Mahi Fan: ચાહકે આપી અનોખી ભેટ, MS Dhoni તેના 41મા જન્મદિવસે 41 ફૂટ ઉંચો દેખાશે

એમએસ ધોની (MS Dhoni) પોતાનો 41મો જન્મદિવસ 7 જુલાઈના રોજ ઉજવવાનો છે, ભારતમાં તેના ફેન ધોનીનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવાનું આયોજન કરી રહ્યા છે.

Mahi Fan: ચાહકે આપી અનોખી ભેટ, MS Dhoni તેના 41મા જન્મદિવસે 41 ફૂટ ઉંચો દેખાશે
એમએસ ધોની (MS Dhoni) પોતાનો 41મો જન્મદિવસ 7 જુલાઈના રોજ ઉજવશે
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jul 06, 2022 | 4:38 PM

MS Dhoni: એમએસ ધોની ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી ભલે રિટાયર થઈ ગયો છે, પરંતુ ચાહકો માટે તે આજે પણ તેનો ફેવરિટ માહી ભાઈ છે, આજે પણ ધોનીનો ક્રેઝ એટલો જ છે જેટલો તેના ક્રિકેટ રમવા દરમિયાન હતો. ભારતમાં ધોની (MS Dhoni)ના ચાહકોનો વર્ગ ઓછો નથી, તેના એક ચાહકે ધોનીનું 41 ફુટનું કટઆઉટ બનાવ્યું છે, તમે કહેશો કે 41 ફીટ જ કેમ એ એટલા માટે કારણ કે, ધોની 41 વર્ષનો થઈ રહ્યો છે, ધોની તેનો 41મો જન્મદિવસ (Ms Dhoni Birthday) 7 જુલાઈ 2022ના રોજ એટલે કે ગુરુવારના રોજ મનાવશે. થોડા દિવસો પહેલા ધોની તેની પત્ની સાક્ષી સાથે ઈંગ્લેન્ડ પ્રવાસે ગયો હતો. તે 4 જુલાઈના રોજ તેના લગ્નની વર્ષગાંઠ પર ઈંગ્લેન્ડમાં જ હતો.

41માં જન્મદિવસે 41 ફૂટનો ધોની જોવા મળશે

 

 

એમએસ ધોનીનો 41 ફુટનું કટઆઉટ જે ફેને તૈયાર કર્યું છે. જે વિજયવાડાનો રહેવાસી છે, આ કટઆઉટમાં ધોની તેનો સિગ્નેચર શૉર્ટ રમતો જોવા મળી રહ્યો છે, સોશિયલ મીડિયા પર આ કટઆઉટ વાયરલ થઈ રહ્યું છે તેના પર રિએક્શન આપી રહ્યા છે,

એમએસ ધોની આટલો લોકપ્રિય હોવાનું કારણ શું

 

 

ધોનીની કેપ્ટનશીપમાં ભારત ટેસ્ટમાં નંબર વન

એમએસ ધોની ક્રિકેટ ફેન્સ વચ્ચે ખુબ લોકપ્રિય છે, તેનું કારણ છે ભારતીય ક્રિકેટમાં તેનું નામ અને સન્માન જે ધોનીએ વર્લ્ડકપમાં અપાવ્યું હતુ, ધોનીની કેપ્ટનશીપમાં ભારત ટેસ્ટમાં નંબર વન રહ્યું છે, આઈસીસીના ત્રણ મોટા ખિતાબ પર કબ્જો કર્યો છે, આ સિવાય તેમણે દેશને વિરાટ અને રોહિત જેવા ખેલાડીઓ આપ્યા છે જે આજે ક્રિકેટની કમાન સંભાળી રહ્યા છે, ધોનીએ ભારત માટે 90 ટેસ્ટ, 350 વનડે અને 98 ટી20 મેચ રમી છે. ટેસ્ટમાં તેણે 6 સદી અને 33 અડધી સદીની મદદથી 4,876 રન બનાવ્યા છે. વનડેમાં 10 સદી અને 73 અડધી સદીની મદદથી કુલ 10,773 રન બનાવ્યા છે. જ્યારે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે 2 અડધી સદીની મદદથી 1617 રન બનાવ્યા છે.