હાલમાં T20 વર્લ્ડ કપ (T20 World Cup ) નું આયોજન સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ઓમાન (Oman) માં કરવામાં આવી રહ્યું છે, જ્યાં 16 ટીમો ભાગ લઈ રહી છે. દરમિયાન, એક ટીમની કેપ્ટન્સીમાં ફેરફાર થયો છે અને ગુજરાત (Gujarat) માં જન્મેલા ખેલાડીને ટીમની કમાન સોંપવામાં આવી છે. અમે અમેરિકા ક્રિકેટ ટીમ (America Cricket Team) વિશે વાત કરી રહ્યા છીએ. અમેરિકાની T20 ટીમના કેપ્ટનને હટાવી દેવામાં આવ્યો છે. વિશ્વકપમમાં રમનારી ટીમ માટે નવા કેપ્ટનની નિમણૂક કરવામાં આવી છે.
અત્યાર સુધી T20 ટીમની કેપ્ટનશીપ કરી રહેલા સૌરભ નેત્રાવલકરને કેપ્ટનશીપમાંથી હટાવી દેવામાં આવ્યો છે. તેના સ્થાને કેપ્ટનશીપ મોનાંક પટેલ (Monank Patel) ને સોંપવામાં આવી છે. અમેરિકાની પસંદગી સમિતિના અધ્યક્ષ માઈકલ વોસે આ માહિતી આપી. પટેલ આઈસીસી અમેરિકા T20 વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં અમેરિકાની ટીમની કેપ્ટનશીપ કરશે.
પટેલનો જન્મ 1 મે, 1993 ના રોજ ગુજરાતના આણંદ શહેરમાં થયો હતો. તે ગુજરાતની અંડર-16 અને અંડર-19 ટીમનો ચૂક્યો છે. હાલમાં તે અમેરિકા તરફથી રમી રહ્યો છે. આરોન જોન્સને ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અમેરિકાને વર્લ્ડ કપ લીગ 2 વનડેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમે તેની નવમાંથી આઠ મેચ હારી હતી.
ત્યારથી સૌરભની કેપ્ટનશિપ પર શંકા હતી. અમેરિકાને 2019 માં T20 વર્લ્ડ કપ ક્વોલિફાયર રમવાની તક મળી નથી. તે કેનેડા અને બર્મુડા સામે હાર મેળવી હતી. જોકે, સૌરભ વનડે ટીમના કેપ્ટન તરીકે ચાલુ રહેશે. અમેરિકા 7 થી 14 નવેમ્બર દરમિયાન એન્ટિગુઆમાં વર્લ્ડ કપ ક્વોલિફાયર રમવાનું છે.
Monank Patel and Saurabh Netravakar as leaders will work closely together with the split captaincy roles in the two primary formats for #TeamUSA
Aaron Jones retains the Vice-Captaincy role
FULL SQUAD and more details➡️: https://t.co/I0eZcKvI6b#WeAreUSACricket🇺🇸 pic.twitter.com/4dfkgYSt1w
— USA Cricket (@usacricket) October 19, 2021
પસંદગી સમિતિના અધ્યક્ષ મેક્સે આની પાછળનું કારણ સમજાવતા કહ્યું કે, અમેરિકાની T20 ટીમના કેપ્ટન મોનાંક પટેલની નિમણૂક એટલા માટે કરવામાં આવી હતી. કારણ કે સૌરભે કહ્યું હતું કે તે ટૂંકા ફોર્મેટમાં પોતાની બોલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. તેણે તાજેતરમાં માઇનોર લીગ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. પસંદગી સમિતિ તેના નિર્ણયનું સંપૂર્ણ સન્માન કરે છે.
ઓમાનના તાજેતરના પ્રવાસ, આ ઉનાળામાં અને માઇનોર ક્રિકેટ લીગની પ્રથમ સિઝનમાં રમાયેલી વન-ડે શ્રેણી ઉપરાંત, કેટલાક શાનદાર પ્રદર્શન રહ્યા છે. જે પસંદગી સમિતિ દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે. અમે ખુશ છીએ કે રાષ્ટ્રીય T20 ટીમમાં સ્પર્ધા ખૂબ જ રસપ્રદ છે. જેઓ ટીમમાં સ્થાન મેળવી શક્યા નથી તેઓ કમનસીબ હશે પરંતુ તેમના પર નજર રાખવામાં આવશે અને તેઓ પસંદગી સમિતિના નજરમાં રહેશે.
Published On - 9:53 am, Thu, 21 October 21