IPL 2022 નું શિડ્યુલ જાહેર થઇ ચુક્યુ છે. લીગની આગામી સિઝન 26 માર્ચથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ચાર વખતની વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) નો સામનો બે વખતની વિજેતા કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) સાથે થશે. ચેન્નાઈએ સિઝનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ટીમ સુરત પહોંચી છે જ્યાં લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. ફ્રેન્ચાઇઝીએ પ્રેક્ટિસ સેશનનો એક વીડિયો જાહેર કર્યો છે જેમાં ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) અને બાકીના ખેલાડીઓ તૈયારી કરતા જોવા મળે છે.
જોકે, ટીમના કેટલાક ખેલાડીઓ રાષ્ટ્રીય ટીમમાં વ્યસ્ત છે જેમાં એક મોટું નામ રવિન્દ્ર જાડેજાનું છે જે હાલમાં શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભાગ લઈ રહ્યો છે. ટીમે ધોનીની દેખરેખમાં અને બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજીના માર્ગદર્શન હેઠળ પ્રેક્ટિસ કરી હતી.
ચેન્નાઈ આ સિઝનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે આવશે અને પોતાના ટાઈટલને બચાવવાનો પ્રયાસ કરશે. આ વખતે IPLના લીગ તબક્કાની મેચો મુંબઈ અને પુણેના ત્રણ સ્ટેડિયમમાં રમાશે. વાનખેડે ઉપરાંત, બ્રેબોર્ન સ્ટેડિયમ અને ડીવાય પાટીલ સ્ટેડિયમ તેમજ પુણેમાં MCA સ્ટેડિયમ IPL મેચોનુ આયોજન કરાશે.
આ વીડિયોમાં ધોની તેના બેટની ધારને ધારદાર કરતો જોવા મળી રહ્યો છે. તે સ્ટૉક બનાવતા હેમર વડે તેના બેટનો સ્ટૉક ખોલતો જોવા મળે છે. તેણે નેટ્સમાં પણ જોરદાર બેટિંગ કરી અને હાથ ખોલ્યા હતા. આ દરમિયાન તે અન્ય ખેલાડીઓને પણ સલાહ આપતો જોવા મળ્યો હતો. ઉપરાંત, તેણે સમગ્ર પ્રેક્ટિસ સેશન પર બારીક નજર રાખી હતી. અંડર-19 ટીમ સાથે વર્લ્ડ કપ જીતનાર રાજવર્ધન હેંગરવરકરે પણ નેટ્સમાં ભારે પરસેવો પાડ્યો હતો.
જોકે સિઝનની શરૂઆત પહેલા જ ચેન્નાઈને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ખેલાડી દીપક ચહર ઈજાના કારણે આઈપીએલની શરૂઆતની મેચોમાંથી બહાર થઈ શકે છે. ચેન્નાઈએ તેને મેગા ઓક્શનમાં 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આવી સ્થિતિમાં ધોની માટે દીપકનો વિકલ્પ શોધવાનો પડકાર રહેશે. ટીમે તેના મોટાભાગના ખેલાડીઓને પોતાની સાથે જાળવી રાખ્યા હતા.
ફાફ ડુ પ્લેસિસ આ સિઝનમાં ટીમ સાથે નહીં હોય કારણ કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેને હરાજીમાં સામેલ કર્યો છે. સુરેશ રૈના પણ આ વખતે ટીમ સાથે નથી કારણ કે ટીમે તેને ખરીદ્યો નથી.
ℎ Surat! Those eyes that smile with give us the joy, everywhere we go! #SingamsInSurat #WhistlePodu pic.twitter.com/T8xwHjoqeI
— Chennai Super Kings – Mask Pdu Whistle Pdu! (@ChennaiIPL) March 7, 2022
Published On - 8:49 am, Tue, 8 March 22