેન્ટ પહેલા જ સમસ્યાઓ ઘેરાયેલી છે. સ્ટાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઈજાને લઈ ટૂર્નામેન્ટથી બહાર થઈ ચુક્યો છે. હાલમાં જ જસપ્રીત બુમરાહે ન્યુઝીલેન્ડમાં પીઠની સમસ્યાને લઈ સર્જરી કરાવી છે. હવે બેંગ્લુરુમાં એનસીએમાં પહોંચનાર છે. આ સિવયા ટીમના સ્ટાર બેટરો પણ ઠીક ચાલી રહ્યા નથી. જેમ કે સૂર્યકુમાર યાદવ હાલમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં તે સુપર ફ્લોપ રહ્યો હતો. સુર્યકુમાર યાદવ વનડે સિરીઝમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રણેય વનડેમાં પ્રથમ બોલ પર એટલે કે ગોલ્ડન ડક વિકેટ ગુમાવી હતી. તે પુરી સિરીઝમાં એક પણ વાર રન નોંધાવી શક્યો નહોતો.

મુંબઈ માટે ટેન્શન ઓછુ નથી

આ સિઝનમાં મુંબઈની ટીમ માટે ચિંતાઓ ઓછી થવાનુ નામ નથી લઈ રહી. કેપ્ટન રોહિત શર્મા પણ છેલ્લા કેટલાક સમયથી મોટી ઈનીંગ નથી રમી રહ્યો. તે સેટ થયા બાદ પોતાની વિકેટ ગુમાવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં આવુ જ કંઈક જોવા મળ્યુ હતુ. આ ઉપરાંત ઈશાન કિશનનુ પ્રદર્શન હાલમાં ખાસ નથી. ટીમમાં કોઈ અનુભવી વિદેશી ખેલાડી નથી. જ્યારે ઈંગ્લેન્ડનો સ્ટાર બોલર જોફ્રા આર્ચર પરત ફરી રહ્યો છે એ એક ચિંતાઓ વચ્ચે સારા સમાચાર છે.

Published On - 10:41 pm, Fri, 24 March 23

Next Article