MS Dhoni Birthday : પોતાના જન્મદિવસ પર વિમ્બલ્ડનની મેચ જોવા પહોંચ્યો મહેન્દ્ર સિંહ ધોની, તસવીર સામે આવી

|

Jul 07, 2022 | 8:48 AM

Cricket : મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. ધોનીએ પોતાની અંતિમ મેચ ટીમ ઈન્ડિયા (Team India) માટે 2019 વર્લ્ડ કપની સેમિ ફાઈનલ રમી હતી.

MS Dhoni Birthday : પોતાના જન્મદિવસ પર વિમ્બલ્ડનની મેચ જોવા પહોંચ્યો મહેન્દ્ર સિંહ ધોની, તસવીર સામે આવી
MS Dhoni Birthday (PC: Channai IPL)

Follow us on

MS Dhoni Birthday: ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ગુરુવારે (7 જુલાઈ) 41 વર્ષનો થઈ ગયો છે. આ ખાસ અવસર પર ચાહકો અને ખેલ હસ્તીઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. પરંતુ મહેન્દ્ર સિંહ ધોની તેના જન્મદિવસ પર કંઈક અલગ જ કરતો જોવા મળ્યો હતો. ધોની પોતાના જન્મ દિવસ પર ઈંગ્લેન્ડ પહોંચ્યો હતો. જ્યાં તે ટેનિસ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ વિમ્બલ્ડન (Wimbledon 2022) ની મેચ જોવા પહોંચ્યો હતો. ધોનીની વિમ્બલ્ડન મેચ જોતી વખતે ઘણી તસવીરો સામે આવી હતી. IPL ફ્રેન્ચાઇઝી ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) દ્વારા પણ એક ફોટો શેર કરવામાં આવ્યો હતો.

માહીની આ તસવીર વિમ્બલ્ડન ટૂર્નામેન્ટના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી પણ શેર કરવામાં આવી હતી. આ ફોટાની સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું હતું- ઈન્ડિયન આઈકોન મેચ જોઈ રહ્યા છે. આ પોસ્ટની સાથે તેણે ભારતીય ત્રિરંગાનું ઈમોજી પણ મૂક્યું છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લઇ ચૂક્યો છે ધોની

તમને જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એ 15 ઓગસ્ટ 2020 ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ધોનીએ ટીમ ઈન્ડિયા (Team India) માટે 2019 વર્લ્ડ કપની સેમિ ફાઈનલ રમી હતી. જોકે માહી હજુ પણ આઈપીએલમાં રમી રહ્યો છે. તે હાલમાં ચેન્નાઈ ટીમનો સુકાની પણ છે. ધોની એ જ સિઝનમાં આઈપીએલમાં છેલ્લી મેચ રમ્યો હતો. ધોનીએ રાજસ્થાન રોયલ્સ સામેની છેલ્લી મેચમાં 26 રન બનાવ્યા હતા. આ મેચ તેની ટીમ હારી ગઈ હતી.

 

ભારતનો સૌથી સફળ સુકાની છે ધોની

તે ભારતીય ટીમ નો સૌથી સફળ સુકાની હતો. જેણે પોતાના નેતૃત્વમાં દેશ માટે ત્રણ ICC ટૂર્નામેન્ટ જીતી છે. ધોનીની કપ્ટનશિપ હેઠળ તેણે પ્રથમ 2007 T20 વર્લ્ડ કપ (T20 World Cup), 2011માં ODI વર્લ્ડ કપ અને પછી 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) જીતી હતી. ધોની વિશ્વનો એકમાત્ર એવો કેપ્ટન છે જેણે આ ત્રણેય ટૂર્નામેન્ટ જીતી છે.

Next Article