MS Dhoni Birthday: ધોનીએ ઈંગ્લેન્ડમાં મનાવ્યો જન્મદિવસ, ઋષભ પંત ઉજાણીમાં રહ્યો હાજર,જુઓ Video

|

Jul 07, 2022 | 9:28 AM

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના સફળ કેપ્ટન તરીકે મહેન્દ્રસિંહ ધોની ને માનવામાં આવે છે. તેણે ભારતને વન ડે અને T20 બંને વિશ્વકપમાં જીત અપાવી છે. બે વિશ્વ કપ ભારતીય ટીમના હાથોમાં અપાવ્યા છે. ધોની ગુરુવારે 41 વર્ષનો થઈ ચુક્યો છે. 7 જુલાઈએ તેણે પોતાનો જન્મદિવસ (MS Dhoni 41st Birthday) મનાવ્યો હતો. આ ખાસ […]

MS Dhoni Birthday: ધોનીએ ઈંગ્લેન્ડમાં મનાવ્યો જન્મદિવસ, ઋષભ પંત ઉજાણીમાં રહ્યો હાજર,જુઓ Video
MS Dhoni નો કેક કાપતો વિડીયો સાક્ષીએ શેર કર્યો

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના સફળ કેપ્ટન તરીકે મહેન્દ્રસિંહ ધોની ને માનવામાં આવે છે. તેણે ભારતને વન ડે અને T20 બંને વિશ્વકપમાં જીત અપાવી છે. બે વિશ્વ કપ ભારતીય ટીમના હાથોમાં અપાવ્યા છે. ધોની ગુરુવારે 41 વર્ષનો થઈ ચુક્યો છે. 7 જુલાઈએ તેણે પોતાનો જન્મદિવસ (MS Dhoni 41st Birthday) મનાવ્યો હતો. આ ખાસ દિવસ તેણે ઈંગ્લેન્ડમાં પત્નિ સાક્ષી સાથે મનાવ્યો હતો. ધોનીના જન્મદિનની ઉજાણીમાં ભારતીય વિકેટકીપર ઋષભ પંત (Rishabh Pant) પણ ઉપસ્થિત રહ્યો હતો. ધોનીએ પોતાના ખાસ દીવસની ઉજવણી પણ હળવા હળવા ઝૂમવાના અંદાજ સાથે કેક કાપી હતી. તેનો આ વિડીયોને ધોનીની પત્નિ સાક્ષીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો હતો. સાક્ષી અને મહેન્દ્રસિંહના લગ્નની વર્ષગાંઠ પણ ગત 4 જુલાઈએ હતી.

એમએસ ધોની પત્નિ સાક્ષી ધોની સાથે તાજેતરમાં જ ઈંગ્લેન્ડ પહોંચ્યા હતા. તેઓના ઈંગ્લેન્ડ પહોંચવાને લઈ તેની તસ્વીર પણ વાયરલ થઈ હતી અને તેના પહોંચવાને લઈ અનેક તર્ક પણ લગાવવામાં આવી રહ્યા હતા. ઈંગ્લેન્ડમાં ગત 4 જુલાઈએ ધોનીએ પોતાના લગ્નની વર્ષગાંઠ મનાવી હતી. મહેન્દ્રસિંહ અને સાક્ષીના લગ્નને 12 વર્ષ પુરા થયા હતા.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ધોનીના જન્મદિવસને લઈને લંડનમાં ઉજવણીનો માહોલ છે તો ભારતના ખૂણે ખૂણે હાજર તેના ક્રિકેટ ચાહકો પણ આ ખાસ દિવસને તહેવારની જેમ ઉજવવામાં વ્યસ્ત છે.

સાક્ષીએ ધોનીનો કેક કટિંગનો વીડિયો શેર કર્યો હતો

સાક્ષી ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર એમએસ ધોનીનો કેક કટિંગનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ ગીતમાં જે ગીત ચાલી રહ્યું છે તે નાઈજિરિયન સિંગર ફિલજે એ ગાયું છે. ગીતના બોલ અને તેનું સંગીત એટલું જબરદસ્ત છે કે તેણે કેક કાપતા પહેલા ધોનીને ડાન્સ કરવા પણ મજબૂર કરી દીધા હતા. વીડિયોમાં હેપ્પી બર્થ ડે માહીનું પોસ્ટર દિવાલ પર ચોંટેલું પણ સ્પષ્ટ જોઈ શકાય છે.

થોડી વાર પછી ધોનીએ મીણબત્તીને ફૂંકીને બુઝાવી અને પછી કેક કાપવાનું કામ કર્યું જેની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

 

સાક્ષીએ પહેલા કહ્યું- હેપ્પી બર્થ ડે માહી!

એમએસ ધોનીને સાક્ષી તરફથી તેના 41માં જન્મદિવસ પર પ્રથમ ઇચ્છા મળી હશે. આ વીડિયો શેર કરતી વખતે પણ સાક્ષીએ માહીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. પરંતુ વિશ્વભરમાં ફેલાયેલા ચાહકો છેલ્લા કેટલાક દિવસોથી તેમના પ્રિય ધોનીના જન્મદિવસની ઉજવણીમાં ધામધૂમથી વ્યસ્ત છે.

Published On - 9:13 am, Thu, 7 July 22

Next Article