MS Dhoni Controversy: ધોનીને કયા નિયમને લઈ અંપાયાર સાથે વાંધો પડ્યો? ચર્ચામાં માહી ચાલ ખેલી ગયો! કયા નિયમે કરાવી દીધી રકઝક જાણો-Video

|

May 24, 2023 | 10:27 PM

IPL 2023 Controversy: ચેપોકમાં ચેન્નાઈ સુપર કિંગ્સના સુકાની મહેન્દ્રસિંહ ધોની કેટલીક મિનિટ સુધી અંપાયર સાથે દલીલો કરતો જોવા મળ્યો હતો, પથિરાણાને બોલિંગ આપવાને લઈ એક નિયમને ધોનીએ દલીલ કરી હતી.

MS Dhoni Controversy: ધોનીને કયા નિયમને લઈ અંપાયાર સાથે વાંધો પડ્યો? ચર્ચામાં માહી ચાલ ખેલી ગયો! કયા નિયમે કરાવી દીધી રકઝક જાણો-Video
ધોનીને કયા નિયમને લઈ અંપયાર સાથે વાંધો પડ્યો?

Follow us on

IPL 2022 Final ટિકિટ ચેન્નાઈ સુપર કિંગ્સે મેળવી લીધી છે. ચેન્નાઈ અત્યાર સુધીમાં 14 સિઝન રમીને 10 વાર ફાઈનલમાં પ્રવેશ મેળવી ચુક્યુ છે. ધોનીએ ગુજરાત ટાઈટન્સ સામે 172 રનના સ્કોરને સુરક્ષીત રાખવા માટે પોતાના અનુભવનો અહેસાસ મેચ જોનારા સૌને કરાવ્યો હતો. ધોનીએ એવા નિર્ણયો લીધા હતા કે, જે ચેન્નાઈની જીત માટે મહત્વની ચાલ સમાન હતા. સિઝનની સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહેલ ટીમ ગુજરાત ટાઈટન્સને ઓલ આઉટ કરીને જીત મેળવી હતી. આ દરમિયાન ધોનીને ફિલ્ડ અંપાયર સાથે દલીલ કરતો જોવામાં આવ્યો હતો. આ દલીલ પળભરની જ નહોતી, કેટલીક મિનિટ માટે રમત રોકાઈ રહી હતી અને દલીલ ચાલુ રહી હતી.

હવે તમને એમ હશે કે, ધોનીને શુ ઘર્ષણ થયુ હશે અંપાયર સામે? વાત એમ છે કે, એક નિયમને લઈ કેપ્ટન તરીકે ધોની દલીલ કરી રહ્યો હતો. દલીલ કરવાનુ પણ કારણ સ્વાભાવિક હતુ કે, ચેન્નાઈને ફાઈનલની ટિકિટ મેળવવાની હતી. આવી સ્થિતીમાં ધોની તમામ પાસાઓ સાથે મેચમાં આગળ વધે એ સ્વભાવિક છે. ધોની પથિરાણાને બોલિંગ માટે એટેકમાં લગાવવા માંગતો હતો અને અંપાયરે તેને અટકાવ્યો હતો. આમ કરવા પાછળ એક નિયમ છે.

16 મી ઓવરમાં 4 મિનિટ દલીલ ચાલી

ગુજરાત તરફથી રાશિદ ખાન અને વિજય શંકરની જોડી બેટિંગ કરી રહી હતી. આ બંનેની જોડી મેચનુ પાસુ ગુજરાત તરફ કરી દેવા માટે સક્ષમ હતા. આવામાં ચેન્નાઈની એક ચૂક ફાઈનલ માટેની રાહ વધારે લંબાવી શકે એમ હતી. આવામાં મથિષા પથિરાણાને 16મી ઓવર લઈને આવવા માટે ધોનીએ ઉતાર્યો હતો. અંપાયરે પથિરાણાને બોલિંગ કરતા પહેલા જ અટકાવી દીધો હતો. ધોની આ વાતને લઈ કેપ્ટન તરીકે દલીલ કરવા માટે સીધો જ ફિલ્ડ અંપાયર પાસ પહોંચ્યો હતો. જ્યાં તેણે અંપાયર સાથે કેપ્ટન કૂલે મથિરાણાને બોલિંગ આપવા માટે થઈને ચર્ચા કરવા લાગ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

શુ છે નિયમ?

ધોની પથિરાણાને બોલિંગ માટે ઉતારવા માટે મગજમાં પુરુ ગણિત ગોઠવીને તૈયાર હશે એ નિશ્ચિત છે. આ માટે તેણે 16મી ઓવર પથિરાણા પાસે જ કરાવવાનો આગ્રહ રાખ્યો હતો. પથિરાણાને અંપાયરે એક નિયમ મુજબ અટકાવી દીધો હતો. આ નિયમ બોલરના બ્રેક બાદ ફિલ્ડમાં રેહવાને લઈ છે. પથિરાણા બોલિંગ કરવા માટે આવ્યો એ પહેલા તે મેદાનની બહાર બ્રેક લઈને ગયો હતો. તે સીધો બોલિંગ કરી શકે નહીં તેવો ક્રિકેટનો નિયમ છે. જેને લઈ અંપાયરે તેને અટકાવી દીધો હતો.

નિયમ એ કહે છે કે, બોલર જેટલા સમય માટે બ્રેક લઈને મેદાનની બહાર જાય છે એટલો જ સમય મેદાનમાં ફિલ્ડીંગ દરમિયાન વિતાવવો જરુરી છે. ત્યાર બાદ જ તે બોલિંગ માટે એટેક પર આવી શકે છે. એટલે કે પથિરાણાએ જેટલો સમય મેદાનની બહાર વિતાવ્યો એટલો સમય મેદાનમાં વિતાવવો બોલિંગ કરવા માટે જરુરી હતો. જોકે અંપાયર સાથે લગભગ ચારેક મિનિટ જેટલો સમય ધોનીએ ખર્ચ્યો હતો. આ ચાર મિનિટમાં પથિરાણાનો મેદાનમાં હાજર રહેવાનો સમય થઈ ગયો હતો. એટલે કે તે હવે બોલિંગ કરવા માટે નિયમાનુસાર યોગ્ય થઈ ગયો હતો. આમ અંપાયર સાથે ચર્ચા અને રકઝકમાં સમય વિતાવીને પણ ધોની નિયમાનુસાર 16 મી ઓવર પોતાના ગણિત મુજબના બોલર પાસે કરાવી શક્યો હતો.

 

 

 

આ પણ વાંચોઃ Ravindra Jadeja Controversy: ચેન્નાઈમાં ‘ગડબડ’ ? ગુજરાત સામેની જીત બાદ રવિન્દ્ર જાડેજાની એક તસ્વીરે હંગામો મચાવ્યો, ફેન્સ પર તાક્યુ નિશાન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 8:10 pm, Wed, 24 May 23

Next Article