
શરુઆતથી લઈને IPL 2023 સુધીની તમામ સિઝનમાં મહેન્દ્રસિંહ ધોનીનો માહોલ જબરદસ્ત છવાયેલો જોવા મળી રહ્યો છે. ધોની મેદાનમાં ઉતરે માહોલ બદલાઈ જતો હોય છે, હરીફ ટીમની રણનિતી પણ બદલાઈ જતી હોય છે. બેટિંગ કરવા માટે ઉતરે બોલર પર પ્રેશર વધી જતુ હોય છે અને કેપ્ટન પણ સતત દબાણમાં રહેતો જોવા મળતો હોય છે. ધોની ચાહકોના દિલમાં વસેલો ખેલાડી છે. દુનિયાભરમાં તેના ચાહકો છે. ધોની માટે અવાર નવાર ચાહકો તરફથી દિવાનગી જોવા મળતી હોય છે. ધોનીની એક તસ્વીર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થવા લાગી છે. આ તસ્વીરમાં એક મહિલા ધોનીને ચૂમી રહી છે.
ધોનીની સાથે મુલાકાત કરતા ઉંમરલાયક મહિલાએ પહેલાતો કેટલીક તસ્વીરો લીધી. આ દરમિયાન મહિલાએ ધોનીને ચૂમી લીધો હતો. આ મહિલા ધોનીની ખૂબ જ મોટી ફેન છે. આ મહિલા વિશેની ઓળખ આપી દઈએ કે, તે ખૂબસૂરત અભિનેત્રી અને ભાજપ નેતા ખૂશ્બૂ સુંદરની સાસુ છે. સુંદરે પણ ધોની સાથે પોતાની તસ્વીર ખેંચાવી હતી.
અભિનેત્રી અને નેતા ખૂશ્બૂ સુંદરે ધોની સાથેની પોતાની અને સાસુની મુલાકાતની પળની તસ્વીરો શેર કરી હતી. જેમાં તેણે સાસુની ધોની સાથેની ત્રણ તસ્વીરો શેર કરી હતી. સુંદરની સાસુ 88 વર્ષની ઉંમરના છે. વડિલ મહિલા સાથે ધોનીએ ખૂબ ખુશ જોવા મળી રહ્યો હતો. તેણે સુંદરની સાસુના પ્રત્યે ધોનીના સ્નેહ અને આવકાર ભાવને લઈ અભિનેત્રી ખૂશ્બૂ ગદગદ થઈ ગઈ હતી. ખૂશ્બૂએ માહીને માટે શબ્દો તસ્વીરો શેર કરતા લખ્યા હતા કે, તમે તેમના જીવનમાં વર્ષ સારા સ્વાસ્થ્ય અને ખુશીઓ સાથેના ઉમેર્યા છે. તેના માટે મારા પ્રણામ. મારી કૃતજ્ઞતા.
આગામી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ આગામી 17 એપ્રિલે એટલે કે રવિવારે રમાનારી છે. આમ વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોની વચ્ચે સોમવારે ટક્કર જોવા મળશે. બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આ મેચ રમાનારી છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 8:51 pm, Fri, 14 April 23