
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન રહી ચૂકેલા એમએસ ધોની રિટાયરમેન્ટના વર્ષો બાદ પણ લાઈમલાઈટમાં રહે છે. તેના કારણે ચાહકો આજે પણ માહીને ફોલો કરે છે અને એ પણ જાણવા ઉત્સુક હોય છે કે, ધોની શું કરી રહ્યો છે. હવે ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ધોની હુક્કો પીતો જોવા મળી રહ્યો છે અને તેના મોંઢામાંથી ધુમાડો નીકળી રહ્યો છે. તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો,
ઈન્ટરનેટ પર ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ધોની કોઈ પાર્ટીમાં હોય તેવું લાગી રહ્યું છે. તેમણે બ્લેક કલરનું સુટ પહેર્યું છે. માહીના લાંબા વાળ એટલે કે, તેના વાળની સ્ટાઈલની પણ લોકો ચર્ચા કરી રહ્યા છે. વીડિયોમાં ધોની કેટલાક લોકો સાથે ઉભો રહી વાત કરી રહ્યો છે. તેના હાથમાં હુક્કાની પાઈપ જોવા મળી રહી છે. વીડિયોમાં ધોની હુક્કાનો ડ્રૈગ લઈ મોંઢામાંથી ધુમાડો કાઢતો જોવા મળી રહ્યો છે.
Influential thala pic.twitter.com/qJlYCApxzJ
— / (@BholiSaab18) January 6, 2024
ધોનીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે ચાહકો આ વીડિયોને જોઈને ખુશ પણ થઈ રહ્યા છે તો કેટલાક ધોનીની અલોચના કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી અને કેપ્ટન રહી ચૂકેલા જોર્જ બેલીએ પણ આ વાતનો ખુલાસો કર્યો તો કે, ધોનીનું યંગ પ્લેયર્સની સાથે સારું બોન્ડ રાખવા ક્યારેક ક્યારેક હુક્કો પીવે છે.
ધોની 2024માં ફરી એક વખત ચાહકોનું મનોરંજન કરતો જોવા મળશે. ધોનીની આગેવાનીમાં સીએસકેએ 2023માં પોતાનું પાંચમું ટાઈટલ જીત્યું હતુ. માહી કેટલીક ઈજાઓ છતાં આઈપીએલ 2023ની આખી સીઝન રમી અને ટીમને ચેમ્પિયન બનાવી હતી. હવે ધુંટણની સર્જરી કરાવી લીધી છે. મહેન્દ્ર સિંહ ધોનીની આ છેલ્લી આઈપીએલ હોય શકે છે.