Video : ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર બની આવી ઘટના, મોટી ગરોળીએ અટકાવી મેચ

શ્રીલંકા અને અફગાનિસ્તાન વચ્ચેની ટેસ્ચ મેચમાં એક બિનઆમંત્રિત મહેમાન મેદાનમાં આવ્યો હતો. તેના કારણે ટેસ્ટ મેચ રોકવી પડી હતી. ટેસ્ટ મેચના બીજા દિવસે બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Video : ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર બની આવી ઘટના, મોટી ગરોળીએ અટકાવી મેચ
Monitor Lizard
| Updated on: Feb 04, 2024 | 7:39 AM

ક્રિકેટના મેદાન પર ઘણીવાર સાપ, હાથી અને કૂતરા જેવા ઘણા પ્રાણીઓ જોવા મળ્યા છે. પણ ક્યારેય ગરોળીને કારણે મેચ નથી અટકી. ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર આવી ઘટના બની છે. કોલંબોમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં ગરોળીને કારણે ક્રિકેટ મેચમાં વિચિત્ર ઘટના બની છે.

શ્રીલંકાની ટીમ બેટિંગ કરી રહી હતી, ત્યારે ક્યાંકથી એક મોટી ગરોળી એટલે કે મોનિટર લિઝાર્ડ મેદાન પર આવી. પછી થયું એવું કે એ ગરોળીના કારણે મેચ ખોરવાઈ ગઈ. પ્રાણીઓ માટે શ્રીલંકામાં ક્રિકેટ મેચોને અસર કરવી એ નવી વાત નથી. પરંતુ, રસપ્રદ વાત એ છે કે ગરોળીના કારણે આવું પહેલીવાર બન્યું છે.

 

 

 

જ્યારે મોનિટર લિઝાર્ડના કારણે મેચ બંધ કરવામાં આવી ત્યારે શ્રીલંકાની પ્રથમ ઇનિંગની 48મી ઓવર ચાલી રહી હતી. તેણે 3 વિકેટ ગુમાવીને 215 રન બનાવ્યા હતા અને આ સાથે તેણે પ્રથમ દાવમાં અફઘાનિસ્તાન પર 17 રનની લીડ મેળવી લીધી હતી. અફઘાનિસ્તાને તેની પ્રથમ ઇનિંગમાં 198 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી એન્જેલો મેથ્યુસ 43 રન અને દિનેશ ચાંદીમલ 31 રન સાથે રમી રહ્યા હતા.

જ્યારે મોનિટર લિઝાર્ડની ઘટના પછી રમત ફરી શરૂ થઈ, ત્યારે શ્રીલંકાએ અફઘાનિસ્તાન પર તેની લીડ વધારવાનું શરૂ કર્યું. દિનેશ ચાંદીમલ અને એન્જેલો મેથ્યુઝ વચ્ચે સદીની ભાગીદારી થઈ છે અને બંનેએ પ્રથમ દાવમાં વિકેટ પર પોતાના પગ સારી રીતે સ્થાપિત કર્યા છે. મતલબ કે કોલંબોમાં રમાઈ રહેલી અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટમાં શ્રીલંકા ખૂબ જ મજબૂત સ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો: શુભમન ગિલની જેમ તેનો મિત્ર પણ ફ્લોપ, 6 મહિના બાદ કમબેક મેચમાં કઈ ખાસ ન કરી શક્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો