જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ગુરુવારે ટક્કર થઈ રહી છે. IPL ની 37મી મેચમાં ચેન્નાઈ સામે ટોસ જીતીને રાજસ્થાને પ્રથમ બેટિંગ પસંદ કરી છે. યશસ્વી જયસ્વાલે રાજસ્થાનને સારી શરુઆત કરાવી છે. તેણે શાનદાર અડધી સદી નોંધાવી હતી. જયસ્વાલની તોફાની શરુઆત દરમિયાન ધોનીએ રિવ્યૂ લીધો હતો. જે રિવ્યૂમાં ચેન્નાઈને વિકેટ મળવાની આશા સફળ થઈ શકી નહોતી.
ધોનીનુ આમ તો DRS એક દમ સટીક હોય છે. પરંતુ રાજસ્થાન રોયલ્સના ઓપનર સામે આજે ધોનીનુ રિવ્યૂ સફળ થયુ નહોતુ. જયપુરમાં ધોની રિવ્યૂ સિસ્ટમ ફેઈલ જોવા મળ્યુ હતુ. આમ તો સામાન્ય રીતે ધોની જ્યારે રિવ્યૂ માંગે ત્યારે ચેન્નાઈને વિકેટ મળી જ સમજવામાં આવતી હોય છે. આમ ધોનીની આવી ભૂલ ભાગ્યે જ જોવા મળતી હોય છે.
Yashasvi ” Jaiswal @ybj_19 brings up an explosive 5️⃣0️⃣ against #CSK #RRvCSK #IPLonJioCinema #TATAIPL #IPL2023 #PaybackTime pic.twitter.com/BXMoZSRs2B
— JioCinema (@JioCinema) April 27, 2023
રાજસ્થાનનો ઓપનર યશસ્વી જયસ્વાલે શાનદાર શરુઆત ટીમને કરાવી હતી. મોટા સ્કોર માટેનો પાયો ખડકવા રુપ તેણે ટીમની શરુઆત કરવા રુપ પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બોલ તેના પેડ પર વાગતા બોલરે જબરદસ્ત અપીલ ફિલ્ડ અંપાયર સામે કરી હતી. જેને નકારી દેવામાં આવી હતી. જોકે આ દરમિયાન ધોનીએ રિવ્યૂ લેતા સૌના મનમાં એમ જ હતુ કે હવે જયસ્વાલે પોતાની તોફાની રમત સમાપ્ત માની લેવાની છે.
જોકે જ્યારે થર્ડ અંપાયરે રિવ્યૂ કરતા સ્પષ્ટ જોઈ શકાતુ હતુ કે, બોલ લેગ સ્ટંપ પર પડ્યો હતો. આમ બહારના બોલને લઈ અંપાયરે તુરત જ નોટ આઉટ રિવ્યૂનુ પરિણામ જાહેર કર્યુ હતુ. આમ તો આવુ જોવા મળતુ હોતુ નથી, પરંતુ જયસ્વાલ નસીબદાર રહ્યો હતો. ધોનીની નજરમાં આવેલા બોલની હરકત પર મેળવેલુ રિવ્યૂ મોટે ભાગે સફળ જ રહેતુ હોય છે, પરંતુ અહીં ફેઈલ રહ્યુ હતુ. જેને લઈ ધોની રિવ્યૂ સિસ્ટમ હેશ ટેગ સોશિયલ મીડિયા પર ખૂબ જોવા મળવા લાગ્યુ હતુ.
Dhoni Review System is so overrated#CSKvRR #RRvCSK pic.twitter.com/MRzvZpSyHX
— Mad mAAx 🪓 (@madmAAx55) April 27, 2023
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 9:49 pm, Thu, 27 April 23