Watch Video: ધોનીનો મૂડ થપ્પડ મારવાનો! મેદાન પર જ સાથી ખેલાડી પર ઉઠાવી દીધો હાથ?

|

May 10, 2023 | 9:32 PM

MS Dhoni, IPL 2023: ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટક્કર થઈ રહી છે. ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંગ કરી હતી.

Watch Video: ધોનીનો મૂડ થપ્પડ મારવાનો! મેદાન પર જ સાથી ખેલાડી પર ઉઠાવી દીધો હાથ?
MS Dhoni slap Deepak Chahar Video

Follow us on

IPL 2023 માં બુધવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર થઈ રહી છે. ધોનીએ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ટોસ જીત્યા બાદ પરત પેવેલિયન તરફ આવી રહેલા ધોનીએ હાથ ઉઠાવ્યો હતો. તમને એમ હશે કે, ધોનીએ ગુસ્સામાં આમ કર્યુ હશે. પરંતુ ના એવુ નથી કેપ્ટન કૂલ આજે મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા. પેવેલિયન જવા દરમિયાન મેદાનમાં જ સામે દીપક ચાહર મળ્યો હતો અને તેની પર હાથ ઉઠાવવાની મસ્તી કરી લીધી હતી. દીપક ઝડપથી ઉઠેલા હાથથી બચાવ કરવામાં સફળ રહ્યો હતો.

ધોનીના મસ્તીના અંદાજનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ચાહકો પણ આ વિડીયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને ધોનીના મૂડ પર કમેન્ટ્સ કરી રહ્યા છે. દીપર ચાહર દિલ્હી સામેની મેચ પહેલા ધોનીને બેટિંગ ડાઉન બદલવા માટે કહ્યુ હતુ. વિકેટ પડતા ચેન્નાઈના ચાહકો એટલે ખુશ થતા હોય છે કે, ધોનીની બેટિંગ જોવા મળે. પરંતુ ચાહરે આ વાત જાણીને કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને ફર્સ્ટ ડાઉન પર બેટિંગ કરવા માટે આવવા કહ્યુ હતુ.

જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?

 

 

ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી

ધોનીએ દિલ્હી સામેની મેચમાં ટોસ જીત્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને લક્ષ્ય બચાવવાનો નિર્ણય ધોનીએ કર્યો હતો. ચેન્નાઈ પોતાના હોમ ગ્રાઉન્ડ પર મેચ રમી રહ્યુ છે. જ્યાં ધોનીને પૂરો આત્મવિશ્વાસ અને અનુભવ છે કે અહીં મેચને કેવી રીતે પોતાના પક્ષમાં રાખી શકાય. જોકે પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 8 વિકેટ ગુમાવી હતી અને 168 રન નોંધાવ્યા હતા. આમ હવે 169 રનનુ લક્ષ્ય દિલ્હી સામે રાખ્યુ છે.

ધોનીએ 2 છગ્ગા જમાવ્યા

ચેન્નાઈએ સમયાંતરે વિકેટ ગુમાવી હતી. ધોનીએ 9 બોલની ઈનીંગમાં 20 રન નોંધાવ્યા હતા. ધોનીએ આ દરમિયાન 2 શાનદાર છગ્ગા જમાવ્યા હતા. જ્યારે એક ચોગ્ગો ફટકાર્યો હતો. ધોની 8મી વિકેટના રુપમાં અંતિમ ઓવરમાં 1 બોલ બાકી રહેતા વિકેટ ગુમાવી હતી. ધોની મિચેલ માર્શના બોલ પર વોર્નરના હાથમાં કેચ ઝડપાયો હતો.

આ પણ વાંચોઃ SP અને કલેકટરના નંબરો બદલાઈ જશે? અધિકારીઓના મોબાઈલ સિમ કાર્ડને લઈ રાજ્ય સરકાર કરી રહી છે મોટો ફેરફાર!

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 9:25 pm, Wed, 10 May 23

Next Article