Viral Video: ચેન્નાઈ સુપર કિંગ્સના ડ્રેસિંગ રુમમાં ગૂંજયુ ‘વિરાટ-વિરાટ’, જાણો શું કહ્યું કેપ્ટન ધોનીએ?

|

May 08, 2023 | 5:14 PM

વિરાટ કોહલી અને એમ એસ ધોની આઈપીએલની 16મી સિઝનમાં ભારે ચર્ચામાં છે. વિરાટ કોહલી પોતાના આક્રમક અંદાજને કારણે અને એમ એસ ધોની અંતિમ સિઝન રમી રહ્યો હોવાની શક્યતાઓને કારણે ચર્ચામાં છે. આ બધા વચ્ચે ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના ડ્રેસિંગ રુમમાં વિરાટ કોહલીનું નામ ગૂંજ્યુ હતું.

Viral Video: ચેન્નાઈ સુપર કિંગ્સના ડ્રેસિંગ રુમમાં ગૂંજયુ વિરાટ-વિરાટ, જાણો શું કહ્યું કેપ્ટન ધોનીએ?
IPL 2023

Follow us on

આઈપીએલ 2023માં હાલમાં રોમાંચક મેચો જોવા મળી રહી છે. હાર્દિક પંડયાની ટીમ 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. જ્યારે રોહિત શર્મા, એમ એસ ધોની અને વિરાટ કોહલીની ટીમ પ્લેઓફમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહી છે. વિરાટ કોહલી અને એમ એસ ધોની આઈપીએલની 16મી સિઝનમાં ભારે ચર્ચામાં છે. વિરાટ કોહલી પોતાના આક્રમક અંદાજને કારણે અને એમ એસ ધોની અંતિમ સિઝન રમી રહ્યો હોવાની શક્યતાઓને કારણે ચર્ચામાં છે. આ બધા વચ્ચે ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના ડ્રેસિંગ રુમમાં વિરાટ કોહલીનું નામ ગૂંજ્યુ હતું.

સોશિયલ મીડિયા પર ચેન્નાઈ સુપર કિંગ્સના ડ્રેસિંગ રુમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ચેન્નાઈ અને મુંબઈ વચ્ચેની ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી મેચ પછીનો છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે આ સિઝનની બીજી જીત મેળવ્યા પછી તમામ ખેલાડીઓ ડ્રેસિંગ રુમમાં ચર્ચા કરી રહ્યાં હતા. આ વીડિયોમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોની પોતાના ટીમના ખેલાડીઓ સાથે ક્રિકેટ પર ચર્ચા કરતા જોવા મળ્યો હતો.

જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?

 

આ પણ વાંચો : IPL 2023 ઓરેન્જ અને પર્પલ કેપ રેસમાં મોટા ફેરફારો, આ ખેલાડીઓએ લગાવી શાનદાર છલાંગ

આ રહ્યો ચેન્નાઈ સુપર કિંગ્સના ડ્રેસિંગ રૂમનો વીડિયો

 

આ પણ વાંચો : 2022નો મોટો રેકોર્ડ માત્ર થોડી મેચમાં જ તૂટી ગયો, IPL 2023માં થયું નવુ કારનામું જુઓ આંકડા

કેપ્ટન ધોની ભારત સહિત દુનિયાભરના યુવા ક્રિકેટરો માટે એક પ્રેરણા છે. છેલ્લી કેટલીક આઈપીએલ સિઝનથી જોવા મળ્યું છે કે મેચ બાદ સામેની ટીમના યુવા ખેલાડીઓ કેપ્ટન ધોની પાસે ક્રિકેટ અંગેની ટિપ્સ લેવા માટે આવે છે. આ સિઝનમાં પણ ચેન્નાઈની દરેક મેચ બાદ આ દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. મુંબઈ સામેની મેચ બાદ ચેન્નાઈના ડ્રેસિંગ રુમમાં ક્રિકેટની ટેકનિકની ટિપ્સ આપી રહ્યાં હતા. તે સમયે કેપ્ટન ધોનીએ વિરાટની પણ પ્રસંશા કરી હતી. જે આ વીડિયોમાં સાંભળવા મળી રહ્યું છે.

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Next Article